________________
મનિષ -
+ 8dોની અમર વાણી «
* વિમfષતાનિ
હે પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ ! આપની અધ્યાત્મવાણી તો સ્વરૂપસંશુદ્ધ છે. અને વ્યાખ્યા પણ એ વાણીમાં જ ગૂઢરૂપે સમાયેલી છે. હું તો નિમિત્તમાત્ર . આમ છતાં બાળસ્વભાવે આપની જ વસ્તુ આપને જ સમર્પિત કરું છું. બાળકને ક્ષમા કરશો ને ?
ત્વદીય
તુવ્યું
સમર્પયામિ....
- આ. કલ્યાણબોધિસૂરિ
સમસ્ત આગમ સાહિત્યમાં જુદુ તરી આવતું આગમ હોય તો એ છે ઋષિભાષિતસૂત્ર. તેના કેટલાંક વિશિષ્ટ પાસાઓનો વિચાર કરીએ.
સૌ પ્રથમ તો આ સૂત્રના પ્રણેતા કોઈ એક મહર્ષિ નથી, પણ પૂરા ૪૫ મહર્ષિઓએ એક એક અધ્યયનનું પ્રકાશન કરીને ૪૫ અધ્યયનમય એવા આ સૂત્રની રચના કરી છે.
એ મહર્ષિઓ પણ જિનશાસનમાં આશ્ચર્યભૂત ગણાતી એવી પ્રત્યેકબુદ્ધત્વરૂપી સંપત્તિના સ્વામી હતાં. પ્રત્યેકબુદ્ધની વ્યાખ્યા આ પ્રમાણે છે –
प्रतीत्यैकं किञ्चिद् वृषभादिकमनित्यतादिभावनाकारणं वस्तु बुद्धा યુદ્ધવિન; પરમાર્થffસ પ્રવધુHI; - બાહ્ય વૃષભાદિ પ્રત્યેક નિમિતથી (જેમ કે પૂર્વે બળવાન વૃષભને વૃદ્ધાવસ્થામાં તદ્દન નિર્બળ જોઈને) જેમણે અનિત્યાદિ ભાવનાઓ ભાવી અને બુદ્ધ થયા - પરમાર્થનો બોધ પામ્યા.
આ પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ કોઈના ઉપદેશથી નહીં, પણ બાહ્ય નિમિતથી બોધ પામે છે. બોધ પામ્યા બાદ તેઓ સંસારથી વિરક્ત થઈને સ્વયં પ્રવજ્યાનો અંગીકાર કરે છે. તેમને દેવતા વેષ આપે છે. પ્રત્યેકબુદ્ધમહર્ષિઓને જાતિસ્મરણ દ્વારા પૂર્વભવમાં ભણેલું ભુત અવશ્યપણે ઉપસ્થિત થાય છે. એ શ્રત જઘન્યથી ૧૧ અંગ અને ઉત્કૃષ્ટથી કંઈક ચૂન ૧૦ પૂર્વ હોય છે. ક્યારેક પ્રત્યેકબુદ્ધ મહર્ષિ અયેલક પણ હોય છે. તેઓ યરમશરીરી હોય છે - તે જ ભવે કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે.
ઋષિભાષિતસૂત્રના અધ્યયનોના - પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓના નામો પર દષ્ટિપાત કરીએ એટલે હજુ એક વિશિષ્ટતા જણાયા વિના રહેતી