________________
જાય છે. આ શાખા ઉપર સામુદ્રિક નામથી કેટલાક ગ્રંથ ઉપલબ્ધ થાય છે, અને હાલમાં આ શાસ્ત્ર ઉપર લોકચિ વધી જવાથી લગભગ દરેકને આ વિષય ચેડા બહુ અંશમાં પરિચયમાં આવતું જાય છે.
ઉપાધ્યાયજીએ આમ જે કે લક્ષણ અને વ્યંજનને જુદી જુદી શાખા તરીકે વર્ણવ્યાં છે. પરંતુ ઘણુ કાળથી તે બંને એક જ તરીકે ચાલ્યાં આવે છે. લક્ષણશાસ્ત્રની ઉપશાખા તરીકે વ્યંજન આવી જાય છે.
[૮] નિમિત્તશાસ્ત્રની સાતમી શાખા ઉત્પાત છે. ઉત્પાતને અર્થ ચાલતી આવતી સ્થિતિમાં વિકૃતિ ઉસન્ન થવી; અને અનિયમિતતા આવી જવી તેવો ઘટાવી શકાય. દાખલા તરીકે વાવાઝોડું. ઉપાધ્યાયજીએ ઉત્પાતનું વાસ્તવિક લક્ષણ આપ્યું છે. તેઓ કહે છે કે:--
भूमिकम्पो रजोदृष्टिदिग्दाहोऽकालवर्षणम् । इत्याद्याकस्मिकं सर्वमुत्पात इति कीर्त्यते ॥
स्थानाङ्गवृत्तौतृत्पातः सहजरुधिरदृष्टयादिरिति, । अन्यदपि वस्त्रादिषु छिद्रे उंदिरादिदृष्टे दग्धे शय्याभङ्गे च देवांशादिना मुखदुःखादि-ज्ञानमप्युत्पात एवान्तर्भवति।
અર્થાત–ભૂમિકંપ, રેતની વૃષ્ટિ, દિશાઓનું બળવું. (આકાશમાંથી અગ્નિ વરસતે હોય તેવો ભાસ થવો) અકાલ વૃષ્ટિ (માવઠાં) વગેરે જે અકસમાત થાય છે. તે ઉત્પાત કહેવાય છે.
સ્થાનંગની વૃત્તિમાં સહજ વૃષ્ટિની માફક લેહીની (રાતા પાણીની વૃષ્ટિ થાય ઈત્યાદિ જે વિકૃતિ માલુમ પડે તેનું નામ ઉત્પાત કહેલું છે. અને બીજું પણ વસ્ત્રોને ઉંદર કરડી જાય, ચા અકસ્માત વસ્ત્ર દાઝે, ખાટલા ભાગે ઈત્યાદિ બનાવ પણ દેવાંશવાળા હાઈ સુખદુઃખના હેતુ ભૂત હોઈ તેમને ઉત્પાતની અંદર સમાવેશ થાય છે.
ઉપરના સંદર્ભમાં ભૂમિકંપને ઉત્પાતમાં ગણાવેલ છે. જ્યારે પ્રથમ તેને ભૌમમાં ગણવેલું છે. એટલે શંકાને સ્થાન રહે છે, કે તે જે ઉત્પાતમાં ગણવે કે નહિ ? અહીં વિચાર કરતાં એટલું માલુમ પડે છે, કે તે એક મહાન ઉત્પાત છે. એટલે તેને અહીં ગણવે ઉચિત છે.
પ્રાચીનાચાર્યોએ સૃષ્ટિના આવા આકસ્મિક બનાવો ઉપરથી શુભાશુભની