________________
૨૦
શ્રીમેઘવિજયજીગણિ પોતાના કાળમાં આ શાસ્રની હાસ પામેલી શાખાએ
કાં કાં ધૃતસ્તત મળી આવે છે, તેના પેાતાના ભાષ્યમાં સારા ઉલ્લેખ કરે છે. અને તે વાંચતાં એમ લાગે છે, કે મધાં જ શાઓ આ શાસ્ત્રની ગ્રાહક્તા સ્વીકારી ચૂકયાં છે. તેઓ કહે છે કે સમવાયાંગસૂત્રની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે, કે અંગવિદ્યા ઉપર એક લાખ અનુષ્ટુપ્ પ્રમાણુ સૂત્ર છે. બત્રીસ કરોડ શ્લોક પ્રમાણુ સુત્રા ઉપર વાર્તિક હતું, અને બીજા નિમિત્તો ઉપર અપરિમિત Àપ્રમાણ સૂત્રા તથા વાર્તિક હતાં, પરંતુ મારા સમયમાં અંગવિદ્યા ઉપર નારદીય અંગવિદ્યાના નાનકડા ગ્રંથ મળે છે. તે સિવાય કોઈ ખાસ ગ્રંથ મળતા નથી. ખીજા શાસ્રોના આધારે અંગવિદ્યામાં તિથિચક્ર, વારચક્ર, પક્ષક, ચયનચક્ર, માસચક્ર, નક્ષત્રચક્ર, રાશિચક્ર, વર્ષચક્ર ઇત્યાદિ વિષયા હતા, અને આ બધા ઉપરથી સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરી નષ્ટ જમાધ્યાય, ઇત્યાદિ દરેક પ્રકારની પૃચ્છાને વિચાર થઈ શકે છે. દરેક નિમિત્તોમાં અંગવિદ્યા સર્વ શ્રેષ્ઠ છે.
अङ्गविद्या निमित्तानामष्टानामपि गीयते ।
मुख्या शुभाशुभज्ञाने नारदर्षिनिवेदिता ॥ -ह. सं. द. अ. भ्ला. ४ અંગવિદ્યા છુટી છવાઈ જ્યાં જ્યાં વેરાઈ છે, તેના ઉલ્લેખ કરતાં તે કામશાસ્ત્ર, વિવેવિલાસ, બૃહજ્જાતકની ટીકા, વાગ્ભટશારીર ઇત્યાદિની
ગણના કરે છે.
સ્વમશાસ્ત્ર માટે ભગવતીસૂત્ર, વિવેકવિલાસ, ઇત્યાદિતથા સ્વમાધ્યાયને
ઉલ્લેખ કરે છે.
સ્વરશાસ્ત્ર માટે શકુનશાસ્ત્રને મુખ્ય ગ્રંથ વસંતરાજ શાકુન, બાલાદિસ્વર ઉપર રચાએલ નરપતિજયચર્યાં, પ્રશ્નોચ્ચારના અક્ષર ઉપરથી શુભાશુભનું જ્ઞાન કરાવનાર ગ્રંથ ચૂડામણિશાસ્ત્ર એમ ત્રણ ગ્રંથના ઉલ્લેખ કરે છે.
ભૌમ માટે સમવાયાંગવૃત્તિ, સ્થાનાંગસૂત્ર વૃત્તિ જણાવે છે
ગુંજન માટે કાઈ ખાસ ગ્રંથના નામનિર્દેશ નથી.
લક્ષણને માટે સામુદ્રિકશાસ્ત્રને ઉલ્લેખ કરે છે.
ઉત્પાત માટે પણ સ્થાનાંગવૃત્તિ જણાવે છે, અને છેવટે જતાં વિસ્તૃત મળતા અંતરીક્ષ માટે કાઈ ખાસ ગ્રંથનો ઉલ્લેખ કરતા નથી.