________________
૨૧
આ પ્રમાણે જુદાં જુદાં પુસ્તકમાં છુટક છુટક નિમિત્તશાસ્ત્રનાં અંગે મળી આવે છે, તેવો ઉલ્લેખ કરી અંગવિદ્યાને સર્વમાં મુખ્ય જણાવે છે, તેમજ પોતાને ગ્રંથ અંગવિદ્યાની જ એક ઉપશાખા છે તેમ જણાવે છે.
[ ૩ ] હવે આપણે આ વિષય સંબંધી વિચાર કરીએ, અને તે ઉપરથી એ નિર્ણય ઉપર આવીશું કે આ બધામાં સર્વોત્તમ શું છે? અને ચિરજીવી શું છે? શ્રી મેઘવિજયજીએ લીધેલા ક્રમ મુજબ જ આપણે વિચારીશું.
શ્રી મેઘવિજયજી ઉપાધ્યાય જેને અંગવિદ્યા કહે છે. તે વિદ્યાનો હાલમાં પ્રચાર નથી. શ્રી ઉપાધ્યાયજીના વખતમાં જ તેનો હાસ થઈ ગયો હતો. એમ તેમના જ શબ્દો ઉપરથી જાણવા મળે છે. તેમણે જે નારદકૃત અંગવિદ્યા નામના ગ્રંથને ઉલ્લેખ કર્યો છે, તે ફક્ત ૧૪ લેકનું એક પ્રકરણ છે. મૂળ નારદકૃત એવા જ ગ્રંથ હશે કે કેમ તે સમજાતું નથી. ઉપાધ્યાયજીએ અંગવિદ્યાના સંબંધી જે ઉલ્લેખ કર્યો છે, તેમાં એક મહત્ત્વની વસ્તુ રહી ગઈ છે. આચાર્ય વરાહમિહિર કૃત બૃહત્સંહિતામાં અંગવિધાને એક આખો અધ્યાય છે. જો કે સંહિતાગ્રંથ એટલે જ ઉપરાત આઠ અંગના સંગ્રહરૂપ બને છે. પરિભાષા પણ તેવી જ છે. છતાં સ્વદય પિકી શાકુનશામ સિવાય બીજો ઉલ્લેખ વારાહની સંહિતામાં મળતું નથી. આજે પ્રાચીન સંહિતા ગ્રંથમાં વારાહી સંહિતા સર્વોત્તમ છે. વરાહ મિહિરે પિતાના કાળમાં જેટલું મળ્યું, તે બધા ઉપર પોતાની પ્રતિભાને અજમાવી છે, અને આજે બધા જ વરાહના અનુયાયી હોય તેવું જ બની ગયું છે.
નારદની અંગવિવા કરતાં વારાહીને અધ્યાય મેટો છે. તેના ૪૪ શ્લોક છે. તે કહે છે કે --
दैवज्ञेन शुभाशुभं दिगुदितस्थानाहृतानीक्षता
वाच्यं प्रष्टुनिंजापराङ्गघटनां चालोक्य कालं धिया । सर्वज्ञो हि चराचरात्मकतयासौ सर्वदर्शों विभु
चेष्टाव्याहृतिभिः शुभाशुभफलं सन्दर्शयत्यर्थिनाम् ॥ १ ॥ અર્થાત્ –દેવજ્ઞ પ્રશ્ન કરનારની દિશા, આગમનસ્થાન, તેની લાવેલી ચીજો, દષ્ટિ તેમજ અંગસ્પર્શ ઈત્યાદિ જઈ તેમજ પિતાના અથવા બીજા ત્યાં હાજર રહેલા