________________
R
કોઈ પણ માણસના અંગની આકસ્મિક (હેતુ રહિત થએલી કેવલ કુદરતી ) ઘટનાને જોઈ બુદ્ધિપૂર્વક વિચાર કરી ફળ કહે. આથી દેવજ્ઞ જીજ્ઞાસુને ચેષ્ઠા અને ઉચ્ચાર રૂપી સ્વાભાવિક ક્રિયાએ દ્વારા શુભાશુભફળ બતાવી ચરાચરનું જ્ઞાન કરનાર ખની સર્વોદશી પરમાત્મા જેવા સર્વજ્ઞ અને છે.
ઉપસંહાર કરતાં વરાહ કહે છે કે: इति निगदितमेतद्गात्रसंस्पर्शलक्ष्म
प्रकटमभिमतास्यै वीक्ष्य शास्त्राणि सम्यक् । विपुलमतिरुदारो वेत्ति यः सर्वमेतन्नरपतिजनताभिः पूज्यतेऽसौ सदैव ॥
અવયવના રૂપ રૂપી લક્ષણ ઉપરથી ઇચ્છિત વસ્તુના ભવિષ્ય માટે સ્પષ્ટ એવું આ શાસ્ત્ર ( અંગવિધા) મે અનેક પ્રકારનાં શાસ્ત્રો જોઈ કહ્યું છે. જે ઉદાર મનવાળા દૈવજ્ઞ આ વિસ્તૃતશાસ્ત્રને સંપૂર્ણ રીતે જાણે છે, તે સદૈવ રાજા અને જનતા વડે પૂજાય છે.
વરાહમિહિરના આ પ્રકરણના આરંભ અને ઉપસંહાર ઉપરથી આપણે એટલું સ્પષ્ટ સમજી શકીએ છીએ કે અગસ્પર્શ અને ચેષ્ટા ઇત્યાદિ દ્વારા શુભાશુભના નિઊઁચ કરનાર શાસ્ત્ર તેજ અવિદ્યા છે. વરાહે પણ તેને અંગવિદ્યા કહી છે. ઉપાધ્યાયે પણ આ જ વિદ્યાને અવિઘા કહી છે.
નારદીય અ`ગવિધામાં
अङ्गविद्यां प्रवक्ष्यामि नारदेन स्वयं कृताम् । अङ्गदर्शनमात्रेण ज्ञायते च शुभाशुभम् ॥
અથાત્—-ગ્રંધકાર કોઈ એક આચાર્ય કહે છે કે કેવલ અંગ ( ચેષ્ટાના ) દર્શન માત્રથી શુભાશુભનું જ્ઞાન થાય છે. ) તેટલા માટે નારદે રચેલી અંગવિદ્યાને હું કહું છું. સામાન્યત: અ વિદ્યાથી ઉપરોક્ત નિર્દેશની માક કેવલ સ્પર્શ માત્રથી શુભાશુભ જ્ઞાનના સિદ્ધાન્તા છે. જેમકે વામટચારીના પદાથાયમાં કહ્યું છે, કે:--
दूतमभ्यागतं दृष्ट्वा नातुरं तं समुपाचरेत् । स्पृशन्तं नाभिनासास्य केशरोमनरवद्विजान् । मुखपृष्टस्तनग्रीवा जठरानामिकाङ्गुलीम् ॥