________________
*ર્મસિદ્ધિઃ
“ન ચ તત્વÉવૈધુર્ય, મુળત્તિરપીછ્યતે। स्थाल्यादिभङ्गभावेन यत्क्वचिन्नोपपद्यते ।।9 ।। " इति (શાસ્ત્રવાર્તાસમુયે ૨-૬૭) 'तत्कर्मवैधुर्ये' इति, उपभोक्तृकर्मवैधुर्ये इति मलयगिरिपादाः । दृष्टकारणानां तु सर्वत्रादृष्टव्यञ्जकत्वं बोध्यम् । एवं सुखदुःखादिकं प्रत्यदृष्टस्य जनकत्वं वाच्यम्। केवलानां पुरुषकारेश्वरस्वभावानामनभ्युपगमादेव निराकृतं निराकरिष्यमाणं च । यच्च अदृष्टवादे 'पुरुषाद् भिन्नमभिन्नं वा' इत्यादि दूषणमभ्यधायि तदपेशलम्, तृतीयस्योभयरूपस्य पक्षस्य स्वीकारादिति । किञ्च नियतिवादिनां शास्त्रोपदेशोऽप्यकिञ्चित्करः, तमन्तरेणापि सर्वसम्भवात् शुभाशुभफलप्रतिपादकशास्त्र
७५
કારણ કે થાળી વગેરે ભાજન ભાંગી જવાથી ક્યાંક પાકનો ઉપલંભ થતો નથી.’
તેના કર્મના વૈર્યથી એટલે ઉપભોક્તાના કર્મના વૈર્યથી એવું પૂજ્ય મલયગિરિસૂરિ મહારાજે વિવરણ કર્યું છે. અહીં સર્વત્ર પ્રત્યક્ષ દેખાતા કારણો કર્મના વ્યંજક છે, એમ જાણવું. આ રીતે સુખ-દુઃખ પ્રત્યે કર્મ કર્તા છે એ પણ (યુક્તિઓ સહિત) કહેવું જોઈએ.
પુરુષાર્થ વગેરે પ્રત્યેક તેમાં કારણ નથી. કેવલ એવા પુરુષાર્થ, ઈશ્વર, સ્વભાવ - એનું તો અમે અસ્તિત્વ જ માનતા નથી. માટે તેનાથી જ તેમના કર્તૃત્વનું નિરાકરણ થઈ ગયું છે. આગળ પણ તેનું નિરાકરણ કરશું.
કર્મવાદ પર જે દૂષણ કહ્યું હતું કે ‘કર્મ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન ?” તે કથન બરાબર નથી. કારણ કે અમે તો તૃતીય
ભેદાભેદ પક્ષ સ્વીકાર્યો છે. વળી નિયતિવાદીઓને તો શાસ્ત્રોપદેશ પક્ષ નકામો છે. કારણ કે તેમના મતે તો શાસ્ત્રોપદેશ વિના પણ બધુ સંભવિત છે. માટે તેઓએ કાંઈ પણ બોલવું ઉચિત નથી. વળી
ધર્મસિંધા
प्रतिपादितशुभाशुभक्रियाजनितफलाभावश्चेति । तद्धेतुकत्वान्तर्भावितनियमस्य नियतिप्रयोज्यत्वे तु सिद्धमदृष्टमितरहेतुना पारिभाषिककारणत्वप्रतिक्षेपस्याबाधकत्वादिति । एवमन्यभेदकमन्तरेण स्वभावस्यापि कार्यवैचित्र्यप्रयोजकत्वं नोपपद्यते, एकरूपत्वात्तस्य, स्वभावत एव युगपद्
શુભ-અશુભ ફળના પ્રતિપાદક એવા શાસ્ત્ર વડે પ્રતિપાદિત શુભઅશુભ ક્રિયા વડે જે ફળ ઈષ્ટ છે, તે ફળ પણ નહીં મળે એવી આપત્તિ આવશે. કારણકે ક્રિયાથી નહીં પણ નિયતિથી જ ફળ મળે છે, એવું તમે માન્યું છે.
પૂર્વપક્ષ :- તમે તો અમારા પર તૂટી જ પડો છો, જરા અમારું સાંભળો તો ખરા, ક્રિયા તો હેતુ છે. પણ ક્રિયારૂપી હેતુથી ફળ મળે જ એવો અહીં જે ‘જ'કાર છે, તેમાં પ્રયોજક નિયતિ છે. અર્થાત્ ક્રિયા ફળદાયક બને તેમાં અનેકાંત છે. નિયતિ તો એકાંતે ફળ આપે છે.
७६
ઉત્તરપક્ષ :- તેનો અર્થ એ જ છે કે ફળ ક્રિયાથી મળ્યું = ફળનો હેતુ ક્રિયા છે. પણ ફળપ્રાપ્તિના નિયમ (એકાંત)નો પ્રયોજક નિયતિ છે. આ રીતે નિયતિ નિયમનો હેતુ બને છે. માટે તે એક પ્રકારનું પારિભાષિક કારણ છે. ક્રિયા હેતુ હોવા છતાં પણ પારિભાષિક કારણ એવી નિયતિનો પ્રતિક્ષેપ કરી શકતી નથી. એમ તમે માનો છો. તો તે જ રીતે કર્મ પણ જે રીતે પારિભાષિક કારણ છે તે અમે દર્શાવ્યું જ છે. માટે અન્ય હેતુઓનો પ્રતિક્ષેપ તેની હેતુતાનો બાઘ ન કરી શકે. સ્વભાવવાદ નિરાકરણ
વળી જો કોઈ અન્ય ભેદક ન હોય, તો સ્વભાવ પણ કાર્યના વૈચિત્ર્યનો પ્રયોજક ન બની શકે. કારણ કે એકરૂપવાળા સ્વભાવથી અનેકરૂપવાળી વસ્તુઓનું સર્જન ન થઈ શકે. વળી એકરૂપ સ્વભાવથી એકસાથે જ બધાનો ઉત્પાદ થવાની આપત્તિ પણ આવે છે.