________________
પાલનપુરવાલા કોઠારી અમુલખચંદ મલેકચંદભાઇની . . . . . . . જીવન ઝરમરે. . . . . . ' ' વસુંધરાના વિશાળ પટ પર અનેક જીવાત્માઓ પદાર્પણ કરે છે. પણ બધાજ ને પિતાને મળેલ માનવભવની અમૂલ્યતા સમજાતી નથી: પણું કઈ હળુકમી આત્માર્જ આ જીવન સફરને સફળ કરી લે છે. હાથમાં આવેલુ અમૃત ઢળી પર્ણ શકાય અને પી પણ શકાય પણ અમૃતને ઈચ્છવા છતાં અમૃતને પીનૉરા વિરલ હોય છે. આવા વિરલ આત્માઓમાંના એક આત્માને અહીં પરિચય આપે “અસ્થાને નહિ ગણાય: ' • • • • . .
શ્રી. ભુરીબેનને જન્મ જેનું સ્થાન ભારતમાં ઐતિહાસિક અને ધાર્મિક ક્ષેત્રે મહત્વપૂર્ણ અને ગૌરવશાળી છે એવા ગરવી ગુજરાતના પાલનપુર મુકામે સંવત્ ૧૯૫૫ ના પિષ વદિ ૧૩ ના રોજ થયે. જે ' પાલનપુરની ધરતી અત્યાર સુધીમાં ઘણું પવિત્ર આત્માઓની જન્મભૂમિ બની પુન્યવંતી બની છે. તેમના પિતાશ્રીનું નામ મહેતા કેશવલાલ ગુમચંદભાઈ અને માતુશ્રીનું નામ મેનાબાઈ. ત્રણ ભાઈઓ અને ૭ બેનેના વિશાળ પરિવારમાં તેમને ઉછેર થયે. વિદુષી પૂ. તારાબાઈ મહાસતીજી તેમના બેન થાય. હાલમાં તેમના ભાઈની કલકત્તામાં ઠાકેરલાલ હીરાલાલની કુાં ચાલે છે. માતાપિતાના જૈન સંસ્કાર બાળપણથીજ ભૂરીબેનમાં સિંચાયા હતા. તેથી જ એ સંસ્કારે અત્યાર સુધી વિદ્યમાન રહ્યા. એટલુ જ નહિં પણ તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી ગઈ. યુવાનવય થતાં તેમણે જૈનધર્મનું સારૂ જ્ઞાન મેળવી લીધુ. ' ' . . '
તેમનું લગ્ન પાલનપુરમાંજ કોઠારી મણીલાલ મલુયૅદભાઈ સાથે થયું. લગ્નના થોડાક વરસો વીતતા શ્રી મણીભાઈ ક્રૂર કાળને ભોગ બન્યા અને ૨૮ વર્ષની ઉંમરે શ્રી. ભુરીબેનને વધવ્ય પ્રાપ્ત થયું. ધર્મશ્રદ્ધા, ગુરૂભક્તિ, અને કર્મના સિદ્ધાંતને અવિચલ માનનાર ભુરીબેને આવેલ દુઃખ સમભાવે સહન કર્યું એટલું જ નહિ પણ પિતાનું જીવન ધમમાગે વળે તેવી ઝંખના કરવા લાગ્યા. પાલનપુરમાંથી દીક્ષિત થએલા શાંત સ્વભોવી પૂજય કેસરબાઈ મહાસતીજી, સ્વપૂ ચંપાબાઈ મ. વિદુષી પૂ. તારાબાઈ મ. પૂ. પ્રભાબાઈ મ. પૂ. વસુમતીબાઈ મ. પૂ. હરબાઈ મ. પૂ. દમયંતીબાઈ મવગેરેના વડ ગુરૂણી પૂ ઝબકબાઈ મ. ના સુશિષ્યા પૂ. સુરજબાઈ મ. (વઢવાણનિવાસી) પાલનપુર પધારેલ તે દરમ્યાન શ્રી. ભુરીબેનને તેઓશ્રીને સુંદર સહર્ગ મળે અને તેથી ધર્મભાવના ખૂબજ વિકાસને પામી.
“કાળનું કુસુમ આ સાથ નાજુક છે. જે જે ખરી જાયના પળ તણું પાંદડા”