________________
कर्मसिद्धिः
अस्य ग्रन्थस्य परिशोधने प्रसिद्ध्यर्थं च पूज्यपादमुनिगुणगरिष्ठानां मुनिवर्याणां श्रीमन्मङ्गलविजयवराणां सत्प्रयासोऽपेक्षितः । तेषां सदुप देशेनैव सूर्यपुरनिवासि श्रेष्ठिवर्य- "मंच्छुभाई जीवनचन्द झवेरी” इत्ययमार्थिकसाहाय्यं दत्तवान् ।
जिनेन्द्रशासननभोनभोमणीनां तेषां सुशिष्यरत्नाभ्यां व्याख्यातृचूडामणिमुनिश्रीमद्रामविजयश्रीमज्जम्बूविजयवराभ्यामप्ययं ग्रन्थो दृग्गोचरीकृतो वर्तते । पुनरन्यकोविदवराणामपि नयनातिथित्वं गतोऽस्त्ययं પ્રન્ય
प्रान्तेऽस्यां कर्मसिद्धी मनुष्यसहजनिष्ठष्ठद्द्मस्थत्वाद्यनुभावतो मुद्रणस्वभावतो वा संशोधनेनाप्यवशिष्टानां स्खलितानामर्थे सुधीसहृदयसज्जनानामनुग्रहमेवापेक्ष्य इमां प्रस्तावनां समाप्तिं नयामि ।
આ ગ્રંથના સંશોધન અને પ્રકાશનમાં પૂજ્યપાદ મુનિગુણોથી શ્રેષ્ઠ એવા મુનિવર શ્રી મંગલવિજયજીએ અપેક્ષા મુજબ સુંદર પ્રયાસ કર્યો છે. તેમના સદુપદેશથી જ સુરતનિવાસી શ્રીમંછુભાઈ જીવણચન્દ ઝવેરીએ આર્થિક સહાય કરી છે.
જિનશાસનરૂપી ગગનમાં સૂર્યસમાન એવા તેમના બે સુશિષ્યરત્નો (૧) વ્યાખ્યાનકાર ચૂડામણિ મુનિ શ્રીરામવિજયજી (૨) શ્રી જંબૂવિજયજી છે. તેમણે પણ આ ગ્રંથનું અવલોકન કર્યુ છે. વળી અન્ય વિચક્ષણોએ પણ આ ગ્રંથનું નિરીક્ષણ કર્યું છે.
પ્રાન્તે મનુષ્યમાં સહજપણે રહેલા છદ્મસ્થપણાના કારણે કે મુદ્રણ સ્વભાવના કારણે સંશોધિત કરવા છતાં પણ કર્મસિદ્ધિમાં ભૂલો રહી ગઈ હોય, તેના માટે બુદ્ધિશાળી અને સંવેદનશીલ એવા સજ્જનોના અનુગ્રહની આશા રાખીને આ પ્રસ્તાવનાને સમાપ્ત કરું છું.
10
ધર્મસિદ્ધિ
पूज्यपादानुयोगस्रष्टृश्रीमत्प्रेमविजयगणिवरान्तिषदवतंसविद्वद्वर्यमुनिराजश्रीमज्जम्बूविजयचरणाम्भोजचञ्चरीकायमाणविनेयाणुः ।
- રક્ષિર્તાવનો મુનિ:।
પૂજ્યપાદ અનુયોગ સર્જનકાર શ્રીમદ્ પ્રેમવિજયજી ગણિવર્ય શિષ્યરત્ન વિદ્વર્ય મુનિરાજશ્રી જંબૂવિજયજીચરણકમળમાં ભ્રમર સમાન શિષ્યાણુમુનિશ્રી રક્ષિતવિજયજી