________________
-~ ર્મસિદિ: –
अपि चैकजातीयदुग्धपानादौ कथं पुरुषभेदेन सुखदुःखादिभेदः, न च क्वचिद्दग्धादेः कर्कट्यादिवत् पित्ताधुबोधकत्वेन तद्भेदसिद्धिरिति वक्तव्यम्, सर्वत्र तदापत्तेः । ननु यथा भेषजं कस्यचिद्व्याधिमपनयति, कस्यचिन्न, कस्यचिद्विपरीतमपि जनयति, तद्वदनापीति चेत् ? न, दुग्धपानादेः तृप्तिमत्त्वेन साक्षात् सुखादितौल्यात्, उत्तरकालं तु धातुवैषम्यात् न तथा एवमेव कर्कट्यादिष्वपि साक्षात् तृप्तिमत्त्वेन सुखादितौल्यं જેનું નામ કર્મ છે.”
વળી એક જ જાતનું દૂધ પીવું વગેરેમાં વ્યક્તિ ભેદે સુખ-દુ:ખ વગેરેનો ભેદ કેવી રીતે થઈ શકે ? કોઈને દૂધ પીવાથી લાભ થાય, આરોગ્ય મળે, કોઈને દૂધ પીવાથી તબિયત બગડે આવું શી રીતે થાય ? માટે આવી સુખ-દુઃખની વિચિત્રતામાં કર્મને જ કારણ માનવું જોઈએ.
પૂર્વપક્ષ :- આટલા નાના પ્રશ્ન માટે અદષ્ટની કલાના કરવાની શું જરૂર છે ? જુઓ જેમ કાકડી વગેરે અમુક પ્રકારના ખાધ પદાર્થોથી પિત્ત વગેરેનો પ્રકોપ થાય છે, તેમ કોઈ કોઈ વ્યક્તિને દૂધથી પણ તેવું થશે. આ રીતે દુગ્ધપાનથી જે સુખ-દુ:ખનો ભેદ થાય છે તેની સિદ્ધિ થઈ જશે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે તમે કર્મ જેવું કોઈ પ્રયોજક તત્વ ન માનો, અને માત્ર દુગ્ધપાનથી જ પિતાદિપ્રકોપરૂપ ફળ થાય છે. તેવું માનો તો જે જે વ્યક્તિ દુગ્ધપાન કરે તે બધાને એક સરખી રીતે પિતાદિપ્રકોપ થવો જોઈએ. એવું માનવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- અરે ભાઈ, તમે નાહકની મથામણ કરો છો, જેમ કોઈનો રોગ દવાથી જતો રહે છે, કોઈનો નથી જતો, કોઈને વિપરીત પણ કરે છે, તે જ રીતે અહીં પણ સમજવું. એટલે કોઈ આપત્તિ નહી રહે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે જેમ, દુગ્ધપાનથી તૃપ્તિ થતી
સિદ્ધઃस्यादेव, ततः पित्ताधुबोधकधातुवैषम्याभावविशिष्ट-दुग्धपानत्वादिना सुखादिहेतुत्वकल्पनापेक्षयाऽदृष्टप्रयोज्यजात्यवच्छिन्नं प्रत्येव दुग्धपानादेर्हेतुत्वेन लाघवमिति । नन्वदृष्टमन्तरेणाभ्रविकाराणां स्वभावतो विचित्रतोपलभ्यते, तद्वत्सुखादिवैचित्र्यमपि स्वभावतो भविष्यतीति चेत् ? न, स्वभावस्यैव निराकरिष्यमाणत्वात्। किञ्च पुद्गलमयत्वे समानेऽपि जीवयुक्तत्वरूपविशेषकारणसद्भावे च प्रत्यक्षेण दृश्यमानस्थूलतनोः किं विचित्रता હોવાથી તે સમયે તો તે સુખાદિરૂપ જ છે. પછી ધાતુની વિષમતાથી તે તેવું થતું નથી. તે જ રીતે કાકડી વગેરે પણ તે સમયે તો સુખાદિરૂપ થવું જ જોઈએ.
પણ તેવું તો નથી. માટે તમારે એવું કહેવું પડશે કે પિત્તાદિનો પ્રકોપ કરે એવા ઘાતુવૈષમ્યના અભાવથી વિશિષ્ટ એવું જે દુગ્ધપાન વગેરે છે, તે સુખાદિનું હેતુ છે. પણ આવું કહેવામાં કારણ બહુ લાંબુ થાય છે = હેતુના નિર્વચનમાં શરીરકૃત ગૌરવ થાય છે.
માટે એવું લંબાણ કરવાના બદલે એમ જ કહેવું પડશે કે જે અદૃષ્ટથી પ્રયોજ્ય એવી જાતિથી અવિચ્છન્ન હોય, અર્થાત્ કર્મ દ્વારા થતા સુખ-દુ:ખપણારૂપ જાતિથી યુક્ત જે (સુખાદિ) હોય તેના પ્રત્યે જ દુગ્ધપાનાદિ હેતુ છે. આ રીતે હેતુનું નિર્વચન કરવાથી જ લાઘવ થશે.
પૂર્વપક્ષ :- જુઓ, વાદળાઓમાં કેટકેટલા વિકારો થાય છે. તેમાં કર્મ નહીં પણ સ્વભાવ જ કારણ હોય છે. તે જ રીતે સુખાદિનું વૈચિય પણ સ્વભાવથી જ હોઈ શકે ને ?
ઉત્તરપક્ષ :- ના, કારણ કે અમે આગળ સ્વભાવનું જ નિરાકરણ કરવાના છીએ. વળી, અમે તમને એક પ્રશ્ન કરીએ છીએ. આપણને જે કાંઈ પણ દેખાય છે તે પુદ્ગલમય છે. અર્થાત્ દશ્યમાન બધી જ વસ્તુમાં પુદ્ગલમયપણું તો સમાનરૂપે રહેલું જ છે. તે બધી વસ્તુઓમાંથી હવે માત્ર જીવોના શરીરોની વાત કરીએ. તે પુલમય પણ છે અને