________________
- મસિદ્ધ:
-~~ર્મસિદ્ધિ – कर्मसन्तानस्यानादित्वेन न कर्मकारणापेक्षा वैयग्र्यम्, विभिन्नविभिन्नकार्यजनकविचित्रशक्तियोगात् भोग्यमपि विचित्रम्, कर्मवैचित्र्यानभ्युपगमे चित्रभोगस्याप्यनुपपत्तेः। नैयायिकादिभिरपि क्वचिदुद्भूतरूपमेव क्वचिच्चानुद्भूतरूपमेव, परमाणुसाद्भूतानां च शाल्यादिबीजानां शाल्य
કર્મને ફળ આપવા માટે સ્થિતિની અપેક્ષા છે. તેથી છેવટે તો કાળ જ કારણ ઠરે છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે કર્મનો વિપાક કાળ એ કર્મની અવસ્થાવિશેષરૂપ છે. માટે કાળની નહીં પણ કર્મની જ કારણતા સિદ્ધ થશે.
પૂર્વપક્ષ :- ઠીક છે, ભલે વિશ્વની વિચિત્રતા કર્મથી થતી હોય, પણ કર્મને પોતાની ઉત્પત્તિમાં પણ કોઈ કારણ જોઈશે ને ? એ બિયારું પોતાના કારણની અપેક્ષા રાખીને બેઠું રહેશે, તેથી વિશ્વની વિચિત્રતાનું સર્જન નહીં કરી શકે. પોતાના કારણની કૃપાથી સર્જન કરશે, તો ય સર્વોપરિતા તો તેના કારણની જ સિદ્ધ થશે. બોલો હવે તમે શું કહો છો ?
ઉત્તરપક્ષ :- કર્મનું કારણ કોઈ બીજી વસ્તુ નથી. જીવ પોતે જ કર્મ કરે છે. તેમાં પણ પૂર્વકૃત કર્મ કારણ હોય છે. વળી કર્મની પરંપરા અનાદિ છે. માટે પહેલું કર્મ કોણે કર્યું ? એવો પ્રશ્ન પણ રહેતો નથી.
વિભિન્ન વિભિન્ન એવા કાર્યોને ઉત્પન્ન કરનારી વિચિત્ર શક્તિના યોગથી ભોગ્ય પણ વિચિત્ર હોય છે. કારણ કે જે કર્મની વિચિત્રતા ન માનીએ તો વિચિત્ર ભોગ પણ ઘટે નહીં.
તૈયાયિકોએ પણ માન્યું છે કે કોઈક વસ્તુમાં ઉદ્ભૂત (પ્રગટ) રૂપ જ હોય છે. કોઈકમાં અનુભૂત (અપ્રગટ) રૂપ જ હોય છે. ચોખા વગેરેના બીજ પરમાણુઓમાં રૂપાંતરિત થઈ જાય એટલે
कुरजनकत्वमेवेति नियमेऽदृष्टस्यैवाङ्गीकृतत्वेन सर्वत्र तद्धेतुत्वस्यौचित्यात् तस्मान नियत्यादिकं विश्ववैचित्र्यजनकम् ।
કુમ્ - "चित्रं भोग्यं तथा चित्रात्कर्मणोऽहेतुतान्यथा। તથ યહ્મવિત્રત્વે નિત્યાને પુરા પા” ર્તિા
(શાસ્ત્રવાર્તાસમુચ્ચયે ૨-૬૮) किञ्च भो नियतिवादिन् ! तवाभिमता नियतिः नियतरूपा अनियतरूपा वा ?, नियतरूपा चेत् ? नियतिजन्यत्वेनाभिमतानां कार्याणां समानता स्यात्, नियतेरेकरूपत्वेनाभ्युपगमात्, न कारणभेदमन्तरेण कार्यभेदो भवतीति । अनियतरूपा चेत् ? 'घटो यदि पटजनकान्यूनातिरिक्तચોખાના અંકુરને જ ઉત્પન્ન કરે છે, આવો જે નિયમ છે, તેમાં કર્મ જ કારણ છે.
આ રીતે સર્વત્ર કર્મને જ કારણ માનવું ઉચિત છે. માટે વિશ્વની વિચિત્રતાનું જનક નિયતિ વગેરે નથી. કહ્યું પણ છે – વિચિત્ર એવું ભોગ્ય વિચિત્ર એવા કર્મથી જ સંભવી શકે. અન્યથા તો પોતાને અનુરૂપ કારણ ન હોવાથી તે વિખિ ભોગ્ય નિર્દેતુક-આકસ્મિક થઈ જાય એવી આપત્તિ આવશે. નિયતિ વગેરે વિચિત્ર નથી, તેથી તેનાથી ભોગ્યની વિચિત્રતા ઘટતી નથી. વળી હે નિયતિવાદી ! તને માન્ય નિયતિ નિયતરૂપ છે ? કે અનિયતરૂ૫ છે ? જો નિયતરૂપ છે, તો જે કાર્યોને તમે નિયતિથી થયેલા માનો છો,તે બધા સમાન થઈ જશે, કારણ કે તમે નિયતિને એકરૂપ માની છે. કારણભેદ વિના તો કાર્યભેદ ન થઈ શકે, માટે એકરૂપ નિયતિથી એકરૂપ કાર્યોનું જ ઉત્પાદન થઈ શકશે.
જો નિયતિને અનિયતરૂપ માનશો તો અહીં એક ન્યાય લાગશે - ‘પટને ઉત્પન્ન કરનારા જે કારણો છે બરાબર તે જ કારણોથી ઘટ