________________
રહેતી નથી. એટલે ગ્રંથકારે ત્રીન્ત અને ચાથા વિમર્શ'માં તે હકીક્ત રજુ કરી છે, એટલે કેાઈ જાતના દોષ નથી.
અર્થાત્ આ સંદર્ભોથી એ સ્પષ્ટ થયું કે સામુદ્રિકશાસ્ત્રોક્ત શુભાશુભ લક્ષણા દ્વારા હાથની અંદર અષ્ટાંગ નિમિત્તને અંતર્ભાવ કરવા આ ગ્રંથની રચના ગ્રંથકારે કરી છે, અને તેમાં તે સફળ થયા છે. તે સ્પષ્ટ થાય છે,
અષ્ટાંગ નિમિત્ત હાથમાં ઘટાવવા જતાં કયા વર્ષમાં, કયા માસમાં, કઈ તિથિમાં કઇ ટિકા મારા માટે શુભાશુભ છે. તેની વિવક્ષા કરવામાં જ પ્રથમ દર્શનાધિકારની સમાપ્તિ થઈ જાય છે.
અહી ગ્રંથકાર જાતકશાસ્ત્રની પદ્ધતિને એટલે આઠમા નિમિત્તનો સ્વીકાર કરી આગળ વધે છે, અને તેમાં તેમને લગ્નકુંડલી, શિડલી, ભાવકુંડલી વગેરેની જરૂર પડે છે. એટલે તે હાથમાં જન્મકુંડલીની રચના કરે છે. આ વિભાગને લઈ હસ્ત'જીવનમાં નષ્ટજાતક અથવા તે હસ્તરેખા ઉપરથી જન્મકુંડલી કરવાની રીત છે, એવી માન્યતા સમાજમાં પ્રચલિત છે.
પરંતુ અહીં કહેવું પડે છે, કે તેમ માનનારાઓ અંધારામાં છે. આવી કાઈ હકીકત (જેમ તેઓ ધારે છે તેવી ) હસ્તસ’જીવનમાં છેજ નહિ. હા ! એક હકીકત છે કે હાથની અંદર કુંડલી કલ્પનાની કલ્પના ગ્રંથકારે કરી છે. પણ તેના નિયમા સાધારણ છે, અને તેમ હેાવા છતાં અમારા માટે અભૂતપૂર્વ છે. અત્યારસુધીમાં ઉપલબ્ધ થતા સામુદ્રિકશાસ્ત્રના ગ્રંથામાં કયાંય હસ્તરેખા ઉપરથી વાસ્તવિક જન્મકાળ શોધી કાઢવાની રીત અમેએ જોઈ નથી. રેખાજા”ત નામના પ્રકરણમાં રેખાઆના વ્યાઘ્રવિલાસિની ઇત્યાદિ ભેદ પાડી અમુક ભેદની રેખા છે, માટે અમુક ઘટિકાએ જન્મ થયા છે, એમ કલ્પના છે, અને તે ઉપરથી દરેક પ્રક્રિયા જાતક શાસ્ત્રાનુસાર થઈ શકે છે. જો કે તે પ્રકરણ શ્વેતાં અમને તેમાં યુક્તિ દેખાઈ નથી. કાઈ જાતની ઉપપત્તિ નથી. છતાં હસ્તરેખા ઉપરથી કુંડલી કાઢવાની ચમત્કૃતિ સાંભળતા આવ્યા હાઈ કઈ પણ જાતના નિર્ણય ઉપર આવી શકતા નથી. તે વિષય ગમે તેમ હા. પરંતુ હસ્તસ જીવનમાં તેવી કાઈ વિધિ નથી. એમ કહેવામાં અમને કાઈ વાંધા નથી.
ગ્રંથકારે દશનાધિકારના ૧૭ મા શ્લેાકમાં હાથને બ્રહ્માએ રચેલી જન્મપત્રિકાની ઉપમા આપી છે, એટલે તે જન્મપત્રિકા છે, એમ ઘટાવવા તેમાં કુંડલીની કલ્પના કરી છે. કુંડલીના બાર ભાવ હાય, તેમ હાથમાં પણ માર ભાવ કપા