________________
પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં જઈ ત્યાં બિરાજતા મુનિવરોના દર્શન કર્યા વંદણ નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાના સામાયિકના કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરેની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “જાવ નિચ વષુવા ટુરિ જિળ” ના બદલે “જાવની=પકgવામિ સિવિરું સિવિલ” બોલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે વિનોદકુમાર! તમે આ શું કરે છે? તેને જવાબ આપવાને બદલે “૩ વોસિરા”િ બોલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યા કે “સાહેબ! એ તે બની ચૂકયું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, તે ખરેખર છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈપણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવે.”
તેજ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી સમરથમલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે બેલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક - સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી, કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની હાંડી ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમો શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકને સાથ લઈ શકે, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલે કે “જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ફરમાવે.
શ્રી વિનોદમુનિના શ્રી સમરથમલજી જે મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનને ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયો અને મુનિશ્રીઓ પર સંસારીઓને કોઈ પણ પ્રકારને નિષ્કારણ હુમલો ન આવે તે માટે વિદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે ત્યારે શ્રી વિનોદમુનિએ પિતાના હસ્તાક્ષર નિવેદન શ્રીસંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સારા નીચે મુજબ છે –
મારા માતા-પિતા મોહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “કૉલ લીવિયં મા ”ને આધારે હું એક ક્ષણ પણ દીક્ષાથી વંચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબવગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી પગલું ભરવાનું કહેલ પરંતુ મને