________________
૫૯
૧૬૦ (વી. નિ. સં. ૩૭૦) અને પુષ્યમિત્રનાં ૩૫ (વી. નિ. સં. ૪૦૫) વીત્યા પછી ચાર પાંચ-વર્ષે એટલે (વી. નિ. સં. ૪૦૯-૪૧માં બલમિત્ર-ભાનુમિત્ર ભરુચમાં ગાદીએ બેઠો. અને વી. નિ. સં. ૪૦૦ સુધી તેણે ભરુચ અને ઉજજૈનમાં રાજ્ય કર્યું. આ સમય દરમ્યાન વી. નિ. સં. ૪૪૦માં ગર્દભ, જે દર્પણના નામે પણ પ્રસિદ્ધ હતા તેણે તેર વર્ષો સુધી મળવા પર રાજ્ય કર્યું અને તેણે સાધ્વી સરસ્વતીનું વા.નિ. સં. ૪૫૨ માં અપહરણ કર્યું. આ યવન રાજા સામે થવાની તે વખતે કઈ હિંદુ રાજામાં શક્તિ નહોતી તેથી કાલકસૂરિ તેની સામે ઝૂમી શકે તેવા શકને લઈ આવ્યા. શકોએ આવીને સિંધ પછી સૌરાષ્ટ્રને અધિકાર હાથમાં લીધું અને પછી ઉજૈનીને વી, નિ. સં. ૪૫૩માં સર કરી માલવા ઉપર રાજ્ય કર્યું. આ દરમિયાન શકમંડલક અને અધિકારી પરુષેએ શક–રાજવીને સાથ છોડી દીધું હોવાથી તેની સત્તા ઘટી ગઈ હતી.'
આ સ્થિતિને લાભ લઈ બલમિત્રભાનુમિત્રે માલવપ્રજાને પરદેશી સત્તામાંથી છોડાવ્યાની ચાદકિરીના પ્રતીક તરીકે સંવત્સરની શરૂઆત થઈ. . રેસન ઠીક જ કહે છે કે,
“The foundation of an era must be held to denote the successful establishment to the new power rather than its first beginning or downfall of any"
એ સંવત્સરની શરૂઆત માતાની સ્વતંત્રતા પ્રાપ્તિના કારણે પ્રથમ માલવગ સંવત નામે થઈ ત્યારે બલમિઝ-ભાનુમિત્રનાં રાજકાળનાં ૬૦ વર્ષે પણ તેમાં જોડી દઈને સંભવતઃ અલમિત્રના મરણ પછી ભાનમિત્રે બને ભાઈઓના સંયુક્ત નામે તે સંવત્સરને વિક્રમાદિત્યના નામે પ્રચલિત કર્યો હશે.. જે તેર વર્ષ પછી શરૂ થયે. આ પ્રાચીન ગાથા એનું પ્રમાણ આપે છે કે,
"चिवमरजाणंतर, तेरसपासेसु बच्छरपधितो।
-for-, વિકમકાજામ ઉનનારો !” અર્થાત–વિક્રમના રાજ્ય પછી તેર વર્ષે સંવત્સરની પ્રવૃત્તિ થઈ. વિક્રમ કાલથી જિન (વીર નિર્વાણ) કાળને ૪૭૦ વર્ષનું અંતર છે.
આથી જણાય છે કે માલવગણ સંવત્ ૧૩ વર્ષ ચાલ્યા પછી એ નામને માનમિત્રે વિક્રમ સંવત્સરમાં કેરવી વી. વિ. સં. ૪૭૦ થી તેની શરુઆત કરી. અને તે જ એવા વિજયી અને યશસ્વી કાર્યો કર્યો
છે જેથી તેની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ. માનમિત્રને એક સિક્કો માલવા જિલ્લામાંથી મળી આવ્યું છે તેથી એ આ હકીકતને સમર્થન મળી રહે છે.
બલમિત્ર-ભાનુમિત્ર કેના પુત્ર હતા એ જાણવું મુશ્કેલ છે. “અગ્નિપુરાણમાં કહ્યું છે કે, “ગધરૂપને પુત્ર વિક્રમાદિત્ય માળવાને રાજા થશે. પરંતુ ગર્દભ તે યવન રાજા છે જ્યારે બલમિત્રભાનુમિત્ર હિંદુ રાજવી છે. ડે. શાંતિલાલ શાહ તે બંનેને શુંગવંશીય (બ્રામા) પુષ્યમિત્રના પુત્ર હોવાની સંભાવના કરે છે. જ્યારે કાલિકાચાર્યના ભાણેજે હવાની કથાઓની હકીકતથી તેને ક્ષત્રિય ઠરે છે. આ એક કોયડા છે. છતાં વિક્રમાદિત્યનાં પરોપકારી કાર્યો તેમના હિંદુત્વનું સમર્થન કરવા માટે પૂરતાં ઠરે છે. | વિક્રમાદિત્ય કયા ધર્મ પાળતો હશે એ કંઈ જાણી શકાતું નથી. પણ વિક્રમાદિત્યના રાજ્યમાં આર્ય કાલક, ખપુટાચાર્ય અને જીવદેવસૂરિ જેવા મહાવિદ્વાન આચાર્યો વિહરતા હતા અને બલમિત્ર-ભાનુમિત્ર
૧ જુએ; “વ્યવહારઈિના દશમ ઉદ્દેશને સંદર્ભ. આ સંગ્રહનું પૃષ્ઠ ૪ (સંદર્ભ ૪). 3. Coins of the Andhra Dynesty-Preface P. 162 2. Cunnigham, Coins of Ancient India P. 67,70.
"Aho Shrutgyanam