________________
४७
ભોગવતા આબુની પુત્રી કુમારદેવી સાથે તે પરણ્યો હતો. કુમારદેવી વિધવા હતી તે વાત આપણે ઉપર નોંધ લીધેલા કોઈ પણ સંસ્કૃત પુસ્તકમાં નથી અને તેથી તેને કંઈ પણ વજુદ આપી શકાય તેમ નથી. અશ્વરાજે કૂવા અને તળાવો ખોદાવ્યાં અને મંદિરો બંધાવ્યાં. તેણે પોતાની માતાને લઈને સાત વખત શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી. ગિરનારના શિલાલેખોમાં તેની બે યાત્રાનો ઉલ્લેખ કરેલો છે અને તેમાં તેને સંઘપતિ કહ્યો છે. જિનહર્ષના વસ્તુપાલચરિત્રમાં વધારામાં એમ પણ જણાવ્યું છે કે ચૌલુક્યરાજાએ તેને આપેલા સુહાલનપુરમાં તે ગયો હતો. આ પરથી જણાય છે કે અશ્વરાજ સંહાલકમાં અધિકારી તરીકે નીમાયો હશે. તેના મરણ પછી તેની પત્ની તેનાં છોકરાંને લઈને મંડલી જઈને રહેવા લાગી. અશ્વરાજને ચાર પુત્રો લૂણિગ, મલ્લદેવ, વસ્તુપાલ (વસ્તિગ), તેજપાલ (તેજિગ) અને સાત પુત્રીઓ હતી. લૂણિગ બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામ્યો હતો અને મલ્લદેવ પણ યુવાન વયમાં જ મરણ પામ્યો હોય એમ લાગે છે. કુમારદેવીના અવસાન પછી ત્રણે ભાઈઓએ મંડલી છોડ્યું અને યાત્રાએ ગયા. ત્યાંથી પાછા ફરીને તેઓ ધોળકે ગયા. કીર્તિકૌમુદી, વસંતવિલાસ અને પ્રબંધચિંતામણિમાં એમ જણાવેલું છે બે ભાઈઓ ધોળકે ગયા હતા અને વિરધવળે પોતે તેમને અધિકારી નીમ્યા પણ સુકૃતસંકીર્તન, વસ્તુપાલપ્રશસ્તિ અને સુકકીર્તાિકલ્લોલિનીમાં એમ જણાવ્યું છે કે બન્ને ભાઈઓ ભીમની નોકરીમાં જોડાયેલા જ હતા અને વિરધવલના કહેવાથી ભીમે તેમને વિરધવળને સોંપ્યા હતા. ભીમના
'''
'
૧.
श्रीवाससद्मकरपद्मगदीपकल्पां व्यापारिणः कति न बिभ्रति हेममुद्राम् । प्रज्वालयन्ति जगत्यनयैव केऽपि येन व्यमोचि तु समस्तमिदं तमस्तः ।।
[નરનારાયનન્દ્ર સર ૨૬ નોન-૨૮] मनीषितां गूर्जरनिजरेन्द्रमनीषितां प्राप य एक एव । स्वामतरं यः किल मातृभक्तो वहन्प्रमोदेन सुखासनस्थाम् ।। सप्त प्रभादृप्तयशास्ततानोज्जयन्तशत्रुञ्जयतीर्थयात्राः ।।५९।। कूपानकूपारगभीरचेता वापीरवापी सरसीरसीमा ।। प्रपाः कृपावानतनिष्ट देवसौधान्यसौ धर्मिकचक्रवर्ती ॥६०॥
[વસન્તવિતાસ સ રૂ સ્નો ૧૮ ૩તઃ ૬૦] सततं सचिवश्रेणीमाणिक्यसङ्गसङ्गिनी । कान्ता कुमारदेवीति तस्य कान्तिरिवाभवत् ।।
[कीत्तिकौमुदी सर्ग ३ श्लोक २२] इत्युक्त्वा प्रीतिपूर्णाय श्रीवीरधवलाय तौ । श्रीभीमभूभूजा दत्तौ वित्तमाप्तमिवात्मनः ॥५१॥
[जयसिंहसूरि-वस्तुपालप्रशस्ति]
૨.
bsnta-t.pm5 3rd proof