________________
આ એક હાસ્યાસ્પદ બાબત છે. છતાં તે પ્રચાર શાહી જમાનાથી આજ પર્યંત જેવામાં આવે છે. નિમિત્તશાસ્ત્રની અગતિનું આ એક મુખ્ય કારણ છે.
પરંતુ મુખ્ય હકીકત હદયની પવિત્રતા જ્યાં બાજુ ઉપર રહેલી હોય ત્યાં સત્ય શાનું રહે? અને પછી પરિણામ શૂન્ય આવે તેમાં આશ્ચર્ય શું છે?
ગુરુના ચારિત્ર્ય વગેરે ઉપર પણ ઉપાધ્યાયજીએ ખાસ ભાર મૂકે છે. તેઓ કહે છે કે આદેશ કરનાર ગુરુ--
ब्रह्मचारी क्षमाशीलः कृतज्ञो धार्मिकः शुचिः। दक्षो गुरुः क्रमायातो वासिद्धिः स्वक्रियारतः ॥ સન્તુષ્ટ થતા યુnedવવી વિનિરિકા
नानाशास्त्रविवेकज्ञः स्थिर चित्तो गुरुमंतः ।। અથાત-બ્રહ્મચારી, ક્ષમાશીલ વગેરે ગુણોવાળો તથા સંતોષી, શ્રદ્ધાવાળો તપસ્વી જિતેન્દ્રિય, અનેક પ્રકારના શાસ્ત્રવાદમાં કુશળ અને સ્થિતપ્રજ્ઞ જોઈએ. આજના જેવા ક્ષુલ્લક ચિત્તવાળા ને જોઈ એ. નેમિત્તિક થનાર આટલું લક્ષ્યમાં રાખવા જેવું છે. મંત્રશાસ્ત્રની માફક નિમિત્તશાસ્ત્ર પણ અદષ્ટની વાત કરનાર હોઈ તેના માટે પણ પવિત્રતા વગેરે ખાસ મહત્ત્વનાં છે, તે ભૂલવા જેવું નથી.
ત્યાર બાદ પાંચમા અધ્યાયમાં તિથિચકથી લઈ અનેક પ્રકારનાં ચકોને ઉલ્લેખ ગ્રંથકારે કર્યો છે. વિવિધ ચક્રો દ્વારા કુલ નિરૂપણની પદ્ધતિ હોઈ તે તે ચકોનું હાથમાં કેવી રીતે ઘટત્વ છે, તે ગ્રંથકારે દર્શાવ્યું છે. ગ્રંથકારનું ખરું કૌશલ્ય અહીં જ વ્યક્ત થાય છે, અને આ ચકો ઉપરની વ્યાખ્યા એ તો ગ્રંથકારના અગાપ જ્ઞાનસમુદ્રને પરિચય છે. ગ્રંથનું હાર્દ આ પાંચમો અધ્યાય જ છે. “જે છે તે અહીં છે” એ ઉક્તિ આ અધ્યાયને હસ્તસંજીવનમાં લાગુ પડે છે.
અહીં કમ પ્રાપ્ત છે કે રેખાવિમર્શનાધિકાર કહે જોઈ તે હતે. કારણ તિથિચકાદિમાં શુભાશુભનું જ્ઞાન તે તે સ્થાનના શુભાશુભ ઉપર હાઈ સ્થાનનું શુભાશુભ લગ્ન કે જે સામુદ્રિક વિષય છે, તે રેખાવિમર્શનાધિકારમાં હોઈ પહેલાં તે જ્ઞાન કરાવવું ઠીક હતું. જો કે ગ્રંથકારે સામુદ્રિકશાસ્ત્રનાં હસ્ત મધ્યસ્થ શુભાશુભ ચિન્હોનું કથન કહેવા માટે જ ત્રીજા વિમર્શની રચના કરી છે, અને અષ્ટાંગ નિમિત્ત હાથમાં ઘટાવવા પુરતી હસ્તસંજીવનની રચના હેઈ તે વિભાગ ગ્રંથના મુખ્ય ધ્યેયથી જુદે હોઈ પરિશિષ્ટ રૂપે ય પાછળથી આપવામાં કોઈ જાતની ક્ષતિ