________________
સ. ૨૦૧૨ના અષાઢ સુધી ૧૫ થી શ્રી વિનોદકુમારે ગેડલ સંપ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાનાભ્યાસ કર્યો. તેની સાથે પૂ આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબી દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યાં એ નિર્ણય કરેલ કે આચાર્ય શ્રી પુરુષોત્તમ મહારાજ પાસે આપણે બન્નેએ દીક્ષા લેવી, પહેલાં વિનોદકુમારે અને પછી શ્રી જસરાજભાઈએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષાતિથિ પૂ૦ શ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબે સં. ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સોમવારે માંગરોલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનોદકુમારને રાજકેટ મળ્યા. શ્રી વિનોદકુમારે શ્રી જસરાજભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરોળ રવાના કર્યા અને પિતે નિશ્ચયપૂર્વક રિક્ષા માટે આજ્ઞા માગી પણ તેઓના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયો અને દીક્ષા માટે તેમણે બીજે રસ્તે શેધી કાઢો.
પૂજ્યશ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિષ્યોને પરિચય મુંબઈમાં થયેલ હતું અને ત્યારબાદ કઈ વખત પત્રવહેવાર પણ થતું હતું. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ. શ્રી લાલચંદજી મહારાજ, ખીચન ગામે પૂ. આચાર્ય શ્રી સમરથમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે. પિતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તે લેવી જ છે આજ્ઞા વિના કેઈ સાધુ મુનિરાજ દીક્ષા આપે નહીં અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ પાસે જવામાં ઘણાં વિદને થશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું.
તા. ૨૪-૫-૫૭ સં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના તેમના માતુશ્રી સાથે છેલ્લું જમણ કર્યું. ભેજન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયા. તે વખતે કેઈને જાણ કર્યા વગર દીક્ષાના વિદામાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્રભૂમિ અને ગોંડલ સંપ્રદાયને પણ ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા.
શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલુમ પડ્યું કે તા. ૨૪-૫–૫૭ના રોજ રાત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકેટ જંકશને જઈ જોધપુરની ટિકિટ લીધી તા. ૨૫-૫-૫૭ના સવારે આઠ વાગ્યે મહેસાણા પહોચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લગ્ન કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યાં અને ગાડીમાં બેસી ગયા મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા. ૨૬-પ-પ૭ની સવારે કા વાગ્યે ફલેદી,