________________
સાથે રાખતા, સંડાસમાં નહીં પણ જંગલમાં એકાંત જગ્યામાં ઘણે ભાગે શરીરની અશુચિ દૂર કરવા જતા, હાલતાં ચાલતાં, સંડાસ અને પેશાબ સંબંધીમાં જીવદયાની બરાબર જતન કરતા હતા.
દેશમાં કે પરદેશમાં જ્યારે તેમને કેઈની સાથે મળવાનું થતું ત્યારે તેમની સાથે અહિંસામય જૈન ધર્મનું સ્વરૂપ પ્રકટ કર્યા વગર રહેતા નહીં.
દીક્ષાર્થીઓને જલદી દીક્ષા લેવાની પ્રેરણા કરતા અને એમ જ કહેતા કે જીંદગીને કેઈ ભરોસે નથી. “અસંવર્ય નીવિયં મા પમાચા” આયુષ્ય તૂટતાં વાર લાગતી નથી, તૂટ્યું જીવન સંધાતું નથી. માટે ધર્મકરણીમાં સમયમાત્રને પ્રમાદ ન કરવું જોઈએ.
ગોંડલ સંપ્રદાયના ઘણાખરા પૂ મુનિવરો અને પૂ. મહાસતીજીને તથી બોટાદ સ પ્રદાયના પૂ. આચાર્યશ્રી માણેકચંદજી મહારાજ અને દરિયાપુરી સંપ્રદાયને શાંત-શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી ભાયચંદજી મહારાજ શ્રમણ સંઘના મુખ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તપમય જ્ઞાનનિધિ શાસ્ત્રોદ્ધારક બા. બ્ર. પૂ. આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ વગેરે અનેક સાધુસાધ્વીઓના ઉપદેશને તેમણે લાભ લીધેલ. મુંબઈમાં સં. ૨૦૧૧ સાલમાં શ્રી ધર્મસિંહજી મહારાજના સંપ્રદાયના પંડિતરત્ન શ્રી લાલચંદજી મહારાજને પરિચય થયો. લાલચંદજી મહારાજ પોતે, સંસારપક્ષના ત્રણ પુત્ર અને બે પુત્રીઓ એમ કુલ ૬ બલકે આખા કુટુંબે સંયમ અંગીકાર કરેલ, તે જાણું તેમને અદ્દભૂત ત્યાગ ભાવના પ્રગટ થઈ કે જે કદી ક્ષય પામી નહીં.
આ પહેલાં તેઓ જ્યારે માતાપિતાની સાથે પૂજ્ય આચાર્ય શ્રી માણેકચંદજી મહારાજના દર્શને બેટાઇ ગયેલા ત્યારે તેમના ઉપદેશની જે અસર થઈ તે પણ મુખ્ય અસર પહેલી હતી અને બીજી અસર તે પૂજ્ય લાલચંદજી મહારાજના સહકુટુંબની દીક્ષા એ હતી. આ બેઉ પ્રસંગે પૂર્વ ભવની બાકી રહેલી આરાધનાને પૂરી કરવાના નિમિત્તરૂપ હોઇને વખતે વખત તેઓ માતા-પિતા પાસે દીક્ષાની આજ્ઞા માગતા હતા અને તેને જવાબ તેમના પિતાશ્રી તરફથી એક જ હતું, જે હજુ વાર છે સમય પાકવા દીએ, જ્ઞાનાભ્યાસ વધારો.
સં. ૨૦૧૨ ના અષાડ સુદી ૧૫ થી શ્રી વિનોદકુમારે ગોંડલ સંપ્રદાયના શાસ્ત્ર પૂ આચાર્યશ્રી પુરુષોત્તમજી મહારાજ સાહેબ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાસે જ્ઞાના ભ્યાસ કર્યો તેની સાથે પૂ. આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજના સંસાર પક્ષના કુટુંબી, દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા હતા. તેઓએ ત્યા એ નિર્ણય કરે કે આચાર્ય શ્રી પુરુષોત્તમજી મહારાજ