________________
२३
ઉપા. શ્રી ભાનુચન્દ્રજી ગણિને પત્રો લખી બાદશાહે બુહનપુરાથી પોતાની પાસે આવવા વિનંતી કરી. તેઓ આગ્રા આવ્યા. (પ્રકાશ-૪ શ્લોક ૧૫૮થી ૧૬ ૨)
ખરતર ગચ્છના શ્રાવકોએ કરેલો ઉપદ્રવ દૂર કરવા પૂર્વે બાદશાહે આપેલાં ફરમાનપર્વત પર કોઈએ બાંધકામ કરવું નહિ–ના અનુસંધાનમાં આ. શ્રીવિજયસેનસૂરિજીનો પત્રી આવ્યો કે “આ ફરમાનથી જૂના ચૈત્યોની રક્ષા અને નવા ચૈત્યોનું નિર્માણ થઈ શકતું નથી.' મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીના પ્રયાસથી બાદશાહે ફરમાન લખી આપ્યું. ૨ (પ્રકાશ-૪ શ્લોક ૧૬૩થી ૧૬ ૭).
બાદશાહ અકબરના જયેષ્ઠ પુત્ર ‘સલીમ'ના તાબામાં ગુજરાત આવ્યું. ગુજરાતમાં તેણે સૂબાઓ મોકલ્યા. તે સૂબાઓ અકબરના ફરમાનને માનતા ન હતા. ૨૩ આથી અ-મારિ વગેરે
જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ (લેખક ત્રિપુટી મહારાજ)માં પ્રસ્તુત ઘટના વિ.સં. ૧૯૪૯માં ઘી છે તેવા ઉલ્લેખપૂર્વકનું વર્ણન છે. (જુઓ પૃષ્ઠ ૬૮ તેમ જ ૨૨૦-૨૧) જે વિચારણીય છે. આ ઘટનાના વર્ણનમાં ઉલિખિત વિગતો ‘મહો. શ્રી ભાનુ ચન્દ્રગણિ ચરિત'થી વિરુદ્ધ છે. તેમ જ આ ઘટનાના સંદર્ભમાં રજૂ કરવામાં આવેલા ફરમાનોનો ઘટના સાથેનો સંબંધ પણ વિચારણીય છે.
૨૨. સંભવતઃ આ ફરમાન, વિ. સં. ૧૬૫૮ ભાદરવા વદ ૧૨ (હિન્દી, ઈ. સ. ૧૬૦૧, ૧૫મી ઑગસ્ટ)ના દિવસે અપાયું છે. તેનો પ્રસ્તુતોપયોગી કેટલોક અંશ
....એમના. (જગદગુરુ શ્રીહીરવિજયસૂરિજીના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી) દેવલ કે ઉપાશ્રયમાં કોઈએ ઉતારો લેવો નહીં. અને એમને તુચ્છકારવા નહીં. તેથી જો તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારે છે તેનો પાયો નાખે તો ઉપલકિયા જ્ઞાન વાળાએ કે ધર્માધે તેનો અટકાવ કરવો નહીં.... (જુઓ-સૂરી શ્વર અને સમ્રાટું, પૃષ્ઠ-૩૮૦)
૨૩. શાહજાદો સલીમ અકબરની રાજપુત રાણી જોધાબાઈનો પુત્ર હતો. સલીમ ચિશ્તીને ઘરે જમ્યો (૩૧-૮-૧૫૬૯ ફત્તેહપુર સીક્રી) હતો. તેથી ‘સલીમ'ના નામે ઓળખાતો. બાદશાહ અકબર તેને શેખુજી બાબા કહેતો.
બાદશાહ અકબર જ્યારે દક્ષિણમાં હતો ત્યારે સલીમે બળવો કર્યો. તે અકબરે બાંધેલા અલાહબાદના મજબૂત કિલ્લામાં સુરક્ષિત થઈને રહ્યો. બિહારમાં તેણે પોતાની આજ્ઞા પ્રવર્તાવી અને સ્વતંત્રતા જાહેર કરી .
વિ. સં. ૧૬૦૧ના મધ્યમાં જયારે બાદશાહ અકબર આગ્રા આવ્યો ત્યારે ‘સલીમ' તેની સમક્ષ હાજર થયો. અલાહબાદમાંથી તે હી ગયો અને બાદશાહ અકબરે તેને બે ગાળ અને ઓરિસાનો રાજયપાળ નીમ્યો. પણ સલીમે ફરી પોતાને ‘શહેન શાહ' કહેવરાવવાનું ચાલુ કર્યું. આ સમય દરમ્યાન સલીમ ગુજરાતનો રાજા થઈ બેઠો હશે અને તેથી જ તેના સામંતોએ બાદશાહ અકબરના ફરમાનોની અવગણના કરી હશે.
બાદશાહ અકબર આશા હતો. આગ્રામાં તેણે દક્ષિણમાંથી તેના ખાસ તેમ જ પ્રિય મંત્રી અબુલ ફઝલને બોલાવ્યો. દક્ષિણથી આવતા રસ્તામાં ઈ. સ. ૧૬૦૩ના એપ્રિલ મહિને, સલીમના માણસો દ્વારા અબુલફઝલનું ખૂન થયું. બાદશાહ અકબર ભાંગી પડ્યો. ત્યાર પછી સલીમે જાહેરમાં પોતાને બાદશાહ અકબરના વારસ તરીકે જા હેર કરવાનું ચાલુ કર્યું. ઈ. સ. ૧૬૦૪ એપ્રિલમાં સલીમન ભાઈ અને કટ્ટર હરીફ ‘દાનીયાલ' (ત અત્યંત વિલાસી, હતો. શરાબે તેના મૃત્યુને નિમંત્રણ આપ્યું હતું.) ગુજરી ગયો. સાથે જ હંમેશા સલીમનો જ પક્ષ લેનારી એકબરની માતા મૃત્યુ પામી. સમાધાન કરવા સલીમ આમા આવ્યો. ઈ. સ. ૧૬૦૪ની ૯મી નવેમ્બરે તે બાદશાહ અકબરને મળ્યો. તેણે પોતાના અપરાધોની અંગત ક્ષમા માગી અને ઓરડો છોડી ગયો. મૃત્યુ પામતા પહેલા અકબર સાથે તેની
asta\mangal-t\3rd proof