________________
५०
વિશ્રામસ્થાનો, કુવાઓ અને તળાવો વગેરે સાર્વજનિક કામોની સંખ્યા ગણી શકાય તેવી નથી.૧ તીર્થકલ્પમાં એમ કહ્યું છે કે તેમનાં આ સાર્વજનિક કામો-દક્ષિણે શ્રીશૈલ, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી અને પૂર્વમાં બનારસ સુધી હતાં. તેઓના ઉત્સાહ અને સત્તા જોતાં આ વાત ખોટી લાગતી નથી. છતાં તેઓએ પોતાનું અઢળક ધન વાપરવા માટે શત્રુંજય, ગિરનાર અને આબુપર્વત ખાસ પસંદ કર્યા હતાં. અહીં તેઓએ દેવોના વિમાન સાથે હરિફાઈ કરે તેવાં ભવ્ય મંદિરો બંધાવ્યાં. તેઓએ શત્રુંજય ઉપર અઢાર કરોડ નેવું લાખ ખર્ચ્યા, ગિરનાર ઉપર બાર કરોડ એંસી લાખ અને આબુ ઉપર બાર કરોડ ત્રેપન લાખ ખર્ચ્યા. એમ કહેવાય છે કે—તેઓએ કુલ ત્રણસો ક્રોડ અને ચૌદ લાખ સાર્વજનિક કાર્યોમાં ખર્ચ્યા. તે કાર્યોની કેટલીક વિસ્તારથી હકીકત-નોંધ આ પુસ્તકની ટિપ્પણી છેવટે આપી છે તેમાંથી મળશે. અનુવાદ : ચંદુલાલ એસ. શાહ, બી.એ.એ.એક્.બી.
હસ્તપ્રત અંગેની વિગત :- આ ‘વંસતવિલાસ’મહાકાવ્યનું સંપાદન જે હ.પ્રત ઉપરથી કર્યું છે તે હ.પ્રત સંવત ૧૪૮૫૨ (૧૪૨૯ ઈ.સ.)ની છે. તે હ.પ્રતમાં ૨૪ પેજ છે. તે હ.પ્રતની કૉપી પાટણના વાડીપાર્શ્વનાથભંડારની તાડપત્રીય પ્રત ઉપરથી કરવામાં આવેલ છે, તે પ્રત ઘણી પ્રાચીન છે, પરંતુ અત્યંત જીર્ણ થઈ ગયેલી છે. એ ઓરીજીનલ પ્રતમાં ૯મા સર્ગ પછી ૬ શ્લોકોની શાહીના અક્ષરો ઊડી ગયા હોવાથી વાંચી શકાતાં નથી (તેથી ૯મા સર્ગ પછી અંતનો શ્લોક તથા ૧૦મા સર્ગના ૧થી ૪ શ્લોક હ.પ્રતમાં નથી અને ૧૦મા સર્ગનો ૫મો શ્લોક પણ ત્રુટક છે.) ઓરીજીનલ પ્રતમાં અશુદ્ધિઓ ઘણી રહેલી છે. વચ્ચે વચ્ચે ત્રુટક શ્લોકો છે અને લહીયાએ લખવામાં ભૂલો પણ ઘણી કરી છે.
આ ‘વસંતવિલાસ’મહાકાવ્ય વસ્તુપાલના સમકાલીન પૂ.આ.બાલચંદ્રસૂરિમહારાજે રચેલું હોવાથી આ ગ્રંથમાંથી ઇતિહાસ અંગેની માહિતી અંગે સંદેહ કરવાનો અવકાશ જણાતો નથી, તેથી ઇતિહાસપ્રેમીવર્ગને આ ગ્રંથમાંથી ઐતિહાસિકમાહિતી નિઃસંદેહ જાણવા મળે એ ભાવનાથી પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત કરેલ છે.
.
यः स्वीयमातृपितृपुत्रकलत्रबन्धुपुण्यादिपुण्यजनये जनयाञ्चकार । सद्दर्शनव्रजविकासकृते च धर्मस्थानावलीवलयिनीमवनीमशेषाम् ॥
[નરનારાયખાનન્દ્ર સર્યા ૬ શ્તો-રૂ૭] तेन भ्रातृयुगेन या प्रतिपुरग्रामाध्वशैलस्थलं, वापीकूपनिपानकाननसरःप्रासादसत्रादिकम् । धर्मस्थानपरम्परा नवतरा चक्रेऽथ जीर्णोद्धृता, तत्सङ्ख्यापि न बुध्यते यदि परं तद्वेदिनी मेदिनी ॥ [અર્બુદ્ગશિપ્રિશસ્તિ શ્તો-૬૬] २. ग्रंथाग्रं १५१६ | संवत् १४ आषाढादि ८५ वर्षे श्रावण वदि १३ अनंतर १४ सोम लिखितं ।
bsnta-t.pm53rd proof