________________
B૮૫
રેન સામુદ્રિકના પાંચ પ્રથા
दुःखितो विकृतैरूक्षैर्दन्तैमूषक सन्निभैः ॥ सभाग्यं मिलितैर्दन्तैर्विद्यावान्दन्तुरैः पुनः द्वात्रिंशद्दशनो राजा भोगी स्यादेकहीनकः ॥ त्रिंशद्दन्तास्तु सुखिन एकहीनास्तु दुःखिताः
કુંદના ફૂલ જેવા શોભાયમાન દાંતોથી મનુષ્ય રાજા થાય છે. અને રાક્ષસ કે વાનરના જેવા દાંતવાળા પ્રતિદિન ભૂખ અને તરસથી આકુલ વ્યાકુલ રહે છે. જેઓના સ્નેહયુક્ત, મજબૂત દાડમના બીજ જેવા દાંત હોય તેમને સુખી અને સરલ જાણવા. આવા પુરુષ સ્ત્રીઓને વશ કરે છે. વિકૃત, સુખ અને ઉંદરડાની ચાંચ જેવા દાંત હોય તે દુઃખી જાણવા. દાંત એક બીજા સાથે મળેલા હોય તો ભાગ્યવાન અને જે મોટા દાંત હોય તે વિદ્વાન જાણવા. બત્રીસ દાંતવાળે રાજા, એકત્રીસ દાંતવાળો ભેગી, ત્રીસ દાંતવાળે સુખી અને ઓગણત્રીસ દાંતવાળા દુ:ખી સમજ. ૯૩ થી ૯૬
ઈતિ દતાધિકાર कृष्णजिह्वो भवेद्दासः न नरो दुःखसाधनः ॥ समलायां तु जिह्वायां स भवेत्पापकारकः
॥ ९७॥ स्थूल जिह्वास्तथा क्रूरा नरा अनृतभाषिणः ॥ श्वेतजिह्वा नरा येतु शौचाचार विवर्जिताः ॥९८॥ पद्मपत्रसमा जिह्वा भोगवान् मिष्टभोजनः ॥ रक्तजिह्वा भवेद्यस्तु विद्यालक्ष्मीमवाप्नुयात्
કાળી જીભવાળા દાસ થાય છે. અને તે મનુષ્ય દુઃખકારક પણ હોય છે. મેલી જીભવાળે પાપ કરનાર થાય છે. જાડી જીભવાળા ક્રૂર અને જુઠું બોલનાર હોય છે. અને જેઓની જીભ ધોળી હોય તેઓ પવિત્રતા રહિત હોય છે. કમળની પાંખડી જેવી જીભ હોય તે ભેગવિલાસ તથા મિષ્ટ ભજન કરનાર થાય છે. અને જેમને લાલ જીભ હોય તેઓ વિદ્યા અને લક્ષમીને પ્રાપ્ત કરે છે. ૯૭ થી ૯૯
ઇતિ છઠ્ઠાધિકાર कृष्णतालु नरा ये तु भवन्ति कुलनाशकाः ॥ पद्मपत्रसमं तालुः स नरो भूपतिर्भवेत्
॥१०॥ श्वेततालुनरा येतु धनवन्तो भवन्ति ते ।। रक्ततालुनरा ये तु धनभोक्ता न संशयः ॥ १०१॥