________________
* नानाचित्तप्रकरणम्
- ૧૬ देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः। जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते॥ चारिसञ्जीवनीचारन्याय एष सतां मतः। नान्यथाढेष्टसिद्धिः स्याद्विशेषेणादिकर्मणाम् - इति (योगबिन्दौ ११७११९)। नैतानधिकृत्य प्रकृताभियोगः, धर्मपरीक्षादिगोचरस्य वक्ष्यमाणग्रन्थस्य तानुद्दिश्योदितत्वासम्भवात्, किन्तु प्रोक्तधर्ममतीनेवेति भावनीयम्। धर्मविशेषम् - अनन्तरोक्तसामान्यधर्मोक्तिपरिहारेण सर्वज्ञोपदिष्टत्वेन विशिष्ट धर्मम्, एतेनाभिधेयमाह। समासेन - सक्षेपतः, इत्थमेव तद्रुच्यनुग्रहसम्भवात्। वक्ष्ये - कथयिष्यामि, धर्मवक्तुरेकान्तहितभावात्। દેવો માનનીય હોય છે. જેઓ કોઈ એક જ દેવનો આશ્રય કરતાં નથી, સર્વ દેવોને નમસ્કાર કરે છે, જેઓ જિતેન્દ્રિય અને જિતક્રોધ છે, તેઓ અતિ દુસર એવા પણ સંસારસાગરને સુખેથી તરી જાય છે. આ રીતે ઉપદેશ આપવામાં સંતોને ચારિસંજીવનીયાર ન્યાય અભિપ્રેત છે. વિશેષથી આદિકર્મ જીવોને આ સિવાય ઈષ્ટસિદ્ધિ સંભવતી નથી.’
અહીં આદિકર્મ જીવોને ઉદ્દેશીને ઉપદેશનો પ્રયાસ નથી કરાતો. કારણ કે આગામી વયનોમાં ધર્મપરીક્ષા વગેરે વિષયની જે વાતો છે, તે આદિકર્મ જીવોને ઉદ્દેશીને કહી હોય, તે સંભવિત નથી. પરંતુ અહીં જે ધર્મમતિનો બીજો અર્થ કર્યો, તેમને ઉદ્દેશીને જ એ ઉપદેશ આપ્યો હોય એવું સંભવિત છે, એ વિચારવું જોઈએ.
ધર્મવિશેષ = હમણા કહેલ સામાન્ય ધર્મવચનના પરિહારપૂર્વક સર્વ ઉપદેશેલ વિશિષ્ટ ધર્મ. આમ કહેવા દ્વારા અભિધેય કહ્યું. તેને હું સંક્ષેપથી કહીશ. કારણ કે સંક્ષેપથી કહે તો જ જેમને સંક્ષેપમાં જ રુચિ છે એવા જીવો પર અનુગ્રહ થઈ શકે. મોટા-મોટા કદના શાસ્ત્રો જોઈને તો તેઓ દૂરથી જ નમસ્કાર કરી દે. આ
૨૨
- अहिंसोपनिषद् + ___ननु नारब्धव्यमिदं प्रकरणम्, धर्मविशेषस्य बहुभिः प्रतिपादितत्वात्, न हि सर्वे धर्मोपदेष्टारः सर्वदेवनमनादिरूपं सामान्यधर्म प्रतिपादयन्ति, अपि तु विशिष्टमेव तमिति चेत् ? न, धर्मविशेषत्वेन सर्वज्ञोपदिष्टस्य विवक्षितत्वात्, तस्यैव दुःखमोचकत्वात्, एतदेवाह
नाणाचित्ते लोए नाणापासंडिमोहियमईए।
दुक्खं निव्वाहेउं सव्वन्नुवएसिओ धम्मो॥२॥ ઉપદેશ હું એટલા માટે આપું છું કે, ધર્મ સાંભળવાથી શ્રોતા પર ઉપકાર થાય કે ન પણ થાય, પરંતુ ધર્મ કહેનારનું તો એકાંતે હિતા થાય છે.
પૂર્વપક્ષ :- આ પ્રકરણનો પ્રારંભ કરવાની જરૂર જ નથી. કારણ કે ઘર્મવિશેષનું તો ઘણાએ પ્રતિપાદન કર્યું છે. બધા ધર્મોપદેશકો કાંઈ સામાન્યધર્મનું પ્રતિપાદન નથી કરતાં. અર્થાત્ બધા કાંઈ એવું નથી કહેતા કે ‘બધા દેવોને નમસ્કાર કરો.’ બધા વિશિષ્ટ ધર્મનું જ પ્રતિપાદન કરે છે. માટે ધર્મવિશેષનો ઉપદેશ આપવા માટે તમારે કોઈ તકલીફ લેવાની જરૂર જ નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે ધર્મવિશેષનો અર્થ એ નથી કે પોતપોતાને મનફાવે તેવો કોઈ એક ધર્મ, ધર્મવિશેષ = સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ. એવું અહીં વિવક્ષિત છે. એ જ ધર્મનો અહીં ઉપદેશ આપવો છે. કારણ કે એ જ ધર્મ દુઃખોથી મુક્તિ અપાવે છે. જુઓ, પરમર્ષિ આ જ વાત કરી રહ્યા છે –
લોક અનેક પ્રકારના ચિત્તવાળો છે. અનેક પ્રકારના પાખંડીઓએ લોકની મતિને મોહિત કરી છે. તેમાં દુઃખનો નિર્વાહ કરવા માટે સર્વજ્ઞ વડે ઉપદિષ્ટ ધર્મ જ સમર્થ છે. (૨) 8. ઘ - ૦ ૨. , . . . - સંડમો | રૂ. - Öનુવં૦ | T- ૦Ögવૈ૦ |