________________
કહ્યાં છે. અને ઘણી જ્ઞાતવ્ય બાબતાની સમાલેચના તે ઉભય ગ્રંથકારોએ પોતાના કાલની માન્યતા તથા સાધન સામગ્રી દ્વારા કરી છે.
આમ ઉપાધ્યાયજીએ ભૌમશાસ્ત્રની જે વ્યાખ્યા કરી છે તેને લગતાં વિધાને જુદી જુદી જગ્યાએથી મળી આવે છે. પ્રાચીનકાળમાં તેનુ કેટલું મહત્ત્વ હશે, તે તે કલ્પનાથી સમજી લેવાનુ છે. વર્તમાનમાં તે વાસ્તુશાસ્ત્રના ગૃહપ્રવેશ વિધાન સિવાયની બીજી ખાખતના લગભગ હાસ થઇ ગયા છે. અને આમાં સમય એજ મુખ્ય કારણુ છે.
[ 9 ]
નિમિત્તશાસ્ત્રની પાંચમી શાખા વ્યંજનાસ્ત્ર છે. વ્યંજન શબ્દ વ્યક્તિ સ્પષ્ટિકરણ એ અર્થમાં યેાજાએલ માલુમ પડે છે. શરીર ઉપરનાં તલ, મસા ઈત્યાદિદ્વારા મનુષ્યની પરીક્ષા અને ભવિષ્યકથન એ આ શાસ્ત્રના વિષય છે.
પ્રાચીન ગ્રંથા તપાસતાં જો કે ઉપાધ્યાયજીએ કાઈ ખાસ ગ્રંથનું નામ નથી લખ્યું, પણ વારાહમિહિરની બૃહત્સંહિતામાં પિટકાધ્યાય નામને એક અધ્યાય છે. તે ઉલ્લેખનીય છે, એ અધ્યાય ફક્ત દસ શ્લાકના જ છે. તેના અંતમાં વરાહ કહે છે કે:
-
इति पिटकविभागः प्रोक्त आमूर्द्धतोऽयं व्रणतिलकविभागो ऽप्येवमेव प्रकल्प्यः । भवति मशकलक्ष्मावर्तजन्मापि तद्वत्
निगदितफलकारि प्राणिनां देहसंस्थम् ॥
અર્થાત્——મે જેમાં માથાથી લઈ પગ પર્યંતના પિટકનું ફળ છે. એવા આ પ્રમાણે પિટકવિભાગ કહ્યો. ત્રણ અને તલના વિભાગ પણ આનો માફક જ કલ્પી લેવા, મશક, લાખું, ભમરી વગેરે જે પ્રાણીઓના શરીર ઉપર હાય છે. તેમનું મૂળ પણ આ પ્રમાણે જ સમજી લેવું.
નિમિત્તશાસ્ત્રની છઠ્ઠી શાખા તરીકે ઉપાધ્યાયજીએ લક્ષણશાસ્ત્ર જણાવ્યુ છે. હાલનુ તેમજ પ્રાચીન અગલક્ષણશાસ્ત્ર યા સામુદ્રિકશાસ્ત્ર એજ આ વિભાગ છે. માલુસની ઉંચાઇ, નોચાઈ, વજન, માથાથી લઈ પગ સુધીના અવયવેાનુ બધારણ વગેરે દ્વારા તેના ગુણુદોષનો કલ્પના, ભવિષ્ય સંબંધી જ્ઞાન એ બધુ તેમાં આવી