SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ આપવામાં આવ્યું હતું, અને તેમનો પ્રથમ ગ્રંથ “ભાવશતક” નામે સં. ૧૬૪માં રચેલ મળી આવે છે. તેથી તે વખતે તેમની ઉંમર ૨૧ વર્ષની ગણીએ તે તેમને જન્મ સં. ૧૯૨૦માં મૂકી શકાય કે જે ના દીક્ષા કવચંદ્ર ઉપાખ્યાયના હિસાગરુ શ્રીજિનચંદ્રસૂરિને સૂરિપદ ( ૧૭ વર્ષની વયે સં. ૧૬૧રમાં) મળ્યાને આઠ વર્ષ થઈ ગયાં હતાં. તેમને છેલ્લે ગ્રંથ સં. ૧૬૭ લગભગ મળી આવે છે. તેઓ સં. ૧૭૦૨ના ચિત્ર શદિ ૧૩ના દિવસે અમદાવાદમાં આરાધનાપૂર્વક અનશન કરીને સ્વર્ગે પધાર્યા. તેમના જીવનકાળમાં તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને તત્કાલીન ગુજરાતી ભાષામાં જે ગ્રંથ રચ્યા છે તે ઉપરથી જાણી શકાય છે કે તેઓ વ્યાકરણ, તર્ક, સાહિત્ય અને જિનાગમ–સિદ્ધાંતના પ્રખર વિદ્વાન હતા. તેઓ મહાપ્રભાવશાળી પુરુષ હતા. તેમણે સમ્રાટ અકબર પાદશાહને એક વાકય કાનો પર ના “અષ્ટલક્ષી ” ગ્રંથદ્વારા આઠ લાખ અર્થ કરી બતાવી ચમત્કૃત કર્યો હતો. જેસલમેરના રાવલ ભીમને પ્રસન્ન કરી મયણે જેઓ સાંઢને મારતા હતા, તે હિંસા તેમના ફરમાનથી બંધ કરાવી. રતિપુરમાં સિંધ-વિહારમાં મખનખ મહમદ શેખને પ્રતિબદ્ધ કરી પાંચ નદીના જળચર જીવોની હિંસા બંધ કરાવી અને ગાયની રક્ષા કરવાના વિશિષ્ટ કાર્યની રાજ્યમાં ઉષણા કરાવી. મંડેવરના રાજવીને મેડતામાં વાજાં વગાડવા દ્વારા શાસન પ્રભાવના કરી. આ સિવાય સાધુઓમાં વ્યાપેલી શિથિલતા માટે સં. ૧૨૬૧ માં કિયા-ઉદ્ધાર કરીને કડક સાધુ આચારને આદર્શ ઉપસ્થિત કર્યો. તેમણે નાના મોટા અનેક ગ્રંથો અને સ્તુતિ-સ્તોત્ર તવનાદિની રચના કરી છે. જેની અહીં નોંધ વિસ્તાર ભયે આપી શકાય એમ નથી. તેમના સમયની ગૂજરાતી ભાષાની તેમની રચનાઓમાં તેમના વિશિષ્ટ કવિતવની છાપ પડે છે. તેમને શિષ્ય પરિવાર પણ વિશાળ હતું અને તેમણે પંજાબથી લઈને દિલ્હી-આગરા તેમજ મારવાડ, મેવાડ અને ગુજરાતનાં અનેક ગામ સુધીને વિહાર લબા હતું. કથા ચાવીશમી: આ કથાની એક પત્રની પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના દો. નં. ૨૪૨ અને પિથી નં. ૧૧૪૬૮ ની છે. આ પ્રતિની લિપિ સારી છે. તેનું માપ ૧૦૮૪ છે. આ કથા કયારે રચાઈ કે લખાઈ અથવા તેના કર્તા કોણ હતા; એ સંબંધે કશું જાણી શકાય એવું સાધન મળી શકતું નથી. આ કથા મળી આવેલી સમગ્ર કથાઓમાં નાનામાં નાની ૧૯ કલેકની સુંદર કૃતિ છે. શ્રીકાલકાચાર્ય વિશેની પાંચ ઘટનાઓ પૈકી પહેલી ઘટનાનું ૧૪ શ્લોક દ્વારા વર્ણન છે, જ્યારે બીજી ઘટનાઓ એક કે દાઢ કલેકમાં સચનહારા નિરશી કથાને સમાપ્ત કરી છે. અંતમાં તેર ચોકઠાઓમાં તે તે ઘટનાઓને નિદેશ કરતી ટૂંકી માહિતી આપી છે. કથા પચીસમી આ કથા માલધારી હેમચંદ્રસૂરિએ રચેલી “ પુપમાલા” જેમાંથી બીજા નંબરની કથા પણ લેવામાં આવી છે, તેમાંથી જ કાલિકાચાર્ય સંબંધી એક ઘટનાને ઉવેખ છે, તે આ સંદર્ભ અહીં આપવામાં આવ્યો છે. આ કથાની પ્રતિ અમદાવાદના પ્લાના ઉપાશ્રયના ભંડારના દો. નં. ૩ર અને પિથી નં. ૨૯ ની છે, તેના પત્ર નંબર ૧૧ થી ૧૧૧ માંથી આ કથાનક ઉતારી લીધું છે. - ૫૫. તેમની સાહિત્ય સેવા સંબંધે વિસ્તારવા જાવા માટે એક શ્રમેહનલાલ દલીચંદ દેસાઈએ લખેલે “કવિવર સમયસુંદર” નામને નિબંધ જેન સાહિત્ય સંશોધક ૨, અંક ૩-૪, તેમજ “ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ” નામના ગ્રંથનું પૃષ્ઠ ૧૬૮ પ્રકાશક, શંકરદાન શર્મરાજ નાટા, કલકત્તા. "Aho Shrutgyanam
SR No.009529
Book TitleKalikacharya Kathasangraha
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherKunvarji Hirji Naliya
Publication Year1949
Total Pages406
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy