________________
રેનસામુદ્રિકના પાંચ ગ્રંથ
स्त्रीमातृमातृपक्षादिगृहं क्षेत्रं च वाटिका । पुंसां वामकरादीक्ष्यं रात्रिः शुक्लश्च पक्षकः
॥१४॥ પુરુષને સ્ત્રીની માતા, માતૃપક્ષ, ઘર, ખેતર, વાડી (બગીચા) રાત્રી તથા શુકલ પક્ષ એ સંબંધી ડાબા હાથમાં જોવું. ૧૪
पत्युः सुखं पितुःपक्षं धर्मगोधनमार्जवम् । कृष्णपक्षं दिनं स्त्रीणां वीक्ष्यं दक्षिणपाणितः
॥१५॥ સ્ત્રીને પતિનું સુખ, પતિના પિતૃપક્ષનું સુખ, ધર્મ, ગોધન, સરળતા, કૃષ્ણપક્ષ તથા દિવસ સંબંધી જમણા હાથમાં લેવાં. ૧૫
यजमानः फलं श्रुत्वा गुरोस्तथेत्युदीरयेत् । निदर्यं नाणकं रौप्यं स्वव्यापार समाचरेत्
॥१६॥ યજમાને ગુરુએ કહેલું ફળ સાંભળી “તથાસ્તુ' એમ કહી રૂપાનાણાની ભેટ ધરી પછીથી પોતાનાં નિત્યના કામે વળગવું. ૧૬
इत्येवं विधिना गुरुगुरुमतिः पञ्चा गुली वीक्षयेत् । वश्यं तस्य भवेदवश्यमचिराल्लोकत्रयं सद्गुणैः ।। वृष्टिः स्वर्णमयी च मेघविजयात्संजायते तद्गृहे ।। मौलौ माल्यमिवास्य शासनमहो भूमीभूजो बिभ्रति ॥१७॥
इति श्रीहस्तसंजीवने सिद्धज्ञाने हस्तावलोकनविधिश्चतुर्थ समाप्तः। .
આ પ્રમાણેની વિધિથી જે શ્રેષ્ઠ મતિવાળે ગુરુ હાથ જુએ છે, તેને તેના સદ્ગુણોથો જલદી ત્રણે લેક અવશ્ય વશ થઈ જાય છે. અને મેઘવિજય દ્વારા તેના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ થાય છે. અને મોટા મોટા રાજાએ તેના શાસનને (તેના વાક્યને) પુષ્પમાળાની માફક પોતાના મુકુટમાં ધારણ કરે છે. ૧૭
इति श्रीहस्तसंजीवने हस्तविलोकनाधिकारः