________________
નિમિત્તશાસ્ત્ર
[ 1 ] નિમિત્તશાસ્ત્ર નામથી કયા શાસ્ત્રને નિર્દેશ કરવામાં આવશે, એવી શંકા જેને થાય તેને કાં તે જેનેતર માનવો, કાં તો આર્યેતર માનવો. કારણ નિમિત્ત અને નૈમિત્તિક એ શબ્દ જેનો માટે અતિ પરિચિત છે. તેમજ આર્યો માટે પણ પરિચિત છે. જેનો આર્યો છે. એમાં શંકા ઉઠાવવા જવી, કે તેઓ આર્યો છે એવી સાબીતી આપવી તે બંને હાસ્યાસ્પદ છે. જેન એ ધર્મવિશેષ છે, જાતિ વિશેષ નથી. અને સમાજમાં તેઓને ધર્મ એટલો બધો એકરૂપ થઈ ગયો છે, કે તે પારકે ધર્મ લાગતું નથી. જો કે તેમના ગ્રંથોમાં ઈતર ઘમીઓ માટે મિથ્યાત્વી (ભ્રમમાં પડેલા) જેવા શબ્દો જાએલા છે. છતાં એવા ખંડન મંડન માટે–એક બીજા ધર્મ માટે સારા ખોટા શબ્દો વપરાએલા દરેક ધર્મોમાં જોવામાં આવે છે. તેથી તે શબ્દ પ્રત્યે રાગદ્વેષ ન રાખતાં સમદષ્ટિથી તેમના સાહિત્ય પ્રત્યે નજર નાખવી તેજ જ્ઞાન પિપાસુને જરૂરનું છે. ઘણા કાળથી આ પ્રમાણે થતું આવ્યું છે, અને તેથી જૈનસાહિત્યથી ઘણે માટે વર્ગ પરિચિત છે. છતાં જેઓ જેનસાહિત્યના ઘણું મોટા ભાગથી અજ્ઞાન હોય તેવાઓ માટે તેમના પારિભાષિક શબ્દો લગભગ નવા જેવા બને છે. આથી આવા અતિ પરિચિત શબ્દથી પણ તે કદાચ અજ્ઞાન હોય. પરંતુ જે અર્થમાં જૈનસાહિત્યમાં આ શબ્દ વાપરવામાં આવ્યું હોય તે અર્થથી જ અપરિચિત હાય-નિમિત્ત શબ્દથી અપરિચિત હોય તેમ બનવું લગભગ અશક્ય છે. નિમિત્ત એટલે કારણ અને તે વિષયક શાસ્ત્ર એ અર્થ તો કેઈ પણ જરૂર કરે. અહીં આર્ય શબ્દ હિંદુ અર્થમાં છે.
કારણને લઈને જે શાસ્ત્ર હોય તે નિમિત્તશાસ્ત્ર એ વ્યાખ્યા એકદમ બંધબેસતી છે. વાસ્તવિકમાં તે અર્થમાં જ તે શબ્દ લે છે. પરંતુ તેમાં જે કંઈ વિશેષતા જૈન સાહિત્યમાં છે, તે વિશેષતા તિકશાસ્ત્રને લગતી છે. જે અર્થમાં આજે તિ:શાસ્ત્ર શબ્દ વપરાય છે. તે અર્થમાં જ જૈનસાહિત્યમાં નિમિત્તશાસ્ત્ર શબ્દ વાપરવામાં આવ્યું છે. કોઈ પણ કારણને લઈ ભવિષ્યકથન કરવાના નિયમોનું શાસ તે નિમિત્તશાસ્ત્ર. આવો અર્થ નિમિત્તશાસ્ત્ર માટે છે. તિકશાસ્ત્ર એ નિમિત્તશાસ્ત્રને એક વિભાગ માત્ર છે. જેમાં તિઓ (ગ્રહો) ઉપરથી ભવિષ્યકથન કરવાની પદ્ધતિ છે, તેને તિકશાસ્ત્ર કહે છે. પરંતુ ગ્રહ સિવાય પણ બીજા કારણે દ્વારા