________________
કઈ
સાતસેના વિવીંગમાસ્તર બનવા છતાં તેમણે કદી પણ પાટલુન પહેર્યું જ ન હતુ. એકવાર કેઈ કારણસર મજુર મહાજન તરફથી મીલને ઝાંપે સભા ભરાઈ હતી. પૂજ્ય ગાંધીજી અને અનસૂયા બહેન હાજર હતા. મીટીંગનું કાર્ય શરૂ થતાં ગાંધીજીએ માસ્તરને બોલાવવા જણાવ્યું. કારીગર વર્ગ બલી ઉઠ,
બાપુ! માસ્તર તે અમારી વચમાં બેઠેલા છે.” સાબરમતિના એ સંત માસ્તરની આ સાદાઈ અને નરભિમાનપણને અને પિતાના કામદારે પ્રત્યેની મમતાને જોઈ નવાઈ પામ્યા.
રીટાયર્ડ થયા બાદ તેમણે પિતાના સમગ્ર જીવનનું વહેણ પાર્થિવ પ્રવૃતિમાંથી ખસેડી આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વાળ્યું. સરસપુરને તે વખતને જુને ઉપાશ્રય ઘણે અગવડ ભર્યો હતો. બારણું એટલાં નીચાં હતાં કે સાધુ-સાધ્વીજઓનાં માંથા અથડાય. છગનભાઈએ નિર્ણય કર્યો કે સાધુ-સાધ્વીજીઓને સારી રીતે રાખવાં હોય તે ઉપાશ્રયને જીર્ણોદ્ધાર જરૂરી છે. પણ સંઘ પાસે જરૂરી નાણા નહતા. બીજેથી મદદ મળે તેમ ન હતી. તેથી ગચ્છાધિપતિ પૂજ્યશ્રી હાથીજી મહારાજ પાસે આશિર્વાદ માગી જીર્ણોદ્ધારનું શુભ કાર્ય પોતાના ભાઈએ હરગોવનદાસ તથા મનસુખભાઈના સહકારથી સ્વખર્ચે શરૂ કર્યું. તે વખતે એમના એક તિષી મિત્રે આગાહી કરી કે “માસ્તર, દૂર રહીને કામ લેજે માથે બારમે રાહુ ગાજે છે” તેથી દૂર રહીને ઉપાશ્રયના કાર્યની દેખરેખ રાખતા હતા. લલાટના લેખ મિથ્યા થતા નથી. તેમ કારણ ઉપસ્થિત થતાં તેમને ઉપાશ્રયમાં દાખલ થવુ પડયું. સીડી ચઢતાં જ લોખંડની મોટી કેશ ઉપરથી સીધી તેમના માથા ઉપર ઘા કરવા ધસી આવી. પણ જેને ધર્મનું શરણુ છે તેને મારનાર કેઈ નથી એ ઉક્તિ પ્રમાણે સાધારણ ઈજા થઈ. તેમના રક્તથી ઉપાશ્રયની ધરતીને તૃપ્તિ મળી અને તેઓ આ ભયંકર વિઠનમાંથી બચી ગયા એ દૈવી ચમત્કાર જ કહેવાય.
શાસનદેવની કૃપાથી ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ થયું. છગનભાઈ એક દિવસ પૂજ્યશ્રી ભાથીજી મહારાજને સુખશાતા પુછવા છીપાપોળના ઉપાશ્રયે ગયા. પૂજ્યશ્રીએ ઉપાશ્રય અંગે પુછપરછ કરી. છગનભાઈએ શ્રી સંઘની આર્થીક સ્થિતિ અને કેવા સંજોગોમાં ઉપાશ્રય બંધાય તેની વીતકકથા કહી. પૂજ્યશ્રીએ જJાવ્યું કે ફિકર ન કરશે. શાસનદેવની કૃપાથી સૌ સારાં વાનાં થશે. ચાતુર્માસ પૂરું થએ પૂજ્યશ્રી સરસપુરના ઉપાશ્રયે પધાર્યા અને થોડા દિવસ બાદ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઉછામણી સારી થઈ અને તેઓશ્રીના ધર્મોપદેશના મતાપે સરસપુર શ્રી સંઘની ઉન્નતિ ઉત્તરોત્તર થતી ગઈ છે.