________________
२६
અને આપની તરૂણ વય જોતા પ્રશ્ન થાય છે કે આ ઉંમરમાં આપ તપ શા માટે કરો છો ? આ પ્રશ્ન બશે વચ્ચે ખૂબ વિસ્તારથી ચર્ચા થઈ. ૩૩
બાદશાહ જહાંગીર અને મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે જ જહાંગીરની પ્રાણવલ્લભા બેગમ ‘નૂરમહલ'-એ ૩૪ કહ્યું કે-યુવાનીમાં મનની સ્થિરતા સાવ જ અશક્ય છે.” [તારુષે 4 મન: ધૈર્યમથ્યામિડું 4:] મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી એ ફરી દાખલા તેમ જ નવી દલીલો સાથે તેમને સમજાવવાનો યત્ન કર્યો (મહો. શ્રીભાનુચન્દ્રજી ગણિ ચરિતમાં તેનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે.) પરંતુ બાદશાહ જહાંગીરે પોતાની વાતનો આગ્રહ રાખતા કહ્યું કે- ‘તમારા ચંપકની કળી જેવા શરીર પર લોચ વગેરે દ્વારા અત્યાચારો કરવા અયોગ્ય છે માટે મારા આગ્રહથી તમે સંસારપ્રવેશ કરો.' તેના જવાબમાં મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ જણાવ્યું કે દરેકને બધી જ વસ્તુઓ કરતા જીવ સૌથી પ્રિય છે, મને જીવ કરતા પણ મેં સ્વીકારેલો ધર્મ વધારે પ્રિય છે. પ્રાણ ખોઈને પણ હું તે ધર્મને છોડવાનો નથી.’ મસ્ત્રીઓને તેમના કદાગ્રહની નિન્દા કરી. ગુસ્સે થયેલા રાજાએ તલવારની ધારે પોતાની વાત માનવા કહાં. રાજયની લાલચ આપી, હાથીના પગ તળે કચડવાની ધમકી પણ આપી પણ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી ડગ્યા નહીં. અત્તે ગુસ્સે થયેલા બાદશાહે તેમને વનમાં જતા રહેવાનું કહ્યું અને ફરમાન જાહેર કર્યું કે કોઈ યતિએ શહેરમાં આવવું નહીં. વનમાં જ રહેવું કારણ કે તે જ તેમને માટે યોગ્ય છે? .
આ ફરમાનમાં ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણીને અપવાદ રાખ્યા. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી તરત જ આગ્રા છોડીને ‘માલપુરા” જતા રહ્યા. માલપુરા સંઘ તેમ જ સંઘપતિની વિનંતિથી ત્યાં જ ચાતુર્માસ રહૃાા.૩૫ વખત જતાં બાદશાહ જહાંગીરને પણ ઉપા શ્રી ભાનુચન્દ્રજી ગણિને ખિન્ન જોઈને પોતાના કૃત્ય બદલ ખેદ થયો. તેણે પત્ર લખી મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને આગ્રા બોલાવ્યા . આગ્રામાં તેમની માફી માંગી અને કંઈક કાર્ય ફરમાવવા કહ્યું. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ યતિઓને
૩૩. જેમાં જહાંગીરે તેમને એક સ્ત્રી આપવાનું પણ કહ્યું હતું. સરખાવો- પુનર્નદારનરેન્દ્રન્દ્ર પ્રીયમાનામપિ મિની : | હટેન નોરી તવાન યુવા પ્રત્યક્ષમૈતવૃg || વાસવદત્તા ટીકા
આ રીતે બાદશાહ જહાંગીરે આ પહેલા પણ પોતાના મિત્ર વેપારી વિલિયમ હોકીન્સ સમક્ષ સ્ત્રીનો પ્રસ્તાવ મૂક્યો હતો.
૩૪. ‘નૂરમહલ'નું સાચું નામ “મેહરુન્નિસા' હતું. ૧૭ વર્ષની ઉંમરે તે એક પર્શીયન યુવાનને પરણી હતી. આ યુવાન જહાંગીરની સામે થયો હતો તેથી તેનું ખૂન થયું. ત્યાર પછી ‘મેહરુન્નિસા' વિ.સં. ૧૬૬૮માં જેઠ મહિને બાદશાહ જહાંગીરની બે ગમ થઈ. જહાંગીરે તેનું નામ ‘નૂરમહલ' (મહેલનો પ્રકાશ) રાખ્યું. વિ. સં. ૧૬૭૩ના ચૈત્ર મહિને તે ‘નૂરજહાં' (વિશ્વનો પ્રકાશ) તરીકે પ્રસિદ્ધ થઈ. ‘ઉપા. શ્રી ભાનુ ચન્દ્રજી ગણિ ચરિત'માં તેને ‘નૂરમહલ' તરીકે ઓળખાવવામાં આવી છે. આથીમુ. સિદ્ધિચન્દ્રજી અને તેણી ની ચર્ચા વિ. સં. ૧૬૬૮ પછી થઈ હશે. અહીં એ યાદ રાખવું જોઈએ કે બાદશાહ જહાંગીરને ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણી તેમ જ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી વિ.સં. ૧૯૬૯માં મળ્યા હતા.
૩૫. જયપુર રાજયમાં અજમેરની પૂર્વદિશામાં પ0 માઈલ દૂર છે.
asta\mangal-t\3rd proof