________________
૨૧૨
૨ સામુદ્રિકતિલક अंतर्ललाटपट्टे व्यक्तावतॊ ललामवद्यस्य ॥ वामोऽथ दक्षिणो वा स्वल्पायुर्दुःखितश्च स्यात् JI૧૨ यस्यावर्तद्वितयं सुव्यक्तं भवति पादतलमध्ये ॥ नक्तंदिनमतिदीनो भूमि स भ्रमति मतिहीनः ॥१३॥
અંગ અને ઉપાંગ સહિત આખું શરીર મેં કહ્યું હવે આ વાર્તા (ભમરીઓ) આદીનાં લક્ષણે અમે કહીશું. ભમરીઓ રૂંવાટાં, ચામડી અને વાળ એમ ત્રણ પ્રકાથી બને છે. આમાંથી જે કઈ ભમરી દક્ષિણાવર્ત (જમણી બાજુ નમતી ) હોય, સુંદર હોય અને સ્પષ્ટ હોય તે સારી. ડાબી ખાટી જાણવી. આમાંથી ચામડીથી થનારી ભમરીઓ હથેલીમાં (આંગળીઓના ટેરવે પણ, જેને સામાન્ય લેકવ્યયહારમાં ચદ કહ્યા કરે છે), પગના તળીએ, કાન ઉપર અને નાભિમાં થાય છે. અને રૂંવાટાથી થનારી ભમરીઓ હાથપગ તથા વાંસામાં અને વાળથી થનાર માથામાં થાય છે. જેના માથામાં ડાબા અને જમણું બંને પડખે, જમણી ભમરીઓ હોય તે ખુબ ધનવાન થાય છે. જેની ભ્રમરે વચ્ચે સુંદર ભમરી (રૂંવાટાથી બનતી) જમણી બાજુની હોય તે રાજા થાય છે. જેના બંને હાથ ઉપર બીજુ અંગદ (હાથનું ઘરેણું) ન હોય તેમ ભમરી હોય તે જરૂર જમીનદાર થાય છે. જેના કરતલમાં (હથેળીમાં) સાફ જમણી ભમરી હોય તે શુદ્ધ આચારવાળો, ધનવાન અને ધાર્મિક માણસ થાય છે. ભાગ્યશાળી માણસોની પાંચે આંગળીના ટેરવે જમણી ભમરીઓ હોય છે. અને દુર્ભાગી માણસેને ડાબી હોય છે. નાભિ ઉપર તેમ જ કાન ઉપર પડનારી જમણું ભમરીઓ પણ શુભ ફળ આપે છે. માથામાં એકજ સુંદર જમણું ભમરી (મસ્તિષ્કના મધ્યભાગે) પડતી હોય, તે પણ શુભ ફળ આપે છે. જેના માથામાં ડાબી બાજુ સ્પષ્ટ ડાબી ભમરી હોય, તે ઘણે દુઃખી થાય છે. અને ભીખ માંગતાં પણ તેને સારી ભીખ મળતી નથી. ડાબી બાજુએ જમણી અને જમણી બાજુએ ડાબી ભમરીઓ જેને હેય તેની પાછલી અવસ્થા ભેગરહિત થાય છે, એમાં સંદેહ નથી. જેના કપાળ વચ્ચે ભમરી હાય (પછી ભલે તે ડાબી હોય કે જમણ હોય) તે અલ્પાયુ અને દુઃખી થાય છે. જેના પગમાં બે ભમરીઓ સ્પષ્ટ દેખાતી હોય તે ઘણો જ દરિદ્ર અને જડમતિ હેઈ ત્રિદિવસ ભટક્યા કરે છે. ૧ થી ૧૩
सुखसंचरितपादा मयूरमार्जारसिंहगतितुल्या ॥ दीर्घक्रमा सुलीला भाग्यवतां स्याद्गतिः सुभगा ૨૪ . गतिभिर्भवन्ति तुल्या ये च समा द्विरदनकुलहंसानाम् ।। कृपभस्यापि नरास्ते सततं धर्मार्थकामपराः