________________
શ્રી વિનોદમુનિના સંસારપણાના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યું કે, બેન! ભાવિ પ્રબળ છે આ બાબતમાં મહાપુરુએ પણ હાથ ધોઈ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે તે પછી આપણુ જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તે શેક દૂર કરીને આપણે એમના મૃત્યુનો આદર્શ જઈને માત્ર ધીરજ ધરવાની રહી
પૂ. શ્રી સમર્થમલજી મહારાજ સાહેબને અભિપ્રાય –
પ્રાથમિક તેમજ અપકાળના પરિચયથી મને શ્રી વિનોદમુનિના વિષે અનુભવ થયે, કે તેમની ધર્મપ્રિયતા અને ધર્માભિલાષા “ઝpકંકા નાજુવાર નો પરિચય કરાવતી હતી. પ્રાપ્ત સાંસરિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દષ્ટિગોચર થતી ન હતી. પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિજય વિમુખ ધર્મકાર્યમાં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુરાગિતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી.
શ્રી વિનોદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેનો ખુલાસો કરવામાં આવે છે.
પ્રશ્ન –તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી?
ઉત્તર–પાંચમાં આરામાં ભદ્રા શેઠાણીના પુત્ર એવંતા (અતિસુક્ત) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે સ્વયમેવ દીક્ષા લીધી ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પિતાને કુમારને ગુરુને સોંપી દીધા. તે જ રાત્રે તેણે બારમી ભિખુની ડિમા અંગીકાર કરી અને શિયાળના પરીષહથી કાળ કરી નલીન ગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનોદકુમાર સ્વયં દીક્ષિત થયા.
પ્રશ્ન ૨–આવા વૈરાગી જીવને આ ભયંકર પરીષહ કેમ આવે?
ઉત્તર—કેટલાક ચરમ શરીરી જીવને મરણાંતિક ઉપસર્ગ આવેલ છે. જુઓ–ગજસુકુમાર મુનિ, મેતારજ(માતા) મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારે ભવનાં કમ હોવા જોઈએ, ત્યારે તેમને એકદમ મેક્ષ જવું હતું, તે મરણાંતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધાં કર્મ કેવી રીતે ખપે ? બા. બ્ર. શ્રી વિનેદમુનિને આ પરીષહ આવ્યું, જે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે એકાવતારી જીવ હેય.
શ્રી વિનોદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામાં છપાયેલ છે તેમાંથી અહીં સાર રૂપે સક્ષેપ કરેલ છે.