________________
११४
-મસિદ્ધિઃ
-~~ર્મસિદ્ધિ: - दृष्टस्यात्मगुणत्वमतः पारतन्त्र्यनिमित्तत्वमदृष्टस्य न भवितुमर्हति, प्रमाणप्रतीतं चात्मनः पारतन्त्र्यम्,तथा चानुमानम्, आत्मा कर्मपरतन्त्रः, हीनस्थानपरिग्रहवत्त्वात् मद्योडेकपारतन्त्र्याशुचिस्थानपरिग्रहवद्विशिष्टपुरुषवत् । हीनस्थानं हि शरीरमात्मनो दुःखहेतुत्वात् । न च देवशरीरे दुःखाभावाद् भागासिद्धोऽयं हेतुरिति वाच्यम्, तस्यापि च्यवनसमयेऽतिदुःखहेतुत्वप्रसिद्धेः। यदधीन आत्मा तदेव वाऽदृष्टसज्ञकं कर्मेति सिद्धं कर्मणः पौद्गलिकत्वमत्राप्यनुमानम्, तथा हि- पौद्गलिकं कर्मात्मनः पारतन्त्र्य
પ્રતિજ્ઞા :- નૈયાયિકસંમત કર્મ આત્માના પારતંગનું નિમિત્ત ન થઈ શકે.
હેતુ :- કારણ કે તે આત્માનો ધર્મ છે.
દષ્ટાન્ત :- ઘટના સ્વરૂપની જેમ. ઘટનું સ્વરૂપ એ ઘટનો ધર્મ છે, તો એ ઘટના પારdયનું નિમિત્ત ન બની શકે. તેમ કર્મ પણ જો આત્માનો ધર્મ હોય, તો એ આત્માના પરતંગનું નિમિત્ત ન બની શકે. વળી આત્માનું પાણતંગ તો પ્રમાણપતીત છે. તેનું અનુમાન આ પ્રકારે છે –
પ્રતિજ્ઞા :- આત્મા કર્મને પરતંત્ર છે. હેતુ :- કારણ કે તે હીન સ્થાનનો પરિગ્રહ કરે છે.
દષ્ટાત્ત :- જેમ કોઈ વિશિષ્ટ પુરુષ મદિરાના નશાથી પરતંત્ર થઈને કોઈ અશુચિ સ્થાને બેસવા-સુવાની ક્રિયા કરે. પ્રસ્તુતમાં હીનસ્થાન શરીર છે કારણ કે તે આત્માને દુ:ખનું કારણ બને છે.
પૂર્વપક્ષ :- દેવોને શરીર હોય છે. પણ તે દુઃખનું કારણ નથી થતું. માટે તમારો હેતુ ભાગાસિદ્ધ છે. આંશિકરૂપે અસિદ્ધ છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે ચ્યવનસમયે દેવોનું શરીર પણ અત્યંત દુઃખનું કારણ થાય છે. એ પ્રસિદ્ધ જ છે.
આત્મા જેને પરતંત્ર છે, તે જ “અદૃષ્ટ’ એવા નામવાળું કર્મ છે. માટે કર્મનું પૌદ્ગલિકપણું સિદ્ધ થાય છે. આ વિષયમાં પણ અનુમાન છે.
निमित्तत्वात् कारागारवत् । न च निगडादौ व्यभिचार इति वाच्यम्, तस्य पारतन्त्र्यस्वभावत्वात, यः खलु पारतन्त्र्यस्वभावः स न पारतन्त्र्यनिमित्तं भवितुमर्हतीति।
अत्र साङ्ख्या: प्रलपन्ति-सुष्ठूक्तमदृष्टमात्मगुणो न भवतीति प्रधानपरिणामत्वात्तस्य, तदुक्तं- “प्रधानपरिणामः शुक्लं कृष्णं च कर्म” इति । तद्गगनारविन्दवन्मनोरथमात्रम्, प्रधानाभावेन तत्परिणामत्वस्थासम्भवात् । तत्परिणामत्वेऽपि वात्मपारतन्त्र्यनिमित्तत्वाभावाद् न कर्मत्वं तस्यान्यथा घटादावप्यतिप्रसक्तिः। न च प्रधानपारतन्त्र्यनिमित्तत्वात्
પ્રતિજ્ઞા :- કર્મ પૌદ્ગલિક છે. હેતુ :- કારણ કે તે આત્માની પરતંત્રતાનું કારણ છે. દેખાત્ત :- જેલની જેમ. પૂર્વપક્ષ :- તમારો હેતુ બેડી વગેરેમાં વ્યભિચારી બને છે (?)
ઉત્તરપક્ષ :- ના, કારણ કે તે પારdય સ્વભાવવાળા છે. જે પારતંગના સ્વભાવવાળા હોય, એ પારતંગનું નિમિત ન જ હોય (?).
અહીં સાંખ્યો પ્રલાપ કરે છે –
પૂર્વપક્ષ (સાંખ્યો) :- ‘અદૃષ્ટ’ એ આત્માનો ગુણ નથી’ એ તમે એકદમ બરાબર કહ્યું, કારણ કે એ તો પ્રધાનનો પરિણામ છે = પ્રકૃતિનો એક પ્રકારનો વિકાર છે. અમારા શાસ્ત્રોમાં પણ કહ્યું છે - પ્રધાનના પરિણામરૂપ શુક્લ અને કૃષ્ણ એવું કર્મ હોય છે.
ઉત્તરપક્ષ :- આ વાત પણ આકાશકમળની જેમ મનોરથમાત્ર છે. કારણ કે પ્રધાન જ નથી. તેથી તેના પરિણામપણાનો સંભવ નથી. વળી જો પ્રકૃતિનો પરિણામ હોય, તો પણ તે કર્મ ન બની શકે. કારણ કે તે આત્માના પાતંત્ર્યનું નિમિત્ત નથી. કારણ કે આત્મા તો તમારે મતે નિત્યમુક્ત છે. જો આત્માના પારતંગનું નિમિત્ત ન હોવા છતાં પણ તેને ‘કર્મ’ માની શકાય, તો ઘટ વગેરેને પણ કર્મ માનવા પડશે.