SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ५७ (પાર્વતી) જેમ વ્હાલી સ્ત્રી છે તેમ તને ગૌરી-ગૌર અંગવાળી વ્હાલી સ્ત્રી છે. જેમ શિવમાં વૃષને-નંદીને ઘણો આદર, છે તેમ તારામાં વૃષનો-ધર્મનો આદર છે. જેમ શિવ ભૂતિ-ભસ્મથી યુક્ત છે, તેમ તું પણ ભૂતિ-સમૃદ્ધિથી યુક્ત છે. જેમ શિવ ગુણથી શોભે છે તેમ તું પણ ગુણથી શોભે છે. જેમ શિવને શુભ ગણ છે તેમ તને શુભ ગણ સેવકો છે. વધારે શું કહેવું? ઈશ્વર શિવની કલાથી યુક્ત એવા તારા માટે બાલચન્દ્રને ઉચ્ચ પદ આપવાનું (શિવપક્ષે-ભાલDલ ઉપર સ્થાન આપવાનું) યોગ્ય છે. તારાથી બીજો કોણ સમર્થ છે ? આ કહેનાર ‘બાલચંદ્ર' કવિને તેમની આચાર્યપદ સ્થાપનામાં વસ્તુપાલે એક હજાર દ્રમ્સ ખ. બાલચંદ્રસૂરિએ “કરુણાવજાયુધ” નામનું પાંચ અંકોવાળું નાટક પણ રચ્યું છે. વસ્તુપાલની એક સંઘયાત્રા વખતે શત્રુંજયમાં યાત્રાળુઓના વિનાદાથે આદિનાથ પ્રભુના મંદિરમાં આ નાટક ભજવાયું હતું. આ ઉપરાંત બાલચંદ્રસૂરિએ આસડકવિકૃત “વિવેકમંજરી' તથા “ઉપદેશકંદલી’ નામના ગ્રંથો ઉપર ટીકાઓ લખી છે. ‘વસંતવિલાસ' કવિની અંતિમ કતિ છે. અને તે વસ્તુપાલના મૃત્યુ પછી લખાઈ હતી. કારણ કે તેમાં વસ્તુપાલના સ્વર્ગગમનનું વર્ણન છે. વસ્તુપાલનું મરણ સં. ૧૨૯માં થયું હતું. આ કાવ્યની રચના વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહના મનોવિનોદ માટે કરવામાં આવી હતી. જૈત્રસિંહને પોતાના પિતાના જીવનકાળમાં જ સં. ૧૨૭૯માં ખંભાતના ગવર્નર બનાવવામાં આવ્યા હતા ત્યારે તેમનું આયુષ્ય ૨૫ વર્ષ લગભગ રહ્યું હશે અને વસ્તુપાલના મૃત્યુ સમયે તેમનું આયુષ્ય ૪૨-૪૩ વર્ષ રહ્યું હશે. જો તે ૮૦ વર્ષનું આયુ પૂરું કરી મૃત્યુ પામ્યા હતા તો તેમનું મરણ સં. ૧૩૩૩-૩૪ લગભગ થયું હશે. આ કાવ્યની રચના જૈત્રસિંહના જીવનકાળમાં જ થઈ ગઈ હતી એટલે તેની રચનાનો સમય સં. ૧૨૯૬થી સં. ૧૩૩૪ વચ્ચેનો મનાવો જોઈએ. પૂ. આચાર્ય બાલચન્દ્રસૂરિ માટે અપરાજિત કવિએ નીચે પ્રમાણે કહ્યું છે– वाग्वल्लीदलदस्यवः कति न वा सन्त्याखुतुल्योपमाः सत्योल्लेखमुषः स्वकोष्ठपिठरीसम्पूर्तिधावद्धियः । सोऽन्यः कोऽपि विदर्भरीतिबलवान बालेन्दसरिः परो यस्य स्वर्गिपुरोहितोऽपि न गिरां पौरोगवस्तादृशः ॥ [માનતઃ] સમરાદિત્યસંક્ષેપમાં પણ પૂજ્યઆચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજે નીચે પ્રમાણે કહ્યું છે– बहुप्रबन्धकर्तुः श्रीबालचन्द्रस्य का स्तुतिः । मन्त्रीशवस्तुपालेन यः स्तुतः कवितागुणात् ॥ [પ્રદ્યુમ્નસૂરિતસમરહિત્યસંક્ષેપ:] bsnta-t.pm5 3rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy