________________
२२
ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિને કહ્યું કે “જો કોઈ આ મંદિરનો ઉદ્ધાર કરવાની જવાબદારી લે તો મારા કોશમાંથી દ્રવ્ય આપું.” ઉપા. શ્રી ભાનુચન્દ્રજીગણિએ એક શ્રાવકનું સૂચન કર્યું. ગ્વાલીયરમાં જિર્ણોદ્ધાર થયો. ગ્વાલીયરથી બાદશાહ બુર્ઝાનપુર આવ્યો. તેણે આશરગઢ॰ જીત્યો. સૈન્યને રવાના કરી તે બુદ્ઘનપુર રહ્યો. ઉપા. શ્રીભાનુચન્દ્ર ગણી તથા મુનિશ્રીસિદ્ધિચન્દ્રજી તેની સાથે જ હતા. બાદશાહના સૈન્યે દક્ષિણના દેશો જીત્યા. (પ્રકાશ-૪ બ્લોક. ૧૨૩થી ૧૩૩
બુલ્હનપુરમાં એક પણ જિનમંદિર ન હતું. અન્યો બનાવવા દેતા ન હતા. આથી ત્યાંના સંઘે ઉપા. શ્રીભાનુચન્દ્રજી ગણિન, બાદશાહ દરમ્યાનંગરી કરે તે વિનંતી કરી. ઉપાધ્યાયજીના કહેવાથી
બાદશાહે ત્યાંના અધિકારીઓને આદેશ કર્યો કે તેઓ જિનમંદિર બંધાવવામાં સહાય કરે. બુર્કાનપુરની ભૂમિ જિનમંદિરથી મંડિત થઈ. (પ્રકાશ-૪ શ્લોક-૧૩૪થી ૧૪૭)
બાદશાહ અકબરે આગ્રા જેવા પ્રયાણ કર્યું. ઉપા. શ્રી ભાનુચન્દ્રગણી અસ્વસ્થ હોવાથી બુદ્ઘનપુરા રોકાયા. મુનિ શ્રીસિદ્ધિચન્દ્ર બાદશાહ સાથે આમાં ગયા. (પ્રકાશ-૪ શ્લોક ૧૪૮થી ૧૫૧)
૧૮
“ખાને આઝમ મીર્જી અઝીઝ કોકના પુત્ર મીર્ઝા ખુર્રમે એક વખત શત્રુંજય પર્વતના મૂળમંદિરનો નાશ કરવાના હેતુથી પહડ પરના ઝાડ કપાવી, ઝાડના લાકડા મંદિરમાં ગોઠવવા માંડ્યા. તળેટીના એક મંદિરને તેણે તોડી નાખ્યું હતું. મૂળ મંદિરને બાળીને તેની રાખ કરવાનો તેનો દુષ્ટ ઈરાદો હતો. આ. શ્રી વિજયસેનસૂરિજીને ખબર મળતા તેમણે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી પર પત્ર લખ્યો મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીએ બાદશાહને વાકેફ કર્યા, બાદશાહે અઝીઝ કોક પર તીર્થ રક્ષાનું ફરમાન લખી આપ્યું.૨૧ (પ્રકાશ-૪ શ્લોક-૧૫૨થી ૧૫૭)
૧૬. ખાનદેશમાં આવેલું શહેર. હમણા તાપીના ઉત્તર કિનારે ખાંડવાથી દક્ષિણ-પશ્ચિમમાં ૪૧ માઈલ
દૂર છે.
૧૭. ૧૬મી શતાબ્દીમાં આશરગઢ વિશ્વની અજાયબી જેવો ગણાતો (સ્મીથ, ‘અકબર') ઈ.સ. ૧૬૦૧માં જાન્યુઆરી મહિને તે અકબરને તાબે થયો.
૧૮. ઈ. સ. ૧૯૦૧માં એપ્રિલ મહિને અકબરે આગ્રા જવા પ્રયાણ કર્યું. અને તે જ વર્ષે મે મહિનામાં તે પહોંચી ગયો (સ્મીથ, અકબર) ઈ. સ. ૧૬૦૧ = વિ.સં. ૧૬૫૮ (સંભવતઃ) ત્યારે મુનિશ્રી સિદ્ધિચન્દ્રની વય ૧૩ અથવા ૧૪ વર્ષ હશે.
૧૯. ખાને-આઝમ મીર્ઝા અઝીઝ કોક બાદશાહ અકબરનો સાવકો ભાઈ હતો. બાદશાહ અકબરે ગુજરાતમાં કુલ નવ સૂબાઓ મોકલ્યા હતા. બાદશાહ અકબરના રાજ્યકાળ દરમ્યાન મીર્ઝા અઝીઝ કોક ત્રણ વાર ગુજરાતના સૂબા તરીકે આવ્યો હતો. ગુજરાતનો તે પ્રથમ, સાતમો અને નવમો સૂબો હતો. બાદશાહ જહાંગીરના રાજ્યકાળ દરમ્યાન પણ અઝીઝ કોક તેના ત્રીજા સૂબા તરીકે ગુજરાત આવ્યો હતો.
૨૦. મીર્ઝા બુર્રમ, અઝીજ કોકો ત્રીજો પુત્ર હતો. બાદશાહ અકબરે તેને જૂનાગઢ અને સૌરાષ્ટ્રનો ‘ફોજદાર’ નીમ્યો હતો.
૨૧. બાદશાહ અકબરના રાજ્યકાળ દરમ્યાન ખાને આઝમ મીર્ઝા અઝીઝ કોક ગુજરાતનો નવમો સૂબો હતો ત્યારે આ ઘટના બની હોવાનો પૂરો સંભવ છે. નવમા સૂબા તરીકેનો તેનો કાળ ઈ. સ. ૧૬૦૦થી ઈ. સ. ૧૯૬૫ સુધીનો છે. અર્થાત્ સંભવત વિક્રમ સંવત્ ૧૯૫૮થી વિ. સં. ૧૯૯૨ સુધીનો છે.
asta\mangal-t\3rd proof