________________
૨૮
ગુજરાતીમાં, “કાદંબરીકથાનકોદ્ધાર'ને કથા સાહિત્યમાં અને “નેમનાથ ચઉમાસી કાવ્ય'ને ‘કાવ્ય'માં સમાવી શકાય. મારા “લેખલિખનપદ્ધતિ'ના વિષયનો નિર્ણય થઈ શકતો નથી. મહોપાધ્યાય શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિ : શિષ્ય સમ્પત્તિ :
મહો. શ્રી સિદ્ધિચન્દ્રજી ગણિના પાંચ શિષ્યોના નામ પ્રાપ્ત થાય છે. (૧) મુનિશ્રી શુદ્ધિચન્દ્રજી - વિ. સં. ૧૬૯૮માં તેમણે વીજાપુરમાં ‘દીપાલિકા કલ્પની
પ્રત લખી હતી. (જુઓ પ્રશસ્તિસંગ્રહ પત્ર-૨૦૯.) (૨) મુનિશ્રી શુભચન્દ્રજી - તેમને મુનિશ્રી ભાગ્યચંદ્રજી નામે શિષ્ય હતા. તેમ જ
તેમના અન્ય શિષ્ય મુનિશ્રી ખુશાલચંદ્રજીએ, સૂરવિજય અને મોહનવિજય રચિત “રત્નપાલ રાજાનો રાસ'ની પ્રત લખી
હતી. વિ. સં. ૧૭૮૬ ચૈત્ર શુકલા પૂર્ણિમા, ગંગાપુર : (૩) મુનિશ્રી સુબુદ્ધિચન્દ્રજી - તેમણે કપડવંજમાં વિ. સં. ૧૭૦૧ અશ્વિન કૃષ્ણ દ્વિતીયાદિને
‘શીલદૂત’ની પ્રત લખી હતી. (૪) મુનિશ્રી કપૂરચન્દ્રજી - (૫) મુનિશ્રી અમીચન્દ્રજી - તેમને માટે પૂ. ઉપા. શ્રી સિદ્ધિચન્દ્રજી એ ‘લઘુ શાન્તિ
સ્તોત્ર'ની વૃત્તિ લખી હતી. જેમની તારક કૃપાદૃષ્ટિથી આ કાર્ય સાંગોપાંગ સંપન્ન થયું છે તે ગુરુભગવંતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
મારા સંસારતારક ગુરુદેવ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેમની પ્રેરણા અને પ્રોત્સાહન મને સતત સ્વાધ્યાય અને સંશોધનમાં પ્રવૃત્ત રાખે છે તે પરમશ્રદ્ધય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા. જીવનના મહત્ત્વના વરસો જેમણે મારા અભ્યાસ માટે જ મહેનત કરી તે પિતૃગુરુદેવ પૂજ્યમુનિવર શ્રી સંવેગરતિ વિજયજી મ.સા. સદાના સાથી બંધુ મુનિશ્રી પ્રશમરતિવિજયજી મ. દર્શન શાસ્ત્રનો બોધ જેમની પાસેથી મળ્યો તે સદગત પ્રાજ્ઞવર્ય શ્રી રજનીકાંત ન. પરીખ. (M.A.) આ સમયે વિશેષ સ્મૃતિપથમાં આવે છે.
-
મારા
વૈરાગ્યરતિવિજય
૨૦૬૩, વૈશાખ સુદ-૧ શ્રીપાળનગર વસતિ
વાલકેશ્વર મુંબઈ.
asta\mangal-t\3rd proof