________________
१५
આ રીતે પ્રત્યેક રૂપે વેદવિહિત દેવતા-સ્તુતિ-નમસ્કાર વગેરમાં શિષ્ટો મંગલ તરીકે વ્યવહાર કરે છે. તત્વચિંતામણિકારના મતે ગંગાસ્નાન વગેરે ગ્રંથરચનામાં અનુપયોગી વિધાનો મંગલરૂપ નથી. તેમની મંગલરૂપતા અન્ય પ્રકારની છે. પ્રસ્તુતગ્રંથસમાપ્તિબાધકવિનનિવર્તકત્વેન નથી માટે તે ગ્રંથારંભે મંગલરૂપ નથી.
ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિ એ મંગલનું નિર્વચન તત્ત્વચિંતામણિના આધારે જ કર્યું છે.
મંગલત્વ જાતિ નથી. કેમ કે અનુ ગત નથી. મંગલત્વને જાતિ માનવામાં સાર્થ દોષ જણાય છે. અહીં તેમણે જાતિ સાર્યને દોષ માનવો કે નહીં ? સાંકર્યની આપાદકતા કેવા પ્રકારની છે ? ઇત્યાદિ પ્રશ્નોની ચર્ચા કરી સાંકર્યને દોષ માનનારા પક્ષનું સમર્થન કર્યું છે.
પ્રતિવર્ધચ સતિઃ પ્રારીfસતપ્રતિવર્ધનવૃત્ત્વસાધારણવારત્વમેવ મસ્તત્વમ્' આ નિર્વચનને ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ તૈયાયિક વતી ઉપસ્થિત કર્યું છે. ઉપા. શ્રી યશોવિજયજી મ. એ જૈન મતનું સમર્થન કરતાં એમ જણાવ્યું છે કે–પ્રસ્તુત ગ્રંથના વિનોનાં નાશક ન હોય તેવા સ્વાધ્યાય વગેરે પણ મંગલ છે. પૂ. ઉપા. મ.નો ઇશારો સ્પષ્ટપણે તત્ત્વચિંતામણિકાર તરફ છે. પૂ. ઉપા. શ્રી યશોવિ.મ.એ માર્ગાનુસારી સૂક્ષ્મપ્રજ્ઞાથી આ વિષય પર પ્રકાશ ફેક્યો છે. નમસ્કાર-સ્તુતિ વિ. કેવળ પ્રાતિસ્વિક રૂપે વિદનનિવર્તક છે તેવું નથી. પણ તે તે ક્રિયાઓ દ્વારા અભિવ્યક્ત થતો ભાવ જ વિદનનિવર્તક છે. ક્રિયા અને વિદન વચ્ચે પ્રતિબધ્યપ્રતિબંધક ભાવ નથી. ક્રિયાભિવ્યંગ્યભાવ અને વિન વચ્ચે પ્રતિબધ્યપ્રતિબંધકભાવ છે. (ટી. નિત્યમવ્યમાવવિશેષચૈવ નિશ્ચયતો દુરિતક્ષયતૃત્વત્િ )
ઉપા. શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ અંતમાં મંગલત્વના વ્યાપ્ય નમસ્કારત્વ વિ.નું નિર્વચન કરી વિષયની પૂર્ણાહુતિ કરી છે.
તત્ત્વચિંતામણિકાર ઉપા, ગંગેશે અંતમાં શિષ્ટની વ્યાખ્યા કરીને વિષય સમાપ્ત કર્યો છે.
ઉપા. શ્રી યશોવિ.મ. એ વિદન ધ્વંસ-વિદનપ્રાગભાવપરિપાલન-સમાપ્તિપ્રચય ગમનશિષ્ટાચારપરિપાલન દરેકને મંગળના ફળ માનતાં એકદેશીય મતનું અન્ય મત દ્વારા થયેલું ખંડન રજૂ કર્યું છે. આ બાબતમાં મહાભાષ્યકારશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો મત પુષ્ટ કર્યો છે. સાથે સ્વરચિત સ્વતંત્ર કૃતિ રૂપ “મંગલવાદ'નો નિર્દેશ કર્યો છે. હરિરામ તર્કવાગીશ રચિત મંગલવાદ
હરિરામ તર્કવાગીશ વિદ્વાન નૈયાયિક છે.
તેમણે અનેક વાદ ગ્રંથો રચ્યા છે. તેમણે રચેલા પક્ષતાવાદનું વિસ્તૃત ખંડન પૂ. ઉપા . શ્રીયશોવિજયમ નાં અષ્ટસહસ્ત્રીતાર્યવિવરણન્ માં જોવા મળે છે. તેમનો મંગલવાદ પ્રથમવાર પ્રકાશિત થઈ રહ્યો છે.
હરિરામ તર્કવાગીશે મંગલવાદના મુખ્ય વિષયની સાથે અનેક અવાંતર વિષયોની સરળ ભાષામાં છણાવટ કરી છે. તેમણે મંગલવાદમાં પ્રધાનપણે મંગલની કારણતા વિષે વિચારણા કરી છે. મંગલની સાર્થકતા સાધતા અનુમાનો અંગે અનેક તર્ક-વિતર્કની રજૂઆત પણ કરી છે.
asta\mangal-t\3rd proof