________________
૨૮
કહેવડાવ્યો. “વરધવલ સબળ છે છતાં મારવાડના ઘણા રાજાઓએ હાલ તેના ઉપર ચડાઈ કરેલી છે અને કોઈ પણ ઠેકાણે વરધવલનો જય થતો દેખાતો નથી. ચાહમાન રાજા ભાગ્યે જ અહીં આવે છે માટે મને ખંભાતમાં પ્રવેશ કરવા દઈ પછી તમે સુખેથી રાજ્ય કરો. વરધવલે હસીને તમને ફક્ત એક શહેર જ આપ્યું ત્યારે શંખરાજા તમારા ગુણોની કદર કરશે અને તમને એક આખા દેશના સુબા બનાવશે, મનમાં સંશય રાખીને તમે શંખને તમારા ઉપરી રાજા તરીકે નહી સ્વીકારો, તો જ્યારે શંખ ખંભાત જીતી લેશે ત્યારે બીજાને સુબાગીરી આપશે. બાર માંડલિક રાજાઓ તેના ડાબા પગ સાથે સોનાની સાંકળે બંધાઈ જમીન ઉપર આળોટતા તેના સન્મુખ રૂએ છે તે જગજાહેર વાત છે, જ્યારે એક તરફથી અરાજના પુત્રોએ માલવાના રાજાને વચમાં રાખી શંખ ઉપર હુમલો કર્યો અને બીજી બાજુથી શ્રીભટે વલોવેલા યુદ્ધ સાગરમાંથી પેદા થયેલા કાલકૂટ ઝેર જેવું યાદવરાજા (સિંહણ)નું લશ્કર સામું આવ્યું ત્યારે પ્રચંડ શંખે યાદવરાજાના આખા સૈન્યને હરાવી ભગાડ્યું. તમારા મનમાં બરાબર વિચાર કરજો કે જેની તરવારના ઘાથી વજ પણ ભાગી જાય છે તેવા શંખરાજા સામે કોણ ટકી શકશે ? તમે તેની આંખમાં આવો ત્યાર પહેલાં નાશી છૂટો. વાણિયાના નાશી જવાથી કંઈ શરમાવા જેવું છે નહીં. તમારે તમારા મનમાં જે નિશ્ચય કરવો હોય તે કરી લેવો. કારણ કે મર્યાદા મૂકેલા સાગરની જેમ શંખરાજા હવે આ તરફ સત્વર આવે છે.” આ સાંભળી વસ્તુપાલની ભ્રકુટી ક્રોધથી ધમધમી રહી હતી છતાં પોતાનો ક્રોધ દબાવી હસીને મંત્રીએ જવાબ આપ્યો કે શંખરાજા જે પ્રમાણે મને મળવા માગે છે તે મુજબ તેને મળવા હું ખુશી છું. મારવાડના રાજાઓ મેઘની માફક આવ્યા છે તે જ વખતે તે આવ્યો છે તો તેને ભલે આવવા દો. મારી તલવાર તૈયાર છે. તમે કહ્યું કે ચાહમાણરાજા મને આખો દેશ આપશે તે વાતમાં કંઈ અયોગ્ય નથી. તમે જે બોલ્યા તેને હું એક શુકન માનું છું. માંડલિક રાજાઓની પ્રતિમાઓ તેના પગે સોનાની સાંકળથી બાંધેલી છે તે વાત ઠીક છે પણ યાદવરાજાના કેદખાનામાં તેના પગમાં બેડીઓ પડેલી હતી તેથી મને ઘણું દુઃખ લાગે છે. નર્મદાના કિનારાપર યાદવરાજાના સૈન્યને શંખે હરાવ્યું તે વાત તમે મને કહી પણ તે કેદ થયો હતો તે વાત તમે જણાવી નથી. ફક્ત ક્ષત્રિયો જ યુદ્ધકળાના રહસ્યને જાણે છે અને વાણિયાઓને તે આવડતું નથી એ તમારા મનની ભ્રમણા છે. અંબડ જો કે વાણિયો હતો તો પણ શું તેને કોંકણના રાજા મલ્લિકાર્જુનને લડાઈમાં હણી નાખ્યો ન હતો ? હું પણ યુદ્ધ વેપારમાં સારી રીતે પ્રખ્યાત થયેલો છું. તરવારરૂપી ત્રાજવાથી શત્રુઓના મસ્તકરૂપ માલ ખરીદું છું અને તેની કિંમતમાં તેમને સ્વર્ગ આપું છું. જો તમારો શંખ સિંધુરાજનો ખરો પુત્ર હોય તો તેને તુરત અહીં આવી યુદ્ધનું સ્થળ પસંદ કરવા કહેજો.”૧ વસ્તુપાલે પણ પોતાનું સૈન્ય તૈયાર કર્યું અને બન્ને સૈન્યો વચ્ચે લડાઈ થઈ, १. अद्य वीरधवलः सबलोऽपि त्वत्प्रभुः सुबहुभिर्मरुभूपैः ।
वेष्टितः खरमरीचिरिवाब्दैदृश्यतेऽपि न जयः क्व नु तस्य ॥२४||
bsnta-t.pm5 3rd proof