________________
अथ श्रीहरिहरोपाध्यायनिर्मित
भर्तृहरिनिर्वेदम्।
પ્રથમોડ: शैत्यायादृत्य मूर्जा रजनिकरकला जाह्नवी चोपनीता, यत्राङ्गोत्तापभीता पदमपि न जटाजूटतोऽधः प्रपेदे। प्राणान्हातुं निपीतं विषमपि हृदयं नाविशद्दाहभीत्या, शम्भोः सत्या वियोगं तमपि शमितवत्यस्तु शान्तिः शिवाय ।।१।।
– વૈરાગ્યોપવિષદ્ - શિવપુરાણ વગેરે જૈનેતર ગ્રંથોમાં ઉપલબ્ધ થતા શંકરના ચઢિમાં એક પ્રસંગ આવે છે. પાર્વતીના પૂર્વભવમાં તે ‘સતી’ નામની શંકરની પત્ની હતી. તેના પિતા દક્ષ પ્રજાપતિએ પોતાના યજ્ઞમાં શંકરને આમંત્રણ ન આપ્યું. તથા શંકરની અવજ્ઞા અને નિંદા કરી. તેના આઘાતથી સતીએ અગ્નિપ્રવેશ કરીને મૃત્યુ સ્વીકારી લીધું. શંકર વિરહાગ્નિથી વ્યથિત થઈ ગયાં. આ પ્રસંગ સાથે પ્રસ્તુતમાં શાન્તરસને કલાત્મકરૂપે જોડી દીધો છે
જેના માથે ચન્દ્રકળા છે. તે જાણે વિરહાગ્નિથી થતી સંતાપની પીડાનો પ્રતિકાર કરવા- ઠંડક માટે છે. આમ છતાં તાપ દૂર ન થયો એટલે તેમના માટે ગંગાને ઉતારવામાં આવી. પણ ગંગા તેમની જટાથી એક પગલુ પણ નીચે ન ઉતરી. કારણ કે ગંગાને તેમના અંગના સંગથી સંતાપ થવાનો ભય લાગ્યો હતો. અરે, આ વિરહાગ્નિથી १. अयं हरिहरोपाध्यायो मिथिलादेशे कदा समुत्पन्न इति न निश्चीयते. एतत्प्रणीतस्यास्य भर्तृहरिनिवेदनाम्नो नाटकस्यैकं शुद्ध पुस्तकं मिथिलाक्षरसमुल्लसितस्य कस्यचन पुस्तकस्य प्रतिरूपकं बाबूश्रीदेकरदेश्वरसिंहाज्ञया मैथिलपण्डितश्रीचेतनावशर्मभिः प्रहितमस्ति, तदाधयेणैतन्मुद्रणमकारि, हरिहरोपाध्यायप्रणीतमेकं सुभाषितमपि मिथिलायां समुपलभ्यते ।
- ભર્તુહરિનિર્વેર્ છે .
(નાન્ડને धार:- अलमतिविस्तरेण । भो भोस्त्रिभुवनतरु(प्रभृति)बीजभूतस्य भगवतः भूतपतेभैरवेश्वरस्य यात्रायां सुलभाः सामाजिकाः । श्रीहरिहरप्रणीतेन भर्तृहरिनिर्वेदनाम्ना शान्तरसप्रधानेन नाटकेन तानुपासितुमीहामहे । तत्रभवन्तः सावधाना भवन्तु। यतः
श्रृङ्गारादिरनेकजन्ममरणश्रेणीसमासादितैरेणीदृक्प्रमुखैः स्वदीपकसखैरालम्बनैरर्जितः।
- વૈરાગ્યોપનિષદ્ - ત્રાસીને શંકરે પ્રાણોનો ત્યાગ કરવા માટે ઝેર પણ પી લીધું. પણ ઝેરને પણ લાગ્યું કે જો હૃદય સુધી પહોંચીશ તો શંકરના હૃદયના દાહની પીડા ભોગવવી પડશે. તેથી ભય પામીને ઝેર પણ ગળામાં જ અટકી ગયું.
સતીના વિયોગથી શંકરના હૃદયને આટલો બધો સંતાપ થયો હતો, તે સંતાપને પણ શાન્તિએ (શાંતરસે) શમાવી દીધો. એ શાન્તિ કલ્યાણ માટે થાઓ.
(નાદીને તે) સૂત્રધાર :- ઘણા વિસ્તારથી સર્યું. જે ત્રણ લોકરૂપી વૃક્ષ વગેરેના બીજ છે એવા ભૂતપતિ, ભૈરવેશ્વર = શંકર ભગવાનની યાત્રામાં તો સમાજના લોકો સુલભ જ છે. તીર્થયાત્રા કરનારાઓનો અહીં કોઈ તોટો નથી. માટે અમે તો વૈરાગ્ય દ્વારા પ્રભુની ભાવયાત્રા કરવા માંગીએ છીએ. નાટકનું નામ છે ભર્તુહરિનિર્વેદ. જેના કર્તા છે શ્રી હરિહરોપાધ્યાય. આ નાટકમાં શાન્તરસનું સામ્રાજ્ય છવાયેલું છે. તેના દ્વારા જ અમે પ્રભુની ઉપાસના કરવા ઈચ્છીએ છીએ. કારણ કે –
શૃંગાર વગેરે રસો તો અનેક જન્મ-મરણોની શ્રેણિમાં પ્રાપ્ત થાય છે. સ્ત્રી વગેરે વ્યક્તિઓ શૃંગારાદિ રસને પ્રદીપ્ત કરે છે.