________________
-~ર્મસિદ્ધિ: – तथा च सर्वेषां संसाराभावप्रसङ्गः । ननु सिद्धान्तेऽपि कर्मणश्चलनमुक्तं तथा च भगवत्यां- 'चलमाणे चलिए' इति। अत्र चलनं सञ्चरणमेवोक्तमिति कथं भवद्भिस्तदत्र निषिध्यत इति चेत्? न, अभिप्रायापरिज्ञानात्, तथाहि- “नेरइए जाव वेमाणिए जीवाउ चलियं कम्म निज्जरइ” इत्यादिवचनात् । तथा 'निर्जीर्यमाणं निर्जीणं' इति वचनाच्चागमे यच्चलितं कर्म निर्जीणमुक्तं तदकर्मव भणितम्, तच्चाकाशपरमाण्वादेरिव मध्यगतमपि न वेदनां जनयितुमलम्, सामर्थ्याभावादिति कर्मणः सञ्चरणं न युक्तमतो न कञ्चुकवत् त्वक्पर्यन्तवत्येव कर्म, किन्तु जीवस्य प्रतिप्रदेशवर्तीति स्थितम् । तथा चानुमानम्આવે, ઉચ્છવાસ-નિઃશ્વાસરૂપ સંચરણ કરતાં વાયુની જેમ. અને કર્મ સાથે ન આવે એટલે બધાના સંસારનો અભાવ થઈ જશે.
પૂર્વપક્ષ :- તમારા આગમમાં પણ કર્મનો સંચાર કહ્યો છે. જેમ કે ભગવતીસૂત્રમાં કહ્યું છે – “જે કર્મ ચલનક્રિયામાં પ્રવૃત્ત હોય તે ચલિત છે. અહીં ‘ચલન દ્વારા સંચરણ જ કહ્યું છે. તો પછી તમે અહીં કર્મના સંસારનો નિષેધ શી રીતે કરી શકો ?
ઉત્તરપક્ષ :- તમે આગમવચનનો અભિપ્રાય સમજ્યા નથી. અહીં આશય એ છે કે – ‘નારકથી માંડીને વૈમાનિક સુધી આ મુજબ સમજવું - જીવથી ચલિત કર્મની નિર્જરા થાય છે. આ વચનથી, તથા ‘જેની નિર્જરા થઈ રહી હોય, તેની નિર્જરા થઈ ગઈ છે' - આ વચનથી આગમમાં જે ચલિત કર્મ નિર્જરા પામેલું કહ્યું છે, તે અકર્મ જ કહ્યું છે. તે તો આકાશ અને પરમાણુની જેમ શરીરની મધ્યમાં હોય તો પણ વેદના ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. કારણ કે ચલિત = નિર્જરા પામેલ કર્મ (જે વાસ્તવમાં અકર્મ છે તે) માં એવું સામર્થ્ય જ હોતું નથી. માટે કર્મ સંચરણ દ્વારા વેદના ઉત્પન્ન કરે છે, એમ માનવું ઉચિત નથી. માટે કર્મ કાંચળીની જેમ ત્વચાપર્યત જ નથી, પણ જીવના પ્રત્યેક પ્રદેશે રહેલું છે, એમ સિદ્ધ
૨૬ ૦.
- - आत्मनः प्रतिप्रदेश विद्यते कर्म, सर्वत्रात्मनि वेदनासद्भावात्, शरीरे त्वगिव । तथा मिथ्यात्वादीनां कर्मबन्धकारणानामात्मनि सर्वत्र सद्भावात् तत्कार्यभूतं कर्मापि सर्वत्रात्मनि विद्यते न पुनः बहिरेवेति क्षीरनीरवदग्नितप्तायोगोलकवद्वाऽविभागेनैव स्थितं कर्मेति सिद्धम् । __ननु मूर्तेन कर्मणा साकमात्मनः सिद्धेऽपि संसर्गे मिथ्यात्वादिहेतुभिः जीवेन क्रियत इति व्युत्पत्तिबलात् कर्मणः कृतकत्वेन सादित्वं प्राप्तम् । तथा च सति पूर्व कर्मवियुक्तत्वेन मिथ्यात्वादिहेत्वभावात् कथमादी कर्मणां बन्धः?, निर्हेतुकबन्धे च मुक्तात्मनामपि बन्धः प्राप्नोति, થયું. અહીં આ રીતે અનુમાનપ્રયોગ છે –
પ્રતિજ્ઞા :- આત્માના પ્રત્યેક પ્રદેશે કર્મ વિદ્યમાન છે. હેતુ :- કારણ કે આત્મામાં સર્વત્ર વેદના થાય છે. દેખાત્ત :- જેમ શરીરમાં ત્વચા.
તથા કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ વગેરે આત્મામાં પ્રત્યેક પ્રદેશ વિધમાન છે તેથી તેમનું કાર્યભૂત એવું કર્મ પણ આત્મામાં સર્વત્ર રહેલું છે. બાહ્યભાગે જ છે, તેવું નથી, માટે ક્ષીર-નીરની જેમ કે અગ્નિ-તત લોહ-ગોલકની જેમ કર્મ અવિભક્તરૂપે રહેલું છે, એવું સિદ્ધ થયું.
પૂર્વપક્ષ :- મૂર્ત એવા કર્મ સાથે આત્માનો સંયોગ ભલે સિદ્ધ થયો. પણ ‘મિથ્યાત્વ વગેરે હેતુઓથી કરાય તે કર્મ” આવી વ્યુત્પત્તિને કારણે કર્મ કૃતક છે, તેથી સાદિ છે. માટે જીવ પૂર્વે તો કર્મરહિત જ હતો. અને તે સમયે મિથ્યાત્વ વગેરે કર્મબંધના હેતુઓ પણ ન હતા. તો સૌ પ્રથમ કર્મનો બંધ શી રીતે થયો ? જો એમ કહો કે પ્રથમ કર્મબંધ નિર્દેતુક જ હતો, તો મુક્ત જીવોને પણ કર્મબંધ થવાની આપત્તિ આવશે. કારણ કે સંસારી અને મુક્ત બંને પ્રતિ નિર્દેતુકપણું તો સમાન જ છે.