________________
-~ ર્મસિદ્ધિ –
- ૬૩ ૭ व्यञ्जनप या ज्ञातव्या।
नन्वात्मनोऽर्मूतत्वेन मूर्तेन कर्मणा सह कथं संसर्ग इति चेत् ? आकाशेन घटादीनामिव क्रियया द्रव्यस्येव क्षीरनीरमिव वेति वाच्यः । यद्वा किं निदर्शनान्तरावलोकनेन प्रत्यक्षोपलभ्यमानस्थूलशरीरेणात्मनः इव कार्मणशरीरस्यापि संयोगो नानुपपन्नः ?। अत्र धर्माधर्मनिमित्तं स्थूलशरीरं स्वीकुर्वाणं तार्किकं पृच्छामः, भो तार्किकशिरोमणे ! भवदभिमती धर्माधर्मी मूर्ती अमूर्ती वा ?, मूर्ती चेत् ? अमूर्तेनात्मना सह तयोः कथं संसर्गः?, यथाकथञ्चिद् भवतीति चेत ? तर्हि कर्मणोऽप्यात्मना सह संसर्गः कथं नेष्यते, अमृता धर्माधर्माविति चेत् ? बाह्येन स्थूल
પૂર્વપક્ષ :- આત્મા તો અમૂર્ત છે. તો તેનો મૂર્ત એવા કર્મ સાથે શી રીતે સંસર્ગ થાય ?
ઉત્તરપક્ષ :- જેમ આકાશ સાથે ઘડા વગેરેનો સંયોગ થાય છે, અથવા તો દ્રવ્યનો ક્રિયા સાથે સંયોગ થાય છે, અથવા તો દૂધ અને પાણીનો સંયોગ થાય છે, તેમ આત્મા અને કર્મનો સંયોગ થાય છે.
અથવા તો બીજા દેખાતોને શોધવાની શું જરૂર છે. જેમ પ્રત્યક્ષથી ગ્રહણ કરાતા સ્થૂલ શરીર સાથે આત્માનો સંયોગ થયો છે (શરીર સાથે આત્માનો સંયોગ તો પ્રત્યક્ષ સિદ્ધ છે), તે જ રીતે કાર્પણ શરીર સાથે પણ આત્માનો સંયોગ સંગત થાય છે.
તાર્કિક (નૈયાયિક) વાદી એમ માને છે કે સ્થૂળ શરીર ધર્મઅધર્મને કારણે થાય છે. તેને અહીં પ્રશ્ન કરીએ છીએ – “હે તાર્કિક શિરોમણિ ! તે માનેલા ધર્મ-અધર્મ મૂર્ત છે કે અમૂર્ત ? જો મૂર્ત હોય, તો અમૂર્ત એવા આત્મા સાથે તેમનો સંયોગ શી રીતે થાય છે ? ગમે તે રીતે થાય છે, એમ કહો, તો કર્મ સાથે આત્માનો સંયોગ કેમ માનતા નથી ?
१३८
- મસિદ્ધઃशरीरेण साधु कथं तयोः संसर्गः ? तव मते मूर्तामूर्तयोः संसर्गाभावात् । न चासम्बद्धयोरपि तयोः स्थूलशरीरेण सह संसर्ग इति वाच्यम्, अतिप्रसङगात, यद्यमूर्तयोरपि तयोः स्थूलशरीरेण साकं संसर्ग इष्यते, तर्हि कार्मणशरीरेण साकं कथं विरोधमुद्भावयसि ?, नन्वेवं मास्तु स्थूलशरीरेणापि साकं संसर्गस्तयोरिति चेत् ? तर्हि स्थूलशरीरस्यात्मना साकं तु संसर्गो दूरोत्सारित एव, तथा च सति देवदत्तशरीरोपघातो यथा यज्ञदत्तस्य दुःखादिकं न जनयति, संसर्गाभावात, तद्वत्स्थलतन्वा
ધર્મ-અધર્મ અમૂર્ત છે એમ કહો, તો બાહ્ય સ્થૂલ શરીર સાથે તેમનો સંસર્ગ શી રીતે થાય છે ? કારણ કે તમારા મતના અનુસાર તો મૂર્ત અને અમૂર્તનો સંયોગ સંભવિત જ નથી.
પૂર્વપક્ષ :- ભલે તેમનો સંયોગ ન થાય. છતાં પણ તેઓ સ્થૂળ શરીર સાથે સંસર્ગ પામે છે.
ઉત્તરપક્ષ :- એમ માનતા તો અતિપ્રસંગ આવે. સંયોગ ન હોવા છતા પણ સંસર્ગ ઘટી શકતો હોય, તો વિશ્વની દરેક વસ્તુ સાથે સ્થૂળ શરીરનો સંસર્ગ છે એવું માનવાની આપત્તિ આવશે.
વળી જો અમૂર્ત એવા ધર્માઘર્મનો સ્થૂળ શરીર સાથેનો સંયોગ ઈષ્ટ હોય, તો કાશ્મણ શરીર સાથે આત્માનો જે સંયોગ છે, તેમાં તમે કેમ વિરોધનું ઉદ્ભાવન કરો છો ?
પૂર્વપક્ષ :- જવા દો, ધર્માધર્મનો સ્કૂલશરીર સાથે સંયોગ નથી, એમ અમે કહીશું.
ઉત્તરપક્ષ :- અદ્ભુત !!! તો પછી સ્થૂલ શરીરનો આત્મા સાથેનો સંયોગ તો નહીં જ ઘટી શકે. અને આ સ્થિતિમાં જેમ દેવદત્તના શરીરમાં થતા ઉપઘાત યજ્ઞદત્તને પીડા વગેરે કરતા નથી, કારણ કે તેના શરીર સાથે તેનો સંસર્ગ નથી. તેમ દેવદત્તના શરીરનો ઉપઘાત દેવદત્તને પણ પીડા વગેરે નહીં કરે. કારણ કે