________________
ર્મસિદ્ધિ: -
- ૨૭ द्रव्याभ्युपगमप्रसङ्गात्तदेवास्माकं कर्मेति । किञ्चातिरिक्तवासकाभ्युपगमेऽपि क्षणिकदर्शने वास्यकाले वासकस्याभावेन कुतो वासनासम्भवः ?, समेत्य स्थितयोः वास्यवासकयोः वासनाभावः सङ्गच्छते, पुष्पादितैलादीनां तथादर्शनात्, नासमेत्य स्थितयोः । अपि च वासकाद् वासना भिन्ना अभिन्ना वा ?, भिन्ना चेत् ? वासकस्य का संसर्गः घटादिवन्न कोऽपीत्यर्थः । घटादयोऽपि च कथं न वासयन्ति ज्ञानादिकम, संसर्गाતો તે ક્ષણો જ કહેવાશે. સંતાન નહીં. માટે સંતાનરૂપ જે ભિન્ન તત્વ માનશો, તે જ અમારા મતે કર્મ છે.
વળી તમે અતિરિક્ત એવું વાસક તત્વ માનો તો પણ તમારા ક્ષણિકવાદમાં જ્યારે વાસ્ય હાજર છે, ત્યારે વાસક ગેરહાજર છે. તો વાસના શી રીતે સંભવે ? અત્તર હોય ત્યારે રૂ ન હોય અને રૂ હોય ત્યારે અત્તર ન હોય, તો અત્તરનું પૂમડુ શી રીતે બની શકે ? એના જેવી તમારી પરિસ્થિતિ છે. વાસ્ય અને વાસક એક સાથે રહેલા હોય તો જ વાસનાપણું ઘટી શકે.કારણ કે પુષ્પ વગેરે રૂ૫ વાસક અને તેલ વગેરેરૂ૫ વાસ્ય એક સાથે હાજર હોય તો જ વાસના સંભવે છે, પુષ્પ વગેરે અને તેલ વગેરે અલગ અલગ સમયે હાજર હોય, તો વાસના થતી નથી, એવું દેખાય છે.
વળી વાસનાને કેવી માનશો ? વાસકથી ભિન્ન કે અભિન્ન ? જો ભિન્ન માનો, તો વાસકનો કયો સંસર્ગ થશે ? આશય એ છે કે જેમ ઘડા વગેરે વાસ્યથી ભિન્ન છે તો તેમનો તેની સાથે કોઈ સંબંધ નથી. તેમ વાસના પણ વાસકથી અત્યંત ભિન્ન હોવાથી વાસક સાથે તેનો કોઈ સંબંધ નહી રહે. તેથી વાસકથી વાસિત કરવાપણું પણ નહીં રહે, તેથી વાસ્તવમાં વાસના જ નહી ઘટે. - જો ભિન્ન હોવા છતાં પણ વાસિત કરવાની પ્રક્રિયા સંભવતી હોય, તો ઘડા વગેરે પણ જ્ઞાન વગેરેને કેમ વાસિત કરતા નથી ? કારણ કે સંબંધનો અભાવ તો બંને સ્થળે સમાનરૂપે જ રહેલો છે.
१२८
- - भावत्वाविशेषात् । एकक्षणवर्तित्वेन च वासनोत्पत्तेरनभ्युपगमे वासनाशून्यमन्यं कथं वासयति घटादिवत् । वासकाद् वासनाऽभिन्ना चेत् ? कथं तर्हि वासनीये वासनायाः सङ्क्रम: ?, वासनाया वासकानतिरिक्तत्वात् स्वरूपवत्, सङ्कमाभावे च वासकाद् न युक्ता वास्यस्य वासनेति । अथ दृष्टहानिभिया कथमपि वास्ये वासनासक्रमः स्वीक्रियते। एवं તેથી પૂર્વજ્ઞાનક્ષણ વાસક બની શકે, ઘડા વગેરે ન બની શકે, આવો ભેદ શી રીતે ઘટે ?
વળી વાસક અને વાસના બંને સમાન ક્ષણે હોય એવું તમે માનતા નથી, માટે વાસનાની ઉત્પત્તિ જ તમે સ્વીકારતા નથી. માટે પ્રત્યેક ક્ષણ વાસનારહિત જ છે. તો એવો ક્ષણ બીજા ક્ષણને શી રીતે વાસિત કરી શકે ? જેમ ઘડો વાસનાશૂન્ય હોવાથી બીજાને જ્ઞાનવાસનાથી વાસિત કરી શકતો નથી. તેમ તમે માનેલો વાસક પણ વાસનાશૂન્ય જ છે. તેથી તે પણ અન્યને વાસિત નહી કરી શકે.
હવે આ આપત્તિઓથી ગભરાઈને તમે એમ કહો, કે વાસના વાસક કરતા અભિન્ન છે, તો પછી જેને વાસિત કરવાનું છે તેમાં વાસનાનો સંક્રમ શી રીતે થઈ શકે ? કારણ કે વાસકથી અતિરિક્ત એવું વાસના જેવું તત્ત્વ જ નથી. જેમ વાસકનું સ્વરૂપ તેનાથી અભિન્ન છે, અને તેથી તેનો વાસ્યમાં સંક્રમ થઈ શકતો નથી. તેમ વાસના પણ વાસકથી અભિન્ન માની હોવાથી, તેનો સંક્રમ પણ સંભવિત નથી. આ રીતે સંક્રમના અભાવે વાસકથી વાસના ન થઈ શકે.
પૂર્વપક્ષ :- અરે, પણ જો બધી રીતે વાસનાની અનુપપત્તિ જ હોય, તો તો પ્રત્યક્ષબાધ આવશે. આશય એ છે કે ઉત્તરોત્તર જ્ઞાનક્ષણોમાં પૂર્વ પૂર્વ જ્ઞાનક્ષણોની વાસના હોય છે, એ તો પ્રતીતિસિદ્ધ જ છે. માટે વાસનાસંક્રમ શી રીતે થાય છે, એ આપણે ભલે ન