________________
કલ્પના કરી છે. વરાહમિહિરે એ દરેક વિષયને પિતાની બહ-સંહિતામાં સમાવેશ કરી દરેક ઉપર એક એક અધ્યાય લખેલે છે.
બલલાલને તો મુખ્ય ત્રણ ભાગ પાડી દીવ્ય, અંતરીક્ષ અને ભૌમ એવા ત્રણ વિભાગ પાડી આવા આકાશ (અંતરીક્ષ) માંથી થતા દરેક ઉપદ્રને બીજા વિભાગમાં (અંતરીક્ષાશ્રયમાં) એક એક અધ્યાયથી વર્ણવ્યા છે. - પ્રાચીનાચાર્યોએ જ્યાં જ્યાં વિકૃતિ જોઈ ત્યાં ત્યાં તે તે કૃતિ દેવકૃત માની તેના દ્વારા શુભાશુભની કલ્પના કરી છે. અદ્દભૂતસાગરમાં પરાશર, ગર્ગ, વિષ્ણુધર્મોત્તર પુરાણું વગેરે એવાં એવાં પ્રાચીન ગ્રંથોનાં પ્રમાણે છે કે પ્રાચીનચાર્યોની હકીકત, તેમનું મંતવ્ય અને સંશોધન ઘણું ઉંડું હશે, એમ લાગે છે, છતાં સહજ દષ્ટિએ કુદરતની વિચિત્રતાથી બનતા આ બનાવને શુભાશુભ સાથે શો સંબંધ હેઈ શકે તેવી કુશંકા થયા વગર રહે જ નહિ. અને આજે આ બધું વહેમ ભરેલું અને નિરર્થક લાગે.
હાલમાં આ વિષય ખગોળના નામે ઘણે વિસ્તાર પામેલ છે. પરંતુ તેના ઉપરથી જેમ આપણા ત્યાં વિચિત્ર ભવિષ્ય કહેવાને ચાલ હશે, એમ અનુમાન થાય છે, તેટલી હકીકત સ્વીકારવામાં આવતી નથી. બાકી આજના વૈજ્ઞાનિક યુગમાં આ વિષય પુષ્કળ ખેડાએલ છે.
[૯] આઠમા નિશ્ચિત્ત તરીકે ઉપાધ્યાયજી અંતરીક્ષ ગણાવે છે. અંતરીક્ષ એટલે આકાશમાં બનતા ગ્રહોના ચાર ઈત્યાદિ બનાવે. સૂર્ય ચંદ્ર વગેરે મહાનું ભ્રમણ, ગ્રહણ, યુતિ, ઈન્દ્રધનુષ્ય વગેરે. હાલમાં આ વિષચ ઘણો જ ખેડાએલે છે. અને દિનપ્રતિદિન તેની વૃદ્ધિ થતી જાય છે. મોટી મોટી વેધશાળાઓ અને રાક્ષસી દુર્થીને દ્વારા પુષ્કળ પરિશ્રમથી કુદરતની આ કરામતની કડી કડી ઉકેલાતી જાય છે.
પરંતુ નિમિત્ત તરીકે જે ભવિષ્યજ્ઞાનની કલ્પના છે, તેને આધાર તે આ નવીન વિદ્વાને પાસે નથી. પ્રાચીનાચાર્યોએ ગોઠવ્યું, તેજ ચાલ્યું આવે છે. ઉપાધ્યાય લખે છે, તેમ તેમના વખતમાં અને આજે પણ આ શાસ્ત્ર (આ શાખા) મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. સામાન્ય રીતે તિશાસ્ત્ર એ શબ્દથી જે શાસ્ત્રને બંધ થાય છે, તે આ શાખા છે. આજે આ શાખાની જાતક, તાજક, પ્રશ્ન ઈત્યાદિ