________________
ભાવિ સંબંધી સુચન થઈ શકે છે. અને તેવી રીતની દરેક પદ્ધતિને નિમિત્તશાસ્ત્ર નામ લાગુ પડે છે. અર્થાત્ તિકશાસ્ત્ર એ શાખા અને નિમિત્તશાસ્ત્ર એ વૃક્ષ એમ વસ્તુસ્થિતિ છે.
પરંતુ આવી રીતે વિવિધ કારણેને લઈ ભાવિ-કથન-શાસ્ત્રની માહિતી હિંદુ કથાનકમાં ઓછી દર્શાવવામાં આવી છે, અને જ્યાં દર્શાવવામાં આવી છે, ત્યાં દૈવજ્ઞ– દેવવિદુ-તિષી ઈત્યાદિ શબ્દો દર્શકના માટે અને વિદ્યાને માટે જ્યોતિર્વિઘા શબ્દ બહુધા વપરાય છે. જ્યારે જૈન સાહિત્યમાં જૈન કથાનકેમાં વારંવાર નિમિત્તિક શબ્દ ભવિષ્યવેત્તાના અર્થમાં અને નિમિત્તશાસ્ત્ર ભાવિકથન-વિદ્યાના અર્થમાં વપરાએલો છે. અને તેથી લગભગ તે શબ્દ તેમને પારિભાષિક જેવો બની ગયો છે. એમ તો તેઓ કંઈ વિદેશીય નથી કે જાત્યંતરના નથી કે જેથી નિમિત્ત શબ્દ તેમની માલિકીમાં જ રહી ગયા હોય ત્યાં તેમને જ હોય. પરંતુ એ શબ્દને વધારે ઉપયોગ તેમણે કર્યો છે, એ વાત નિર્વિવાદ છે. તેથી નિમિત્તશાસ્ત્રથી અજાણ પહેલી દષ્ટિએ જૈનેતર અને બીજી દષ્ટિએ આતર માનવો જોઈએ. વૈયાકરણ દષ્ટિએ શબ્દાર્થની અહીં જરૂર નથી.
[૨]
નિમિત્તશાસ્ત્રના માટે અષ્ટાંગ-નિમિત્ત એમ કહેવાની જુના વખતથી પરિપાટી છે. નિમિત્તશાસ્ત્રનાં મુખ્ય આઠ અંગ છે. જેમકે –
अङ्ग स्वमः स्वरश्चैव भौम व्यञ्जनलक्षणे । उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टधा ॥
-- . . ૫ અર્થાત-(૧) અંગવિદ્યા (૨) સ્વપ્નશા (૩) સ્વરશાસ્ત્ર (૪) ભૌમશા (૫) વ્યંજન (૬) લક્ષણ (૭) ઉત્પાત (૮) અંતરિક્ષ એ પ્રમાણે નિમિત્તશાસ્ત્ર આઠ પ્રકારનું છે. આ આઠ અંગોને આછો પરિચય ઉપાધ્યાય શ્રી મેઘવિજયજીગણિ એ હસ્તરાં જીવનના ભાષ્યમાં આવે છે. શરૂઆતમાં જ તેમણે આ પ્રશ્નની ચર્ચા કરી છે. તેઓ કહે છે કે જેની અંદર અંગસ્કૂરણ ઉપરથી શુભાશુભ કહેવાનું હોય, માણસની ચેષ્ટા, દષ્ટિ, અવાજ, વાતચીત, પલ્લીપતન, અવયવસ્પર્શ ઇત્યાદિ ઉપરથી શુભાશુભ કહેવાતું હોય તેનું નામ અંગવિદ્યા. જેમાં જાગ્રત સુમાદિ અવસ્થાઓના સંસ્કારવશાત્ આત્મા અને મનને જે વિકાર થાય છે, વિકલ્પ થાય છે, અને તે વિકારના-વિકલ્પના કારણભૂત