________________
૧૭૦
૨ સામુદ્વિતિલક जीवितमरणं लाभालाभं सुखदुःखमिह जगत्यखिलम् । कररेखाभिः प्रायः प्राप्नोति नरोऽथवा नारी अन्तमुखेन मीनद्वयेन पूर्णन पाणितलमध्यम् । यस्याङ्कितं भवेदिह स धनी स चाप्रदो मनुजः ॥१३८॥ अच्छिन्ना गंभीरा पूर्णा रक्ताजदलनिभा मृदुला । अन्तर्वृत्ता स्निग्धा कररेखा शस्यते पुंसाम् मधुपिङ्गाभिः सुखिनः शोणाभिस्त्यागिनो गभीराः स्युः । सूक्ष्माभि(मन्तः समाप्तमूलाभिरथ सुभगाः છે ૨૪૦ पल्लविता विच्छिन्ना विषमाः पुरुषाः समास्फुटितरुक्षाः । विक्षिप्ताश्च विवर्णा हरिताः कृष्णाः पुनरशुभाः
?? पल्लवितायां क्लेशश्छिन्नायां जीवितस्य सन्देहः । विषमायां धननाशः परुषायां कदशनं तस्याम् । १४२॥
હવે મીન (મસ્ય) આદિ આકૃતિઓનાં લક્ષણ સ્પષ્ટપણે કહીએ છીએ. ડાબા હાથમાં સ્ત્રીઓને તથા જમણા હાથમાં પુરુષાને લક્ષણની પરીક્ષા કરવી. આ જગતમાં જીવન-મરણ, લાભ-અલાભ, સુખ-દુ:ખ વગેરે બધું જ સ્ત્રી અગર પુરુષ ઘણું ખરૂં હસ્તરેખાઓના આધાર મુજબ જ પામે છે. જે માણસની હથેળીના મધ્ય ભાગમાં અંદર પડતાં મુખવાળાં બે માછલાંઓનાં અખંડ ચિન્હ હોય તે માણસ ધનવાન થાય છે. (જુઓ ચિત્ર પ૦) અને તે કંજુસ હોય છે. જે રેખા તૂટ્યા વગરની, ગંભીર (ઉંડી) પૂરી, લાલાશ પડતી, કમળ, અંદર ઊંડી ઉતરી જતી હોય તેવી હોય અને સ્નિગ્ધ હોય તે રેખા વખાણવા લાયક છે. મધ જેવી પીળાશ વાળી રેખાઓ હોય તે સુખી, લોહી જેવા રંગની હોય તો ત્યાગી અને ગંભીર સ્વભાવની, બારીક રેખાઓ હોય તો બુદ્ધિમાન અને આદિથી અંત સુધીની પુરી રેખાઓ હોય તે સૌભાગ્યશાલી થાય છે. જે રેખાઓ શાખાઓવાળી, તૂટેલી વિચિત્ર લાગતી, રૂખી, ફાટી જવાથી તેજહીન લાગતી, અસ્તવ્યસ્ત પડેલી, છક્કો, લીલી કે કાળા રંગની હોય તે રેખાઓ અશુભ છે. શાખાઓવાળી રેખાઓથી કલેશ થાય છે. તૂટેલી રેખા આયુષ્ય તૂટી જવાનો ભય બતાવે છે. અસ્તવ્યસ્ત હોય તે ધનને નાશ કરાવે છે. અને ફીક્કી રેખાઓ ખરાબ ભોજન (ખાધાખોરાકીનું દુઃખ) આપે છે. ૧૩૬ થી ૧૪૨