________________
ગાને તે બચાવી જ લીધી. પરંતુ આ કિયામાં છકાય જીવની દયાના સાધન ભૂત રજોહરણ કે જે વિનોદમુનિને આત્માથી વધારે પ્યારે હવે, તે રેલ્વે લાઈન ઉપર પડી ગયે અને શ્રી વિનેદમુનિએ તે પાછો સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પિતાનું બલિદાન આપ્યુ. અરિહંત... અરિહંત એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયુ. રક્તપ્રવાહ છૂટી પડે અને થોડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયે બધા લેકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યાં, અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી.
હંમેશા તેઓ જે તરફ હાજતે જતા હતા તે તરફ ફલેદીથી કિરણ તરફ જવાની રેલવે લાઈન હતી આ લાઈન ઉપર રેલવે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તો પણ છે, એટલે પશુઓની અવરજવર હોય જ છે અને વખતો વખત ત્યાં ઢેર રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસ ગ બને છે.
ફલેરી સંઘે આ દુર્ઘટનાના ખબર રાજટ, ટેલીફોનથી આપ્યા. જે વખતે ટેલીફેન આવે તે વખતે વિદમુનિના પિતાશ્રી બહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક નોકર જ ઘરમાં હતું કે જેણે ટેલિફોન ઉઠાવ્યું પણ તે કાંઈ ટેલીફેનમાં હકીકત સમજી શકે નહીં અને સાચા સમાચાર મોડા મળ્યા. સ્પેશ્યલ હેનથી ફલેરી પહોંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગ. સૂચનાને ટેલીફેન અડધી કલાક મેડો પહોંચ્યા. જે સદેશે સમયસર પહોંચ્યું હોત તો માતા-પિતાને શ્રી વિનોદમુનિને શબરૂપે પણ ચહેરે જેવા અને અંતિમ દર્શનને પ્રસંગ મળતી પરંતુ અંતરાય કમે તેમ બન્યું નહીં.
આથી પ્લેઈનને પિગ્રામ પડતા મૂક્વામાં આવ્યું અને માતા-પિતા તા. ૧૪-૮-૧૭ ના રોજ ટ્રેઈન મારફત ફલેદી પહોંચ્યા, શ્રી દુર્લભજીભાઈ અને મણિબેને પૂજ્ય તપવીશી લાલચંદજી મહારાજ સાહેબના દર્શન કર્યા.
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણને અને ધિંધનું એકાએક ઐક્ય કરીને, શ્રી વિનોદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યો જેને ટૂંકામાં સાર આ પ્રમાણે છે.
“હવે તે એ રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશાદીપક ઓલવાઈ ગયો ! ઝટ ઊગીને આથી ગમે ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી”