________________
કમળ, બંને બાજુ એકેક હાથી, એ કે સિંહ તથા કિન્નર ચીતરેલા છે, મૂર્તિની આજુબાજુ બે ચામરધારી ઊભાં છે, મસ્તકની બાજુમાં એકેક સ્ત્રી મેલની માળા લઈને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીતરેલી છે. મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં છત્ર લટકતું છે.
Plate VI ચિત્ર ૧૭: કાલકસૂરિને ચતુર્વિધ સંઘને ઉપદેશ. પાટણના સંધના ભંડારની ચિત્ર ૮ વાળી જ તાડપત્રની પ્રતમાંથી, ગુજરાતની જનાશિત કલાના આજસુધી પ્રાપ્ત થએલા ચિત્રોમાં આખા પાના ઉપર ચીતરેલું આ પ્રથમ જ ચિત્ર છે. ચિત્રના રંગે કેટલેક ઠેકાણે ઉખડી ગએલા છે. ચિત્ર બે વિભાગમાં વહેંચાએલું છે. ચિત્રની જમણી બાજુએ લાકડાના સુંદર આકૃતિઓવાળા સિંહાસન ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલા કાલિકાચાર્યના બંને હાથમાં ફલ છે. આચાર્યની પાછળ ઊભેલા શિષ્યના બંને હાથમાં તાડપત્રનું પાનું છે. આ ચિત્રમાં તથા ચિત્ર નં ૧૩-૧૪ માંના સાધુના હાથમાં ફૂલની રજૂઆત અને તે પણ સામે બેઠેલા શ્રાવકની હાજરીમાં આપણને વિચાર કરતા કરી મૂકે છે. મારી માન્યતા પ્રમાણે આ ત્રણે ચિત્રોમાં જે કુલની રજૂઆત છે, તે સામે બેઠેલા શ્રાવકને તથા ચતુર્વિધ સંધને કાપડની બનાવેલી ફલની આકૃતિ દ્વારા સ્કૂલમાં પણ જીવે છે અને તેને લૂંટવાથી તેને પણ દુઃખ થાય છે, એવું કાંઈ સમજાવવાને આશય છે. ચિત્રની ડાબી બાજુની પાંચ આકૃતિઓ પૈકીની આગળની બે આકૃતિએ બેન સાવીની છે. અને પાછળની ત્રણ આકૃતિઓ કાલિકાચાર્યને ઉપદેશ શ્રવણ કરતી શ્રમપાસિકા-શ્રાવિકાઓની છે. આ ચિત્રથી તાડપત્રની કાલકકથાની હસ્તપ્રતોના ચિત્રોનો વિભાગ સમાપ્ત થાય છે.
Plate VI ચિત્ર ૧૮ : શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણના સંગ્રહની દાબડા નં. ૪૭ નબર ૮૯૮ ની કાલકથાની સંવત ૧૪૬૩ ની સાલમાં લખાએલી કાગળ પરની હસ્તપ્રતનું છેલ્લું પાનું.
પાના પર લખેલી ૧૧ લીટીઓ પૈકીની નવમી લીટીમાં આ પ્રત સલખણપુરના રહેવાસી શ્રીશ્રીમાલ જ્ઞાતિના શ્રેષ્ટિ અમરસિંહના પુત્ર શ્રેષ્ટિ અંગાએ સંવત ૧૪૬૩ માં લખાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ છે. કાગળ પર લખાએલી આજ સુધી પ્રસિદ્ધ થએલી કાલકકથાની સચિત્ર હસ્તપ્રતોમાં આ પ્રત સૌથી પ્રાચીન છે.
Plate VIII ચિત્ર ૧૯ : ગર્દભ વિદ્યાને ઉછેદ અને ઉજજૈનીને ઘેરે. ઉપરોક્ત પ્રતમાંથી જ.
ડાબી બાજુએ મધ્યમાં ઉજની નગરીના કાંગરા સહિતના કિલે છે. તેની અંદર ગભિલ રાજા બેઠેલે છે, તેની આગળ વિદ્યાની સાધના કરવા આહૂતિ આપવા માટે અગ્નિની જવાલા સહિતને અગ્નિકુંડ છે. અગ્નિકુંડની બવાલાઓમાં પોતાના જમણું હાથમાં પકડેલા વાસણમાંથી ડાબા હાથમાં પકડેલા આહતિ દ્રવ્યોની આહુતિ આપતે ગર્દભિ૯૯ બેઠેલે છે. અગ્નિકુંડની બરાબર ઉપર કિલ્લાની અંદરના ભાગમાં ગભીવિદ્યા ઊભેલી છે, તેનું મેં સામે (કિલ્લાની બહાર) ઊભા રહેલા શક ધનુર્ધારીઓના ધનુષમાંથી છેલ્લા બણેથી ભરાઈ ગએલું છે. નગરના દરવાજાની બહાર ત્રણ શકો હાથમાં પકડેલા ધનુષ્યથી બા છોડીને ગર્દભી-ગધેનું મેં બંધ કરતા દેખાય છે.
આ પ્રતમાં માત્ર એક જ ચિત્ર છે. ચિત્રની બેંચને રંગ સીંદુરીએ છે.
ચિત્ર ૨૦ : આર્યકાલકને શિષ્યને ઉપદેશ. લીંબડીની શેઠ આણંદજી કલ્યાણની પેઢીના ગ્રંથ ભડારના લિસ્ટ નંબર પ૭૭ ની કાલકકથાની સંવત ૧૪૭૨ ની સાલની પાંચ ચિત્રો વાળી હસ્તપ્રતમાંથી. વર્ણન માટે જુઓ ચિત્ર નં. ૫ નું આ પ્રસંગને લગતું વર્ણન. આ ચિત્રમાં સિંહાસનની પાછળના
"Aho Shrutgyanam