________________
પ્રારંભમાં જ તર્કવાગીશે સાધ્ય–સફ ળત્વની પરિભાષા કરી છે. આ અંગે રુચિદત્ત મિશ્રનો મત ટાંકી તેનું ખંડન કર્યું છે.
કેટલાક વિદ્વાનો સત્વ ને બદલે વૈવવધતર્તવ્યતીત્વને સાધ્ય માને છે. તેમના મતે અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે. ‘મફતં વધતર્તવ્યતીમ્ મતવિક વિશિષ્ટવારવિષયંત્રીત, તર્જીવ વેદબોધિત કર્તવ્યતા સિદ્ધ થવાથી મંગળની સફ ળતા સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે. આ સંદર્ભમાં શશધરનો મત ટાંકીને તેની ઉપેક્ષા કરી છે.
ત્યાર બાદ ધારભૂત વિજ્ઞધ્વંસ અને મંગલ વચ્ચેના કાર્યકારણભાવની ચર્ચા છે
નવ્યોના મતની સ્થાપના પછી અદૃષ્ટ દ્વારા સમાપ્તિની કારણતા જણાવતા મતને રજૂ કર્યો છે. બીજા મંગલવાદ કરતા આ મતને તર્કવાગીશે વિસ્તારથી ચચ્યું છે. મંગલત્વનું નિર્વચન, તેના ભેદ નમસ્કારત્વ, સ્તુતિત્વ વિ.નું નિર્વચન કરી વિષય પૂર્ણ કર્યો છે.
ગ્રંથનો અંતિમ પંક્તિઓ અપૂર્ણ રહી હોય તેમ જણાય છે.
આ સિવાય પણ અનેક મંગલવાદ હોવાની સંભાવના છે. પ્રસ્તુત સંપાદન :
મંગલવાદનો વિશદ બોધ થઈ શકે એ હેતુથી પ્રસ્તુત સંપાદનમાં નીચે મુજબની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(૧) પંચાત્તવો :- કર્તા–ઉપાશ્રી સિદ્ધિચંદ્રજી ગણી.
આ કૃતિ પ્રથમવાર પ્રકાશિત થઈ રહી છે. આની એકમાત્ર પ્રત પ્રવર્તક શ્રી કાંતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરા-ના હસ્તલિખિત ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. જૈન શાસ્ત્રપરંપરામાં નવ્યન્યાયનો પ્રવેશ ઉપા.શ્રી યશોવિજયજી મ. દ્વારા થયો એવી સામાન્ય ધારણા છે. આ ધારણાને નિર્મળ સાબિત કરતી વાસ્તવિકતા ઉપા. શ્રી સિદ્ધિચંદ્ર ગણિજીની આ કૃતિ છે. અલબત્ત, ઉપા. શ્રી યશોવિ.મ.નાં અગાધ પાંડિત્યની તુલનામાં આવે એવી એક પણ કૃતિ આજે નથી.
(૨) મંત્નિવ :- કર્તા ઉપા. શ્રી યશોવિજયજી ગણિવર.
શાસ્ત્રવાર્તા સમુચ્ચયની યાદ્વાદ-કલ્પલતા ટીકાનો મંગલવાદ જૈન મતને જાણવા માટે ઉપયોગી છે.
| (૩) મંત્નિવી :- હરિરામ તર્કવાગીશ.
આ કૃતિ પણ પ્રાયઃ પ્રથમવાર પ્રકાશિત થાય છે. તેની હસ્તપ્રતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (ક. પ૬૪૬ ૨)થી પ્રાપ્ત થઈ છે. પ્રતિ અશુદ્ધ તેમ જ અંત ભાગમાં ત્રુટિત જણાય છે. આવી એક પ્રત એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં છે તેવી નોંધ વાયકોશમાં જોવા મળે છે.
(૪) “મંાતવાસુઠ્ઠાવવો પ્રશ્નોત્તરપદ્ધતિઃ' :- કર્તા. ઉપા. શ્રી સમયસુંદરજી
આ કૃતિ પણ પ્રથમવાર પ્રગટ થાય છે. પ્રાથમિક અભ્યાસુઓને ઉપયોગી બની શકે તેવી સરળ ભાષામાં આ કૃતિની રચના થઈ છે. આની પ્રત પણ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ
asta\mangal-t\3rd proof