________________
५८
પૂર્વપ્રકાશન અંગે તથા નવીનસંસ્કરણ અંગે :
‘વસંતવિલાસ'મહાકાવ્યની પ્રથમવૃત્તિ સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરાથી ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝના ક્રમાંક-૭ તરીકે ઈ. સ. ૧૯૧૭માં પ્રકાશિત થયેલ છે. આજથી ૯૨ ૯૩ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલી એ પ્રથમવૃત્તિની નકલ જ્યારે હાથમાં આવી ત્યારે અત્યંત જીર્ણ થયેલી જોવામાં આવી. પાના ઉથલાવતાં પણ ફાટી જાય તેમ છે. તેથી થયું કે આ મહાકાવ્યનું નવીનસંસ્કરણ તૈયાર થઈ જાય તો ભવિષ્યમાં આવા શ્રેષ્ઠ મહાપુરુષનું ચરિત્ર અનેક ઇતિહાસપ્રેમીઓને વાંચવામાં ઉપયોગી થશે. એ ભાવનાથી મારા અલ્પ ક્ષયોપશમાનુસાર આ પ્રયત્ન કર્યો છે. પ્રથમવૃત્તિમાં ચાર પૃષ્ઠનું શુદ્ધિકરણ આપેલું છે તે મુજબ આમાં શુદ્ધિકરણ કરેલ છે અને તે સિવાય પણ રહી ગયેલી અશુદ્ધિઓ જે જણાઈ તેનું શુદ્ધિકરણ કરેલું છે. આમ છતાં દૃષ્ટિદોષથી કે અનાભોગથી પ્રૂફવાચનની નવી ભૂલો રહી ગઈ હોય તો મિચ્છા મિ દુક્કડ આપું છું અને વાચકવર્ગ સુધારીને વાંચે એવી ખાસ ભલામણ કરું છું.
વળી પ્રથમવૃત્તિનું સંપાદન ડૉ. ચમનલાલ ડી. દલાલે કર્યું છે તે આવૃત્તિમાં તેમણે INTRODUCTION અંગ્રેજીમાં આપેલ છે તેનું પ્રૂફવાચન અશ્વિનભાઈએ કરી આપેલ છે તે આ નવીનસંસ્કરણમાં અમે આપ્યું છે, તેમજ જૈનયુગની ફાઈલ વર્ષ ૧૯૮૩ ભાદરવા-આસોનો અંક અને વર્ષ ૧૯૮૪ કારતક મહિનાના અંકમાં તેનું ગુજરાતી ભાષાંતર ચંદુલાલ એસ. શાહે કરેલ છે એ બંને વર્ષની ફાઈલમાંથી ‘બાલચંદ્રસૂરિનું વસંતવિલાસમહાકાવ્ય” આ શીર્ષક હેઠળના લેખની ઝેરોક્ષ કૉપી લાલભાઈદલપતભાઈ વિદ્યામંદિર'ના જ્ઞાનભંડારમાંથી જિતેન્દ્રભાઈબી. શાહ દ્વારા અમને મળેલ છે, તેથી આ નવીનસંસ્કરણમાં અમે પ્રાસ્તાવિક લખાણ તરીકે આપી શક્યા છીએ. આ સિવાય પ્રથમવૃત્તિમાં APPENDIX 1. રીંગણેશ્વરસૂરિવૃત્તપ્રવOોશાન્તત: શ્રીવાસ્તુપાત્રપ્રવન્ય આપેલ છે તે અમે પણ આ ગ્રંથમાં પ્રથમ પરિશિષ્ટ તરીકે આપેલ છે. ત્યારપછી દ્વિતીય પરિશિષ્ટ તરીકે અમે પ્રમભૂતિપ્રવન્દન્તિામષાન્તતઃ શ્રીવાસ્તુપતિતેનપત્રિવિશ્વ: આપેલ છે. ગ્રંથગત શ્લોકોનો અકારાદિક્રમ અમે તૈયાર કરીને ત્રીજા પરિશિષ્ટમાં આપેલ છે તેમજ INDEX OF HISTORICAL NAMES IN THE VASANTAVILASA તથા INDEX OF GEOGRAPHICAL NAMES IN THE VASANTAVILASA આ બંને અમે તિહાસિક અને ભૌત્તિ નામના ચોથા અને પાંચમાં પરિશિષ્ટમાં આપેલ છે. છઠ્ઠા પરિશિષ્ટમાં શ્રીવાસ્તુપાનમૂવતઃ-વસ્તુપાલરચિત અલગ અલગ ગ્રંથોમાંથી મળેલી સૂક્તિઓ અમે આપેલ છે. આ રીતે કુલ છ પરિશિષ્ટો સાથે આ નવીનસંસ્કરણ તૈયાર કરેલ છે. સંપાદકીય લખાણમાં કથાવસ્તુસાર” 'महामात्य वस्तुपालका साहित्यमण्डल'-लेखक डॉ० भोगीलाल ज० सांडेसरा ना हिंदी આવૃત્તિની પુસ્તકમાંથી ગુજરાતી અવતરણ કરીને સાભાર આપેલ છે. આ પુસ્તક પણ જીર્ણપ્રાયઃ કોબા કૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે. “વસ્તુપાલના મૃત્યુ અંગેની તિથિ એમાં ५. धर्मना सद्बोधनामना दूते वस्तुपालने आ प्रमाणे सूचना करी-"इस दूतने वस्तुपाल को सूचना दी कि धर्मने उसे शत्रुञ्जयगिरि पर विक्रम संवत् १२९६ माघ सुदी ५ रविवार को पहुँचने का आदेश किया
[महामात्यवस्तुपाल का साहित्यमण्डल-पृ० १३८]
bsnta-t.pm5 3rd proof