________________
૧ હસ્તસંજીવની
નન્ત, મા, કથા, રિગ,
gયુતિથી રમતા ताराद्याः कृष्णपक्षेतु दर्श सूर्येन्दु संगमः
શા નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણ એ તિથિઓ અનુક્રમે કનિષ્ઠિકા અંગુલીથી આરંભ કરીને છે. કૃષ્ણપક્ષમાં અમાવાસ્યા કે જેનામાં સૂર્યચંદ્રને સ ગમ થાય છે, તે પૂર્ણ તિથિ ગણાય છે. ૧
यस्यां निरीक्ष्यते हस्तः सा तिथिः स्यादिनोदये । घटीचतुष्टयं शेषास्तदनुक्रमतोमताः ।
રા જે તિથિમાં હાથ જેવાનો હોય તે તિથિ સૂર્યોદયકાળ હોય છે. ત્યારબાદ એક એક તિથિ ચાર ચાર ઘડીની એમ અનુક્રમે જાણવી. ૨
हस्तवीक्षणवेलायां या तिथिः समुदीर्यते । तदङ्गल्याः स्वरूपेण वाच्यं सर्वं शुभाशुभम्
_ll હાથ જોતી વખતે જે સમય હોય, તે સમયની જે તિથિ આવતી હોય, તે તિથિની જે આંગળી હોય, તેના સ્વરૂપ ઉપરથી શુભાશુભ ફળ કહેવું. ૩
तारादित्र्यंशके ज्ञेया प्रतिपत् पष्टिका तिथिः । एकादशी च क्रमतः शेषं शेषास्ववस्थितम्
કનિષ્ઠિકાના પ્રથમ સૌથી નીચેના) પર્વમાં પ્રતિપદ, બીજામાં પછી, ત્રીજામાં એકાદશી એમ નંદાતિથિઓ રહેલી છે. આવી જ રીતે અનામિકામાં ભદ્રાતિથિઓ, મધ્યમામાં જય, તર્જનીમાં રિક્તા અને અંગુષમાં પૂર્ણ તિથિઓ છે. ૪ જુઓ ચિત્ર નં. ૧૧
एवं तिथिफलं ज्ञेयं त्रिपुरांशस्य दर्शनात् । जातिदिग्द्रव्यराश्यादेलभ्यालभ्यप्रवृद्धये
આ પ્રમાણે પ્રત્યેક આંગળીના પર્વમાં તિથિની વ્યવસ્થા હોઈ ઈકાલ પ્રાપ્ત તિથિનું પર્વ જોઈ તેની ઉપરનાં શુભાશુભ લક્ષણેથી જાતિ, દિગ, દ્રવ્ય, રાશ્યાદિ તથા લાભાલાભ વગેરે કહેવું. ૫
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राः स्युः करपल्लवाः । कनीनिकाद्या हंसोऽपि योगवान् वर्णवर्जितः
//
-