________________
જેન સિદ્ધાંતના” તંત્રીશ્રીને અભિપ્રાય,
સ્થાનક્વાસીઓમાં પ્રમાણભૂત સ બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે. અને એના આ છેલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તે ઘણી સારી પ્રગતિ કરી છે તે જોઈ આનંદ થાય છે.
મૂળ પાઠ, ટીકા, હિંદી તથા ગુજરાતી અનુવાદ સહિત રાત્રે બહાર પાડવાં એ કાંઈ સહેલું કામ નથી. એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણું સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે.
સમિતિ તરફથી નવસૂત્રે બહાર પડી ચૂકયા છે. હાલમાં ત્રણ સૂત્ર છપાય છે. નવ સૂત્રે લખાઈ ગયાં છે અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા નંદીસૂત્ર તૈયાર થઈ રહ્યા છે.
હાલમાં મંત્રી શ્રી સાકરચંદ ભાઈચંદ સમિતિના કામમાં જ તેમને આખા વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે. તેમની અ માટે ધન્યવાદ.
અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વાદ્ધ પંડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ, મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા. જૈન સમાજ ઉપર ઘણે મહાન છે. એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી.
પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેને બહાર પડેલાં સૂત્રે ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું થોડું ત્રાણ અદા કર્યું ગણાય
ભગવાને કહ્યું છે કે ઘરમાં પાપ તો ત્યાં પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મ યથાર્થ સમજ હોય તે ભગવાનની વાણીરૂપ આપણું સૂત્ર વાંચવા જોઈએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજ જોઈએ.
એટલા માટે આ શાસ્ત્રોદ્ધારસમિતિના સર્વ સૂત્રે દરેક સ્થા જેને પિતાના ઘરમાં વસાવવા જ જોઈએ સર્વ ધર્મજ્ઞાન આપણું સૂત્રામાં જ સમાયેલું છે અને સૂત્ર સહેલાઈથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા. જૈન આ સૂત્ર વાંચે એ ખાસ જરૂરનું છે.
જેન સિદ્ધાંત” ડિસેમ્બર- ૫૬