________________
-~~ર્મસિદ્ધિઃ - न कार्यसिद्धिः ? मृत्पिण्डरूपोऽभावो नैकान्तेन तुच्छरूपः स्वरूपभावात् । यदि एवं तर्हि अभावस्य तुच्छरूपता कथमिति चेत् ? घटलक्षणं भावमाश्रित्य स्वभावस्य तुच्छरूपता बोध्या, मृत्पिण्डस्य तु घटजनकत्वानोक्तदोषावकाश इति चेत् ? न, भावाभावयोः विरोधात्, तथाहि- य एव मृत्पिण्डस्य स्वरूपभावः स एव घटस्वरूपस्याभावः कथं भवति ?, नासाद्यते कदापि यो भावः सोऽभावरूपताम्, नाप्यभावो भावरूपतां तयोः परस्परविरोधात् । अथ स्वरूपापेक्षया भावरूपता पररूपापेक्षयाऽभावरूपता, ततो न भावाभावयोभिन्ननिमित्तत्वेन कश्चित् विरोध इति चेत् ? तर्हि स्याद्वादकक्षाप्रवेशेन मुक्तः स्वसिद्धान्त इति । ननु मृत्पिण्डे घटरूपाभावो न परमार्थतः, किन्तु परिकल्पित एव, ततो કારણ કે તેનું સ્વરૂપ હોય છે.
શંકા :- તો પછી અભાવ તુચ્છરૂપ કેવી રીતે થશે ?
સમાધાન :- ઘટરૂપ ભાવને આશ્રીને સ્વભાવને તુચ્છરૂપ સમજવો. અર્થાત્ માટીનો પિંડ જ ઘટરૂપ ભાવની અપેક્ષાએ અભાવ છે. માટીનો પિંડ તો ઘટનો જનક છે, માટે ઉક્ત દોષનો અવકાશ નથી.
શંકા :- ના, એવું ન માની શકાય, કારણ કે ભાવ અને અભાવનો પરસ્પર વિરોધ છે. જે માટીના પિંડનો સ્વરૂપભાવ છે, તે ઘટસ્વરૂપનો અભાવ શી રીતે હોઈ શકે ? જે ભાવરૂપ હોય તે કદી અભાવરૂપ ન બની શકે અને જે અભાવરૂપ હોય તે કદી ભાવરૂપ ન બની શકે, કારણ કે ભાવ અને અભાવનો પરસ્પર વિરોધ છે.
સમાધાન :- સ્વરૂપની અપેક્ષાએ ભાવરૂપતા છે અને પરરૂપની અપેક્ષાએ અભાવરૂપતા છે. આમ ભાવ અને અભાવ ભિન્ન નિમિત્તથી છે, માટે તેમાં કોઈ વિરોધ નથી.
ઉત્તરપક્ષ :- શાબાશ, આ રીતે તમે સ્યાદ્વાદની કક્ષામાં પ્રવેશ કરીને પોતાનો સિદ્ધાન્ત મૂકી દીધો છે.
૮૮ -
- - नानेकान्तवादे प्रवेश इति चेत् ? ननु तर्हि सूत्रपिण्डादी घटप्रागभावाभावात् यथा न घटोत्पत्तिः तद्वत् मृत्पिण्डे घटप्रागभावाभावात् मृत्पिण्डात् कथं घटोत्पत्तिः ? अथ मृत्पिण्डादौ घटादिप्रागभावाभावेऽपि घटाद्युत्पत्तिरभ्युपगम्यते तर्हि खरशृङ्गमपि कथं नोत्पद्यते ? प्रागभावाभावत्वाविशेषात् । ततो न तुच्छेकस्वरूपस्वभावपक्षोऽपि क्षेमङ्कर इति । ननु भेकजटादेर्नोत्पत्तिप्रसङ्गः, अभावस्वरूपस्वभावस्य विचित्रस्वभावतास्वीकारादिति चेत् ? ननु कथमभावो विचित्रतास्वरूपः, यतो लोके घटपटादिभेदेन भावस्यैव विचित्रता दृष्टा, नाभावस्य, तुच्छरूपत्वेन
પૂર્વપક્ષ :- માટીના પિંડમાં ઘટરૂપનો જે અભાવ છે તે વાસ્તવિક નથી, પણ પરિકલ્પિત છે. માટે અનેકાંતવાદમાં પ્રવેશ થઈ જવાની આપત્તિ નહીં આવે.
ઉત્તરપક્ષ :- તો પછી જેમ સૂતરના પિંડ વગેરેમાં ઘટનો પ્રાગભાવનો અભાવ હોવાથી તેમાંથી ઘટની ઉત્પત્તિ નથી થતી, તેમ માટીના પિંડમાં પણ ઘટના પ્રાગભાવનો અભાવ છે, તેથી તેમાંથી પણ ઘટની ઉત્પત્તિ શી રીતે થશે ?
જો માટીના પિંડમાં ઘટનો પ્રાગભાવ ન હોવા છતાં પણ તેમાંથી ઘટની ઉત્પત્તિ થાય છે, એવું તમે માનો છો, તો માટીના પિંડમાંથી ગધેડાના શિંગડાની ઉત્પત્તિ કેમ માનતા નથી ? કારણ કે માટીના પિંડમાં સમાનપણે બંનેના પ્રાગભાવનો અભાવ રહેલો છે.
માટે સ્વભાવને તુચ્છએકસ્વરૂપ માનવો એ પણ ઉચિત નથી.
પૂર્વપક્ષ :- જુઓ, સ્વભાવ તો અભાવરૂપ જ છે. અને છતાં પણ દેડકાના જટાભાર વગેરેની ઉત્પત્તિ થવાની આપત્તિ નહીં આવે. કારણ કે અભાવસ્વરૂપ સ્વભાવ વિચિત્રસ્વભાવવાળો છે.
ઉત્તરપક્ષ :- અભાવ વિચિત્રતાસ્વરૂપ શી રીતે હોઈ શકે ? કારણ કે લોકમાં તો ઘટ, પટ વગેરેના ભેદથી ભાવની જ વિચિત્રતા