________________
બાહ્ય ઇન્દ્રિયોને હાસ થાય છે. (બાહા ઈનિ ઉંધી જાય છે, નિષ્ક્રિય થાય છે) ત્યારે મનની ગતિ-વિધિ વધી જવાથી મનને કંઈક વિકાસ થવાથી જે કંઈ તે જુએ છે, તે ભૂત–ભાવિ અને ભવિષ્ય-વસ્તુના વિજ્ઞાનમાં હેતુ બને છે, આનું નામ સ્વમ છે. અને તે સંબંધી શાસ્ત્ર તે સ્વમશાસ્ત્ર. જેમાં પ્રાણીઓના અવાજ, ચેષ્ટા ઇત્યાદિ દ્વારા, અર્થાત-શકુન દ્વારા, અને શબ્દોચ્ચારના અક્ષરેની બાલ, કુમાર, યુવા, વૃદ્ધ, મૃત્યુ ઈત્યાદિ પરિભાષા મુજબ ભવિષ્યજ્ઞાન હોય અથવા નાસિકામાંથી નીકળતા શ્વાસોશ્વાસની ગતિ ઉપરથી ભવિષ્યકથન હેય, અને તે સંબંધી જે શાસ્ત્ર હોય તેનું નામ સ્વરશાસ્ત્ર પૃથ્વી પરીક્ષા કરી તે ઉપરથી પૃથ્વીની અંદર રહેલાં જલ, રત્ન ઇત્યાદિનું જ્ઞાન કરવું, અથવા ભૂમિકંપ ઈત્યાદિ દ્વારા દેશના શુભાશુભ સંબધી કથન કરવું કે ભૂમિ શોધન કરી ઉપર ઘર નગરની રચના કરવી, અને તે સંબંધી અમુક લક્ષણે ઉપરથી તે ઘર ચા નગરમાં રહેનારના ભૂત-વર્તમાન અને ભવિષ્યકથન કરવાનું શાસ્ત્ર તે ભ્રમશાસ્ત્ર છે. શરીર ઉપરના મસા, તલ, લાંચ્છન ઇત્યાદિ દ્વારા શુભાશુભ કથન કરવાની વિદ્યા તે વ્યંજનશાસ્ત્ર. હાથ કે પગની રેખાઓ દ્વારા, શરીરની ઉંચાઈ નીચાઈ અવયની રચના ઇત્યાદિ ઉપરથી શુભાશુભ કથનની વિદ્યા તે લક્ષણવિદ્યા. ભૂમિકંપ, રજોવૃષ્ટિ, દિગ્દાહ ઈત્યાદિ પૃથ્વી ઉપર તેમજ આકાશમાં અકસમાત બનતા બનાવો કે જે ઉત્પાત જેવા લાગે છે, તેઓ ઉપરથી ભવિષ્યકથન કરવું તે ઉતપાતશાસ. અને આકાશમાં ફરતા ગ્રહોની ચાલ, ઉદય-અસ્ત, ગ્રહણ ઇત્યાદિ દ્વારા ભવિષ્યકથનની વિદ્યા તે અંતરીક્ષવિદ્યા છે. અને આ પ્રમાણે આ આઠે પ્રકારનાં નિમિત્તે--કારણેને લઈને એક શાસ્ત્ર બન્યું, તેને નિમિત્તશાસ્ત્ર કહેવામાં આવે છે.
આગળ જતાં તેઓ કહે છે કે–આ આઠ નિમિત્તશાસ્ત્રના જ્ઞાનથી દરેક વસ્તુનું જ્ઞાન થાય છે. પરંતુ વર્તમાનમાં (તેઓના કાળમાં) કાલની ગતિથી પહેલાં સાત નિમિત્તને હાર થઈ ગયું છે, જ્યારે આઠમું અંગ વિસ્તાર પૂર્વક મળે છે. અહીં મારે તેમના શબ્દોમાં છેડે વધારે કરીને કહેવું પડે છે, કે મારા કાળમાં તે આઠમા અંગની પણ અમુક ઉપશાખાઓ જ વિસ્તૃત મળે છે, બાકીની હા પામી છે. જ્યારે પહેલી સાત શાખાઓની તો વાત જ શી? હમણું હમણું લક્ષણવિદ્યા ઉપર કંઈક નવીનતા આવતી જાય છે. બાકી તે બધીજ શાખાઓ સુકાઈ ગઈ છે. નિમિત્તશાસ રૂ૫ આ મહાનવૃક્ષ ભૂતના વાસવાળું મનાયું છે, વહેમનું ઘર ગણાય છે. અને બધાની તે તરફની ઉપેક્ષા વધતી જાય છે.